Opinion Magazine
Number of visits: 9576616
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કહત કબીર સુનો ભાઈ સાધો …

રમેશ ઓઝા|Opinion - Opinion|3 November 2019

ગયા વખતના લેખનું સમાપન કરતાં મેં પ્રશ્ન કર્યો હતો : ભારતમાં ઇસ્લામના આગમન પછી આમીર ખુસરો ભારતીય મુસલમાનોનો પહેલો અવાજ હતો. અત્યંત સ્વસ્થ, સર્વસમાવેશક અને સર્વગ્રાહી. એ અવાજ ભારતીય મુસલમાનોનો અવાજ કેમ નહીં બન્યો? એ અવાજને હિંદુઓએ કેમ નહીં ઝીલ્યો અને પડઘો નહીં પાડ્યો? નહોતો ઝીલ્યો અને નહોતો પડઘો પાડ્યો એવું નથી. મધ્યકાલીન સંતોએ અને સૂફીઓએ એ અવાજ ઝીલ્યો હતો અને પડઘો પાડ્યો હતો. પણ પછી વ્યવસ્થિત આયોજનના ભાગરૂપે એ અવાજને શાંત કરવામાં આવી રહ્યો છે.

આ શ્રેણીમાં મને અનુભવ થયો છે કે એ ખુસરોનો અવાજ આપણે ધારતા હતા તેના કરતાં પણ વધારે મોટા પ્રમાણમાં શાંત થઈ ચુક્યો છે. વેદો, ઉપનિષદો, જૈન અને બૌદ્ધ દર્શનની વાત કરતી વખતે જે લોકો ઊછળી ઊછળીને મારા ઓવારણા લેતા હતા એ ઈસ્લામ અને મુસલમાનો માટેના બે સારા શબ્દો જોઈને શાંત થઈ ગયા છે. કેટલાક ટીકા કરવા લાગ્યા છે, કેટલાક મને અજ્ઞાની કહે છે તો કેટલાક સલાહ આપે છે કે મારે હજુ વધારે અભ્યાસ કરવાની જરૂર છે. એમાં તો કોઈ શંકા નથી કે મારે હજુ વધુ ઊંડો અભ્યાસ કરવાની જરૂર છે, પરંતુ મારે જેને આદરણીય કહી શકાય એવા વિદ્વાન ભારતીયે લખ્યા હોય અને તેમના વિચારને પુષ્ટિ આપતા હોય એવા કયા ગ્રંથો જોઈ જવા જોઈએ એ તેઓ બતાવી શક્યા નથી. હજુ પણ બતાવી શકે છે જો તેઓ જાણતા હોય. આગ્રહ માત્ર એટલો કે તે આદરણીય વિદ્વાનનો લખેલો હોવો જોઈએ, કોમવાદી પ્રચારકનો નહીં.

હું જ્યારે વેદો અને ઉપનિષદો વિષે લખતો હતો ત્યારે ભાગ્યે જ કોઈ મુસલમાનને કાંઈ કહેવાનું હતું; પરંતુ જેવું મેં નિરીક્ષણ કર્યું કે ભારતમાં આવેલો ઈસ્લામ મહદ્ અંશે અસ્સલ ઈસ્લામ નહોતો; પરંતુ અભણ, અસભ્ય મુસ્લિમ આક્રમણકારોએ અપનાવેલો અને તેમને સમજાયેલો અધૂરો ઇસ્લામ હતો કે તરત કેટલાક મુસ્લિમ વાચકો મેદાનમાં આવી ગયા હતા. ઇસ્લામ અને અધૂરો? હોય જ નહીં. તમે નાસમજ છો. મેં જ્યારે કહ્યું કે મોટાભાગના ભારતીય મુસલમાનોએ હિંદુ સમાજમાં પ્રવર્તતા સામાજિક ભેદભાવથી છૂટકારો મેળવવા સ્વેચ્છાએ ઈસ્લામ ગ્રહણ કર્યો હતો અને તેમાં બળજબરી કે તલવારે બહુ ઓછો ભાગ ભજવ્યો હતો ત્યારે હિંદુઓને અને મુસલમાનોને એમ બંનેને માઠું લાગ્યું હતું.

જો એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાનની થિયરી અપનાવવામાં આવે તો હિંદુ ધર્મમાંની ખામી અને બાપ-દાદાઓ દ્વારા દલિતો પર કરવામાં આવેલા અત્યાચાર એમ બંનેથી એક સાથે છૂટકારો મળી જાય. તલવારની થિયરી હિંદુઓને અપરાધબોધથી મુક્તિ આપે છે એટલે તે તેને ભાવે છે. બીજી બાજુ કેટલાