Opinion Magazine
Number of visits: 9684294
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 12

દીપક મહેતા|Opinion - Opinion|28 September 2019

મુંબઈ અને ગાંધીજીના જીવનનો એક યાદગાર દિવસ : 9મી જાન્યુઆરી 1915

૧૯૧૫ના જાન્યુઆરી મહિનાની નવમી તારીખ. શનિવાર. શિયાળો હજી ગયો નહોતો, અને ઉનાળાને આવવાને વાર હતી. જો કે તે દિવસે ભાગ્યે જ કોઈને એવો ખ્યાલ હતો, પણ હિન્દુસ્તાનના ઇતિહાસમાં આ દિવસ ખૂબ મહત્ત્વનો બની રહેવાનો હતો. તે દિવસે સવારે લગભગ સાડા સાત વાગે એસ.એસ. અરેબિયા નામનું જહાજ મુંબઈના બારામાં નાંગર્યું. બે ભૂંગળાંવાળું અને વરાળથી ચાલતું આ જહાજ ૧૮૯૮માં બંધાયું હતું અને તે પી. એન્ડ ઓ. નામની કંપનીની માલિકીનું હતું. કલાકના ૧૮ દરિયાઈ માઈલની ઝડપે ચાલતું આ જહાજ એ વખતે ખૂબ ઝડપી ગણાતું હતું. એ દિવસે એ જહાજ પર એક ખાસ મુસાફર અને તેમનાં પત્ની પણ હતાં. અગાઉથી સરકારની મંજૂરી લઈને એ બે મુસાફરો બીજા મુસાફરોની જેમ ગોદી પર નહિ, પણ એપોલો બંદર પર ઊતરે એવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સાધારણ રીતે વાઈસરોય અને રાજામહારાજાઓ જ આ રીતે એપોલો બંદર પર ઉતરી શકતા. એવું અસાધારણ માન મેળવનાર એ બે મુસાફરો તે મોહનદાસ કરમચંદ ગાંધી અને તેમનાં પત્ની કસ્તૂરબા.

જેમાં ગાંધીજી અને કસ્તૂરબા મુંબઈ આવ્યાં એ એસ.એસ. અરેબિયા

આજે જ્યારે આખા દેશમાં એ બંનેની ૧૫૦મી જન્મ જયંતી ઉજવાઈ રહી છે, ત્યારે બે-ત્રણ અઠવાડિયાં આપણે ગાંધીજી અને મુંબઈ વિષે થોડી વાત કરશું. જો કે આ અંગે જેમને વિગતવાર જાણવું હોય તેમણે તો ૨૦૧૭માં પ્રગટ થયેલું પુસ્તક ‘ગાંધી ઇન મુંબઈ’ જ વાંચવું રહ્યું. પુષ્કળ સંશોધન કરીને મણિભવન ગાંધી સંગ્રહાલયના પ્રમુખ ઉષા ઠક્કરે અને એ જ સંગ્રહાલય સાથે સંકળાયેલાં સંધ્યા મહેતાએ આ પુસ્તક લખ્યું છે. અહીં જે લખ્યું છે તેનો ઘણો આધાર આ બેનમૂન પુસ્તક છે એ હકીકતનો સાભાર ઋણસ્વીકાર.

ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયા પહેલાંનું એપોલો બંદર

એપોલો બંદરને એ વખતે લોકો પાલવા બંદર તરીકે ઓળખતા. પાલ એટલે શઢ. પાલવા એટલે શઢવાળું વહાણ. અગાઉ માછીમારોનાં આવાં વહાણ અહીંની જેટી પર નાંગરતાં એટલે લોકો તેને પાલવા બંદર કહેતા. અંગ્રેજોએ એ દેશી નામનું અંગ્રેજીકરણ કરીને નામ આપ્યું ‘એપોલો બંદર.’ ૧૯૧૧ના ડિસેમ્બરની બીજી તારીખે ગ્રેટ બ્રિટનના શહેનશાહ કિંગ-એમ્પરર જ્યોર્જ પાંચમા અને ક્વીન એમ્પ્રેસ મેરી અહીં જ ઉતર્યાં હતાં. હિન્દુસ્તાનની મુલાકાતે આવનાર આ પહેલાં શાહી દંપતી હતાં. એ પ્રસંગે તેમનું સ્વાગત કરવા અહીં એક દરવાજો બાંધવાનો નિર્ણય સરકારે લીધો હતો. ૧૯૧૧ના માર્ચની ૩૧મી તારીખે તેનો પાયો નખાયો હતો, પણ શાહી આગમન સુધી તે દરવાજો તૈયાર થઇ શક્યો નહોતો. એટલે પૂંઠાનો કામચલાઉ દરવાજો લગભગ રાતોરાત ઊભો કરવામાં આવ્યો હતો. ‘ગેટ વે ઓફ ઇન્ડિયા’નું બાંધકામ તો છેક ૧૯૨૪માં પૂરું થયું હતું. સરકારી બાંધકામની ગોકળગાયની ગતિ એ કાંઈ આઝાદી પછીની સરકારોનો જ ઈજારો નથી. બ્રિટિશ સરકાર પાસેથી એવી ગતિ વારસામાં મળી છે. એટલે ગાંધીજી જ્યારે એપોલો બંદર પર ઊતર્યા ત્યારે ત્યાં ગેટ વે ઓફ ઇન્ડિયા નહોતો. માત્ર જેટી હતી. પણ હા, ૧૯૦૩માં બંધાયેલી તાજ મહાલ હોટેલ ત્યારે ત્યાં ઊભી હતી.

મુંબઈ આવ્યાં ત્યારે ગાંધીજી અને કસ્તૂરબા

ગાંધીજીને આવકારવા માટે એક ખાસ સ્ટીમ લોન્ચમાં મુંબઈના કેટલાક મહાનુભાવો એસ.એસ. અરેબિયા ઉપર ગયા હતા. તેમાં શેઠ નરોત્તમ મોરારજી, જમશેદજી બી. પીતીત, સર ભાલચંદ્ર કૃષ્ણ, બી.જી. હોર્નીમેન, બહાદુરજી વગેરેનો સમાવેશ થતો હતો. તો બીજી એક સ્ટીમ લોન્ચમાં નારણદાસ ગાંધી અને રેવાશંકર જગજીવન ઝવેરી ગાંધીજીને આવકારવા ગયા હતા. ગાંધીજી અને કસ્તૂરબા જ્યારે એપોલો બંદર પર ઊતર્યાં ત્યારે તેમને આવકારવા ત્યાં સેંકડો લોકો એકઠા થયા હતા. મૂળ યોજના તો એપોલો બંદર પર ગાંધીજીનો જાહેર સત્કાર કરવાની અને પછી સરઘસ આકારે તેમને શહેરમાં લઇ જવાની હતી. પણ સરકારે તે માટે મંજૂરી આપી નહોતી. એટલે એ વાત પડતી મૂકવી પડી હતી.

નરોત્તમ મોરારજીના માનમાં બહાર પડેલી ટપાલ ટિકિટ

ગાંધીજી મુંબઈ આવ્યા તે પહેલાં જ તેમને ઉતારો ક્યાં આપવો એ અંગે ચર્ચા ચાલી હતી. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના બંગલાનું સૂચન સર ફિરોઝશાહ મહેતાએ કર્યું હતું પણ એ બંગલાને તૈયાર કરવા માટે જે સમય જોઈએ તેટલો સમય હતો નહિ. એટલે પહેલાં તો ગાંધીજીને શેઠ નરોત્તમ મોરારજીના પેડર રોડ ખાતે આવેલા શાંતિભવન નામના બંગલામાં લઇ ગયા હતા. આ નરોત્તમ મોરારજી એટલે હિન્દી વહાણવટાના આદિપુરુષ. વહાણવટાની પહેલવહેલી ‘દેશી’ કંપની સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીના ત્રણ સ્થાપકોમાંના એક. બીજાં બે સ્થાપકો તે વાલચંદ હીરાચંદ અને લલ્લુભાઈ શામળદાસ. આ બંગલામાં ગાંધીજી અને કસ્તૂરબાએ થોડાક કલાક ગાળ્યા હતા. ગાંધીજી ત્યાં ગોપાળ કૃષ્ણ ગોખલે અને શ્રીનિવાસ શાસ્ત્રીને મળ્યા હતા. પછી રેવાશંકર જગજીવન ઝવેરીના સાંતાક્રુઝ ખાતેના ઘરે ગયા હતા.

સ્વામી આનંદ

મુંબઈમાં આવતાંવેંત સભાઓ, મુલાકાતો, મિજબાનીઓ માટેની માગણીઓનો તો જાણે વરસાદ વરસ્યો હતો. ગાંધીજી મુંબઈ આવ્યા તે જ દિવસે ‘બોમ્બે ક્રોનિકલ’ નામના અખબારને તેમણે મુલાકાત આપી હતી. ૧૦મી તારીખે ગાંધીજી કેટલાક કુટુંબીજનોને મળવા બજારગેટ સ્ટ્રીટ ગયા હતા. ત્યાં તેઓ પહેલી વાર સ્વામી આનંદને મળ્યા હતા. પછીનાં વર્ષોમાં સ્વામી ગાંધીજીના નિકટના સાથી બન્યા હતા. તે જ દિવસે કોટ વિસ્તારમાં બે સત્કાર સમારંભ યોજાયા હતા. કોટ વિસ્તારના રહેવાસીઓ તરફથી પ્રભુદાસ જીવણજી કોઠારીની વાડીમાં, અને મોઢ વણિક જ્ઞાતિ તરફથી જીવણદાસ પીતાંબરદાસના બંગલે. ભણવા માટે ગાંધીજી ઇંગ્લંડ ગયા ત્યારે આ જ જ્ઞાતિએ તેમને ન્યાતબહાર મૂક્યા હતા. ભણતર પૂરું કરીને સ્વદેશ પાછા આવ્યા પછી પ્રાયશ્ચિત કરી ગાંધીજી જ્ઞાતિમાં ફરી દાખલ થયા હતા. પણ દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા ત્યારે ગાંધીજી એટલી જાણીતી વ્યક્તિ બની ગયા હતા કે એ જ જ્ઞાતિએ તેમનું સન્માન કર્યું હતું. એ વખતે ૧૭ વર્ષની ઉંમરના રઘુનાથ બ્રહ્મભટ્ટનું નાટક ‘બુદ્ધદેવ’ મુંબઈના એમ્પાયર થિયેટરમાં આશારામ મૂળજીની નાટક કંપની ભજવી રહી હતી. તેમણે પણ ગાંધીજી માટે સમારંભ યોજ્યો હતો. આ નાટકનું એક ગીત ‘સાર આ સંસારમાં ન જોયો’ આજ સુધી નાટકપ્રેમીઓની જીભ પર રમતું રહ્યું છે.

જે.બી પીતીતના બંગલે પાર્ટીમાં ગાંધીજી અને કસ્તૂરબા

૧૧મી જાન્યુઆરીએ ઘાટકોપર ખાતે સન્માન સમારંભ યોજાયો હતો. રાવબહાદુર વસનજી ખીમજી પ્રમુખસ્થાને હતા. ચાંદીના કાસ્કેટમાં તેમને માનપત્ર અપાયું ત્યારે ગાંધીજીએ ભાષણમાં કહ્યું કે જેને માથે છાપરું નથી અને જેના ઘરને બારણાં નથી તેવા માણસને તમે સોના-ચાંદી આપો તે શા ખપનું? ૧૨મી જાન્યુઆરીએ ગાંધીજી અને કસ્તૂરબાના માનમાં એક શાનદાર સમારંભ પેડર રોડ પર આવેલા જે.બી. પીતીતના ‘માઉન્ટ પીતીત’ નામના બંગલે યોજાયો હતો. ત્યારે ૬૦૦ જેટલા ‘દેશી’ તેમ જ અંગ્રેજ મહેમાનો હાજર હતા. પ્રમુખસ્થાને હતા સર ફિરોઝશાહ મહેતા. સર રિચાર્ડ લેમ્બ, સર ક્લોડ હિલ, સર દોરાબજી તાતા, મહંમદઅલી ઝીણા, સર દિનશા વાચ્છા જેવા એ જમાના અગ્રણીઓ હાજર હતા. એ સમારંભના ઠાઠ અને રૂઆબથી ગાંધીજી અકળાઈ ગયા હતા. કિંમતી ભેટો માટેનો અણગમો આ સમારંભમાં પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ સમારંભમાં જતાં પહેલાં ગાંધીજી દાદાભાઈ નવરોજી અને ડો. દાજી બરજોરજીને મળવા ગયા હતા. દક્ષિણ આફ્રિકામાં ગોરાઓએ ગાંધીજી પર હુમલો કર્યો ત્યારે આ ડોકટરે ગાંધીજીની સારવાર કરી હતી.

૧૩મી જાન્યારીએ હીરાબાગ ખાતે બોમ્બે નેશનલ યુનિયન તરફથી સભા યોજાઈ હતી. તે માટેનું આમંત્રણ ન હોવા છતાં બાળ ગંગાધર ટીળક તેમાં હાજર રહ્યા હતા એટલું જ નહિ, ભાષણ પણ કર્યું હતું. ૧૪મી તારીખે ગુજરાત સભા તરફથી ગિરગામના મંગળદાસ હાઉસ ખાતે ‘ગાર્ડન પાર્ટી’ યોજાઈ હતી. પ્રમુખસ્થાને હતા મહંમદઅલી ઝીણા. કનૈયાલાલ મુનશીએ ગાંધીજીનો પરિચય આપ્યો હતો. બંનેએ ગાંધીજીના મુક્ત કંઠે વખાણ કર્યાં હતાં. પોતાના ભાષણમાં સર સૈયદ અહમદને યાદ કરીને ગાંધીજીએ કહ્યું હતું કે હિંદુ અને મુસલમાન તો ભારત માતાની બે આંખો છે. ગાંધીજીએ નિખાલસતાથી કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં જ્યારે જ્યારે ‘ગુજરાતીઓ’ વિષે વાત થતી ત્યારે કેવળ હિંદુ ગુજરાતીઓને જ ધ્યાનમાં રાખીને વાત થતી. મુસ્લિમ અને પારસીઓની તો વાત જ નહોતી થતી. જ્યારે આ ગુજરાત સભાના પ્રમુખ સ્થાને એક મુસ્લિમ બિરાદર (ઝીણા) બિરાજે છે એ જોઈ આનંદ થાય છે.

જ્યાં સત્કાર સમારંભ યોજાયો એ હીરાબાગ

આ સમારંભમાં ઘણાંખરાં ભાષણો અંગ્રેજીમાં થયાં હતાં. ગાંધીજીએ જવાબ ગુજરાતીમાં આપ્યો હતો અને ગુજરાતીઓના મેળાવડામાં ભાષણો અંગ્રેજીમાં થયાં એ અંગે ટકોર કરી હતી. આત્મકથામાં ગાંધીજી નોંધે છે કે ગુજરાતીઓના કાર્યક્રમમાં ભાષણો અંગ્રેજીમાં થયાં એ અંગે આ રીતે ગુજરાતીમાં બોલીને મેં નાનકડો સત્યાગ્રહ કર્યો હતો. ૧૪મી તારીખે જ ગાંધીજીએ મુંબઈના ગવર્નર લોર્ડ વિલિન્ગડનની મુલાકાત પણ લીધી હતી. ૧૫મી તારીખે સાંજે મુંબઈની સ્ત્રીઓ તરફથી કસ્તૂરબાને માનપત્ર આપવામાં આવ્યું હતું. માધવ બાગમાં યોજાયેલા સમારંભમાં લેડી ફિરોઝશાહ મહેતા પ્રમુખસ્થાને હતા. તે જ દિવસે ગોપાળ કૃષ્ણ ગોખલે મુંબઈ આવતાં ગાંધીજી તેમને મળવા ગયા હતા. તે જ દિવસે રાત્રે ગાંધીજી અને કસ્તૂરબા પોરબંદર, રાજકોટ, વગેરે કાઠિયાવાડનાં શહેરોમાં જવા માટે ટ્રેનમાં નીકળ્યાં. બંનેએ થર્ડ ક્લાસમાં મુસાફરી કરી હતી. એ વખતે કાઠિયાવાડ જવા માટે વિરમગામ સ્ટેશને ટ્રેન બદલવી પડતી. એ સ્ટેશને બ્રિટિશ રાજ્યની હદ પૂરી થતી અને દેશી રાજ્યોની હદ શરૂ થતી. એટલે વિરમગામ સ્ટેશને બધા મુસાફરોનો સામાન ખોલાવીને તપાસતા અને જકાત વસૂલતા. અને જરૂર લાગે તો મુસાફરની દાક્તરી તપાસ પણ કરતા. એ વખતે પ્લેગનો રોગચાળો ફેલાયો હતો અને મુસાફરીને દિવસે ગાંધીજીને થોડો તાવ હતો. એટલે એમની દાક્તરી તપાસ થઇ હતી પણ તેમને રોકવામાં આવ્યા નહોતા.

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિન્દુસ્તાન પાછા આવ્યા તે પછી પચાસ વર્ષે, ૧૯૬૫માં, કનૈયાલાલ મુનશીએ લખ્યું હતું: “૧૯૧૫માં જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાંથી ભારતમાં આવ્યા ત્યારે દેશના રાજકારણમાં ઓટ આવી હતી. દેશભક્તો પાસે માત્ર બે વિકલ્પો હતા. કાં તો ગોખલેની વિચારશ્રેણીને અનુસરીને બંધારણીય આંદોલનના માર્ગે જવું અથવા તો માઈકલ કોલિન્સ અને તેમના સાથીદારોએ આયર્લેન્ડ માટે જે માર્ગે આઝાદી મેળવી તે માર્ગે હિંસા અને ત્રાસવાદને રસ્તે જનારાઓનું સમર્થન કરવું. સૌ પ્રથમ તો ગાંધીજીએ અહિંસક આંદોલન દ્વારા રામરાજ્ય સ્થાપવાની વાત કરી ત્યારે એ કાળના નેતાઓએ એને સ્વપ્નદૃષ્ટાની તરંગલીલા કહી; ઘણાએ એમની વાતને હસી કાઢી; તેઓને લાગ્યું કે અવ્યવહારુ ધર્માત્માનું આ આંધળું સાહસ છે. પરંતુ ગાંધીજીની આ નવી પદ્ધતિ એ પછી તેમની પ્રેરણામાંથી જાગેલા આંદોલનમાં અજમાવાઇ, અને તેનું સામર્થ્ય સૌને સમજાયું. ગાંધીજીનો અહિંસાનો આગ્રહ નિર્બળતામાંથી નહોતો પ્રગટ્યો. એ શક્તિમાંથી આવ્યો હતો.”

મુનશીના આ શબ્દો વાંચતાં સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીને અંજલિ આપતાં કવિ કરસનદાસ માણેકે લખેલા લાંબા કાવ્ય ‘કલ્યાણયાત્રી’ની બે પંક્તિ યાદ આવે છે:

સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે,
ઝંખતી કાવ્યને સત્યે સૃષ્ટિ આ આપને નમે.

[“ગુજરાતી મિડ-ડે”, 28 સપ્ટેમ્બર 2019ના અંકમાં પ્રગટ]

e.mail : deepakbmehta@gmail.com

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Loading

કૉપરહેગન, સિલ્કઅ અને કિર્કેગાર્ડ

સુમન શાહ|Opinion - Opinion|28 September 2019

કેટલાક દિવસથી મૂડ ખરાબ છે. એમાં અચાનક આજે કિર્કેગાર્ડ યાદ આવી ગયા. એમના સંદર્ભે લખાયેલો લેખ અહીં 'પુન:શ્ચ'માં મૂક્યો છે :

કિર્કેગાર્ડ કહેતા કે ધર્મ પ્રભવે છે વ્યક્તિમાં, જેમ પ્રેમ પણ વ્યક્તિમાં જ પ્રભવે છે.

વ્યક્તિ પોતાના અસ્તિત્વને અધિકૃત બનાવે તો સમાજ અધિકૃત બને. વ્યક્તિ પોલી હોય, અસ્તિત્વ ખોખલું હોય, તો સમાજ સંસ્કૃતિ કે સભ્યતા પણ, એમ જ હશે.

બોઇન્ગ 747 ઘણું લાંબું હતું ને મારો સીટ-નમ્બર પણ છેડે 60-H હતો. 2-સીટેડ રૉ-માં મારી વિન્ડો-સીટ હતી. હું વિમાસણમાં હતો કે જોડેની સીટમાં કોણે ય આવશે. ઘણા સમય સુધી કોઈ આવ્યું નહીં. નિરાંત થઈ કે ચાલો, સીટ ખાલી રહેવાની. પણ ત્યાં તો એક વિદેશી યુવતી આવી ને ગોઠવાઈ, બેઠી. સામસામે જોવાઈ જતાં, એકમેકને અમે ફૉર્માલિટી-સ્માઇલ આપ્યું. પ્લેન ટેક-ઑફ્ફ થયું પછી મને પૂછે : આર યુ ગૉઇન્ગ ટુ આમ્સ્ટરડામ? : પ્રશ્ન વિચિત્ર હતો કેમ કે ફ્લાઇટ જ મુમ્બઈ ટુ આમ્સ્ટરડામ હતી. મેં કહ્યું : ઓ યાય્યા ! : એણે કહ્યું : આયૅમ ગોઇન્ગ યુ કૉપનહેગન, આઈ હેવ ટુ ચેન્જ ધ ક્રાફ્ટ : મેં કહ્યું : યાય્ ઓકે … ગુડ ….

કૉપરહેગન સાંભળીને મને સુખ્યાત ફિલસૂફ કિર્કેગાર્ડ (૧૮૧૩-૧૮૫૫) યાદ આવી ગયેલા, કેમ કે એ એમનું વતન. યુવતી કૉપનહેગન જતી'તી. બાજુમાં બેઠી'તી, તે હું એને જાતજાતનું પૂછવાને આતુર થઈ ગયેલો. પૂછવા માંડ્યું : આઈ હોપ, યુ નો કિર્કેગાર્ડ : અફકોર્સ ! ગ્રેટ ફિલૉસૉફર ઑફ માય કન્ટ્રી ડૅન્માર્ક : પણ પછી, બટ, હાઉ, કમ, યુ …? … કરીને એણે મને અનેક સવાલ કરેલા. મેં કહેલું કે ક્લાસમાં ઍક્ઝિસ્ટેન્સ્યાલિઝમ ભણાવતી વખતે હું કિર્કેગાર્ડ વિશે પણ કહેતો. હું ભાષા-સાહિત્યનો પ્રોફેસર હતો; રાઈટર છું. કિર્કેગાર્ડની ફિલસૂફીનો ચાહક છું. બીજા વિદ્વાનોની જેમ હું પણ કિર્કેગાર્ડને `ફર્સ્ટ ઍક્ઝિસ્ટેન્સ્યાલિસ્ટ ફિલૉસૉફર' માનું છું : બાય ધ વે, મે આઈ નો યૉર ગુડ નેમ, પ્લીઝ? : સિલ્કઅ (Silke). વૉટિઝ યૉર નેમ? : સુમન : પછી અમે અમારા નામોના અર્થ કહી બતાવ્યા. મેં કહ્યું, યુ મસ્ટ બી હૅવિન્ગ ક્વૉલિટીઝ ઑફ સિલ્ક : સોનેરી વાળવાળું માથું એણે સ્મિત સાથે હકારમાં નમાવેલું.

એ કશા અંગત કામે બૅન્ગલૂર આવેલી. સોસ્યોલૉજીની સ્ટુડન્ટ, કૉપનહેગનમાં માસ્ટર્સનું ભણે. ઘણી વાતો જાણી : કૉપનહેગનમાં હાઈ-રાઇઝ્ડ બિલ્ડિન્ગો થવા લાગ્યાં છે, પણ શહેર નાનું છે. અમારે ત્યાં અંગ્રેજી માધ્યમમાં ભણાવાય ખરું છતાં બધાં માતૃભાષા ડૅનિશને જ ચાહે : મેં પૂછેલું કે લન્ચમાં રોજ શું જમો : જાણ્યું કે એમનું લન્ચ આપણાં દાળ-ભાત-શાક-રોટલી જેવું સ્ટીરિયોટાઇપ્ડ નથી; બદલાતું રહે : ઓલ્ડ ડ્રેસિઝ છે હજી? : નો; વી હેવ લૉસ્ટ નાઉ : મેં ખાસ તો આ પૂછ્યું : હાઉ કિર્કેગાર્ડ ઇઝ રીસિવ્ડ ટુડે? : એવરિવન ઇન ડૅન્ લવ્ઝ સોરેન ઑબે કિયર્કિગો : એમ એણે મને Soren Aabye Kier-kegaard-નો ડેનિશ ઉચ્ચાર શીખવાડ્યો. મને કહે, ધૅર ઈઝા ગ્રેટ સ્ટૅચ્યુ ઑફ હિમ ઇન ધ રૉયલ લાઇબ્રેરી ગાર્ડન ઇન કૉપનહેગન.

કિર્કેગાર્ડ સ્વયં કવિ હતા. મશ્કરીમાં પણ એમણે સાચું કહેલું કે કવિમાણસ દુખિયો જીવ છે. હૃદયની ભીતરે ઘેરી વ્યથાને સંતાડી રાખે. પણ એના હોઠની રચના એવી કે ત્યાંથી નિસાસા ને દુ:ખાવાઓની આવ-જા થયા કરે; તેથી લાગે કે ત્યાંથી કશુંક સંગીત પ્રગટી રહ્યું છે ! કિર્કેગાર્ડની ફિલસૂફીનો પ્રમુખ સૂર તો મનુષ્ય-વ્યક્તિ અંગે છે. જીવનની આકરી વાસ્તવિકતા આગળ વ્યક્તિને ફિલસૂફોની અમૂર્ત વાતો પરવડતી નથી. આ સંદર્ભે એમણે સંસ્થાપિત ધર્મની કડક સમીક્ષા કરેલી. અમૂર્ત વાતોમાં વ્યસ્ત રહેનારા ફિલસૂફોની સિદ્ધાન્તપરાયણ વિદ્વત્તાના તેઓ ટીકાકાર હતા. કહેતા કે એઓ બધા એકબીજાને ઉતાવળે સમજી લેવાની ભૂલો કરતા હોય છે.

અસ્તિત્વવાદ ભણાવવાનું એક કારણ તો ૧૯-મી ૨૦-મી સદીમાં સાહિત્યકલામાં સંભવેલા આધુનિકતાવાદી ઉન્મેષો – જેમાં વ્યક્તિનું અસ્તિત્વ કેન્દ્રમાં હતું. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં મેં આધુનિકતાનું આખું પેપર દાખલ કરાવેલું. સાહિત્યકલામાં આધુનિકતા શું છે તેના ઓરિઍન્ટેશન માટે ૭-દિવસીય પરિસંવાદ યોજેલો. મારું 'સાહિત્યમાં આધુનિકતા' પુસ્તક પણ એ વર્ષોમાં સમ્પન્ન થયેલું. (૧૯૮૮).

૧૯-મી સદીના યુરપમાં શરૂ થયેલા પરિવર્તનો અંગે કિર્કેગાર્ડે અનેક નિરીક્ષણો આગળ કરેલાં. એક નિરીક્ષણ એ હતું કે મનુષ્યજીવનમાં પ્રગટેલી આધુનિકતા – modernity – ભાવાવેશ વિનાની બેજાન વસ્તુ છે. એમાં બધું મિકેનિકલ અને મૅથેમિટિકલ છે. બીજું એમણે એ જોયું કે ટોળાંશાહી વિકસી રહી છે. વ્યક્તિઓનો ટોળાંમાં વિલય થવા માંડ્યો છે. સંખ્યાબળનો મહિમા વધતો ચાલ્યો છે. સત્યના નિર્ણયમાં સંખ્યા જોવાય છે. જે કંઈ સમાનતા કે પ્રગતિ વરતાય છે, એ તો ગાણિતિક છે.

૨૧-મી સદીની પ્રવર્તમાન સંસ્કૃતિમાં સંખ્યાનો જાદુ કેટલો વકર્યો છે એ આપણે રોજે રોજ અનુભવીએ છીએ. ભારતમાં અને બધા જ લોકશાહી ય દેશોમાં સંખ્યા સંખ્યા ને સંખ્યાનો જ મહિમા છે ! ટોળાંઓ જૂથો મંડળીઓ કે પોલિટિકલ પાર્ટીઓ નક્કી કરે એને જ સત્ય કહેવાય છે. આપણા સાહિત્યમાં પણ એ જ માનસિકતા પ્રવર્તે છે કે કોની સંખ્યા મોટી છે. આધુનિકતાવાદીઓ ઘટી ગયા છે? સરસ ! પરમ્પરાવાદીઓ ખુશ થઈ જાય છે. દરેક મોવડી એમ સમજાવે કે મારી સાહિત્યરસમને સ્વીકારનારા અનુસરણકાર જો વધ્યા, તો વિકાસ છે, નહિતર રકાસ ! સંખ્યા માણસને પક્ષિલ બનાવીને છેલ્લે રાજકારણમાં ધકેલે છે. વિચારવું જરૂરી નથી કે એમાં ધકેલાઈને આપણે સાવ ખૂંપી ગયા છીએ? વાચકોને આ જાણવામાં રસ નથી કે કયો સાહિત્યકાર ખરી વ્યક્તિ છે, ને કયો, મંડળીનો ભાયાત છે. પ્રજાજનોને પણ એટલું જ જાણવું હોય છે કે સલમાન કે અક્ષયકુમારની ફિલ્મોએ કેટલા અબજનો બિઝનેસ કર્યો. સોસ્યલ-નેટની વ્યાખ્યાનું પણ મુખ્ય લક્ષણ એ છે કે ઇન્સ્ટાગ્રામ્સને, ટ્વીટર્સને કે ફેસબુકર્સને કેટલાં likes મળ્યાં ને પરિણામે કેટલા અબજોનાં ટ્રાન્ઝેક્શન્સ થયાં. આ સંખ્યાવાદી દુષ્પરિણામની કિર્કેગાર્ડને કેટલી તો વહેલી ભાળ મળી ગયેલી !

એમણે સ્ટેટ-રીલિજ્યનની પણ ટીકા કરેલી. સમજાય એવું છે કે માથાં ગણીને રાજ્ય હરેક વાતે મુસ્તાક રહી શકે, પણ નાગરિકને ખ્રિસ્તી ન બનાવી શકે. કે હિન્દુ ન બનાવી શકે. ખ્રિસ્તીત્વ, હિન્દુત્વ કે કશું પણ ધર્મત્વ વ્યક્તિનો વિષય છે. રાજ્ય મત-મતલબે ધર્મસંગાથી હોવાનો ડૉળ કરે છે. કિર્કેગાર્ડ કહેતા કે ધર્મ પ્રભવે છે વ્યક્તિમાં, જેમ પ્રેમ પણ વ્યક્તિમાં જ પ્રભવે છે. એમની આ વ્યક્તિલક્ષી ફિલસૂફી અસ્તિત્વવાદનો પાયો છે. એમનું સુખ્યાત વચન છે, `સબ્જેક્ટિવિટી ઇઝ ટ્રુથ'. આત્મલક્ષીતા અથવા આત્મત્વ સત્ય છે. આત્મત્વથી જ વ્યક્તિ, વ્યક્તિ હોય છે. વ્યક્તિ પોતાના અસ્તિત્વને અધિકૃત બનાવે તો સમાજ અધિકૃત બને. વ્યક્તિ પોલી હોય, અસ્તિત્વ ખોખલું હોય, તો સમાજ સંસ્કૃતિ કે સભ્યતા પણ, એમ જ હશે. આજે રાષ્ટ્રો આધુનિકતા બાબતે ઘણી પ્રગતિ કરી રહ્યાં છે. પણ નથી લાગતું કે એ આત્મત્વ વિનાની, દોડાદોડી છે?

મેં સિલ્કઅ-ને પૂછેલું કે કૉપનહેગનના લોકો કયો ધર્મ પાળે છે. એણે `ખ્રિસ્તી' કહેલું પણ એણે એ પણ કહેલું કે અમે કોણ કયો ધર્મ પાળે છે એ નથી પૂછતાં; એમ પુછાય જ નહીં; બીકૉઝ રીલિજ્યન ઇઝ પ્યૉરલિ અ પર્સનલ મૅટર. એના એ મન્તવ્યથી મને સમજાયેલું કે ધર્મને વ્યક્તિની અંગત ચીજ ગણવાની વાતે કિર્કેગાર્ડ ડૅન્માર્કમાં જ નહીં, વિશ્વ સમગ્રમાં સ્વીકારાયા છે. છૂટા પડતી વખતે મેં સિલ્કઅ-ને કહેલું કે – ઑન બીહાફ ઑફ મી, પ્લીઝ, બિડ માય સૅલ્યુટ ટુ સ્ટૅચ્યુ ઓવ કિયર્કિગો … એણે સૂચક સ્માઇલ સાથે `બાયાય' કહેલું …

https://www.facebook.com/suman.shah.94/posts/2750227265008169

Loading

Gandhi and the RSS : The facts behind a relationship of deeply imperfect sympathies

RAMACHANDRA GUHA|English Bazaar Patrika - Features|28 September 2019

Mahatma Gandhi, in a remarkable speech to the All India Congress committee in November 1947, asked party members to "be true to the basic character of the Congress and make Hindus and Muslims one, for which ideal the Congress has worked for more than sixty years".

This column appears days before the 150th birth anniversary of Mahatma Gandhi. That anniversary shall be observed at a time when a former pracharak of the Rashtriya Swayamsevak Sangh is the country’s prime minister, and when the RSS exercises a hegemonic hold over our political and social life. On October 2, nice things will be said about Gandhi by the prime minister, and by other people affiliated with the RSS as well. It is therefore important to alert readers to the historical record, to set out the facts about the concrete relations between the RSS and Gandhi while the Mahatma was alive.

The first reference to the RSS in the Collected Works of Mahatma Gandhi occurs in Volume 87 of that series. The year was 1947; the month, April. At a prayer meeting in Delhi devoted to the importance of Hindu-Muslim unity, Gandhi noted that he had received a letter from the RSS denying that they had any hand in the recent protests against Gandhi’s practice of juxtaposing verses from the Quran with verses from the Gita in his meetings. Gandhi said he was glad to hear of this denial, adding: “No organization could protect life or religion if it did not work absolutely in the open.”

In September 1947 Gandhi met with a group of RSS workers in New Delhi. He told them that “in order to be truly useful, self-sacrifice had to be combined with purity of motive and true knowledge”. He had heard that the Sangh was not particularly well disposed towards Muslims. He himself believed that Hinduism was not an exclusive religion, and that Hindus “could have no quarrel with Islam”. The strength of the RSS, thought Gandhi, “could be used in the interests of India or against it”.

While Gandhi was ambivalent about the RSS, the Sangh, for its part, deeply distrusted him. In early September 1947, the Mahatma had gone on fast in Calcutta, seeking to stop the violence between Hindus and Muslims. His attempts at peace-making were mocked in an article in the RSS’s magazine, Organiser. “Nero fiddled when Rome burnt,” the Organiser remarked: “History is repeating itself before our very eyes. From Calcutta Mahatma Gandhi is praising Islam and crying Allah-o-Akbar and enjoining Hindus to do the same, while in the Punjab and elsewhere most heinous and shameless barbarities and brutalities are being perpetrated in the name of Islam and under the cry of Allah-o-Akbar.”

In truth, Gandhi’s fast in Calcutta shamed both Hindus and Muslims. A 77-year-old man had, through the moral force of a faith founded on trust and non-violence, brought about peace between these warring communities. Gandhi now moved to Delhi, hoping to reassure the Muslims who lived there that they need not flee in panic to Pakistan. He reached Delhi on September 9. Here he met the sarsanghachalak, or head, of the RSS. This was M.S. Golwalkar, an intense, bearded man who had admired the Nazis, praising their obsession with racial purity as “a good lesson for us in Hindustan to learn and profit by”.

A record of this meeting between Gandhi and Golwalkar is in the Collected Works of Mahatma Gandhi. On September 12, Gandhi spoke at an inter-faith prayer meeting. The printed record of his address ends with this paragraph: “In conclusion, Gandhiji referred to his and Dr. Dinshaw Mehta’s talk with the Guru of the Rashtriya Swayamsevak Sangh. He [Gandhiji] had been told that the hands of this organization too were steeped in blood. The Guruji assured him that this was untrue. Their organization was enemy to no man. It did not stand for the killing of Muslims. All it wanted was to protect Hindustan to the best of its ability. It stood for peace and he had asked Gandhiji to make his views public.”

What Golwalkar told Gandhi was untrue. The RSS and its leader detested Muslims. While working on my biography of Gandhi, I scoured the records of the Delhi Police for those crucial months, September 1947 to January 1948, when Gandhi was in New Delhi. I found several accounts of RSS meetings, where the Mahatma and Muslims were both venomously abused. A police report of a meeting in the last week of October observed:

“According to the Sangh volunteers, the Muslims would quit India only when another movement for their total extermination similar to the one which was started in Delhi sometime back would take place… They were waiting for the departure of Mahatma Gandhi from Delhi as they believed that so long as the Mahatma was in Delhi, they would not be able to precipitate their designs into action.”

Gandhi would not have read these police reports at the time; but he seems to have known, from his own sources, that the Sangh and their leader were lying. On November 15, he made a remarkable speech to the All India Congress committee, where he asked its members to “be true to the basic character of the Congress and make Hindus and Muslims one, for which ideal the Congress has worked for more than sixty years”. He urged his party colleagues to do all they could to make Muslims feel safe in India. “Violent rowdyism,” he remarked, “will not save either Hinduism or Sikhism.” Then he added: “I hear many things about the Rashtriya Swayamsevak Sangh. I have heard it said that the Sangh is at the root of all this mischief. Let us not forget that public opinion is a far more potent force than a thousand swords. Hinduism cannot be saved by orgies of murder. You are now a free people. You have to preserve this freedom. You can do so if you are humane and brave and ever-vigilant, or else a day will come when you will rue the folly which made this lovely prize slip from your hands. I hope such a day will never come.”

The next day, at his regular prayer meeting, Gandhi said that while religious polarization was being furthered by the Muslim League, “there is also the Hindu Mahasabha assisted by members of the Rashtriya Swayamsevak Sangh who wish that all the Muslims should be driven away from the Indian Union”.

Gandhi now no longer had any illusions about the RSS. The Sangh, for its part, had hardened its hatred of the Mahatma, for all that he had been doing these past months to ensure that, whatever Pakistan did to its Hindu and Sikh minorities, all Muslims who chose to stay on in independent India would be accorded the rights of equal citizenship. In the first week of December 1947, M.S. Golwalkar addressed an RSS meeting in Delhi. Here Golwalkar remarked, “referring to Muslims”, that “no power on Earth could keep them in Hindustan. They shall have to quit this country. Mahatma Gandhi wanted to keep the Muslims in India so that the Congress may profit by their votes at the time of election. But, by that time, not a single Muslim will be left in India… Mahatma Gandhi could not mislead them any longer. We have the means whereby such men can be immediately silenced, but it is our tradition not to be inimical to Hindus. If we are compelled, we will have to resort to that course too”.

In January, Gandhi went on a fast in Delhi, which, as in Calcutta, succeeded in bringing about peace between Hindus and Muslims in the city. He now planned to go to Pakistan, to secure the safety of the Hindus and Sikhs there. However, on January 30 he was silenced, once and forever, by a former member of the RSS named Nathuram Godse. The Sangh was banned immediately; many of its leaders, including Golwalkar, were sent to jail.

The Bible of the RSS is a book called Bunch of Thoughts, a compilation of talks and speeches delivered by M.S. Golwalkar. It was published in 1966. This text is to the Sangh what the Communist Manifesto is to the communists; a distillation of their tenets and prejudices. Golwalkar had once told Gandhi that the Sangh was “enemy to no man”. That, characteristically, was a lie. His book Bunch of Thoughts had explicitly identified three internal enemies of the nation, that allegedly posed a great menace to national security. These were identified by the RSS chief as Muslims, Christians and communists respectively. Twenty years after Partition, Golwalkar remained extremely paranoid about Indian Muslims, speaking (without evidence) of there being countless “Miniature Pakistans” all over India.

The 17th-century French writer, La Rochefoucauld, famously defined hypocrisy as “the tribute that vice pays to virtue”. On October 2, Indians will find this maxim vividly and variously illustrated, as RSS pracharaks from the prime minister downwards line up to pay tribute to a man the RSS vilified in his lifetime, and for whom — in spite of all their posturings in public — they still have deep reservations, since he lived (and died) in the belief that India was not a Hindu country but belonged equally to people of all faiths.

https://www.telegraphindia.com/opinion/gandhi-and-the-rss/cid/1708003?ref=top-stories_home-template

Loading

...102030...2,7102,7112,7122,713...2,7202,7302,740...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved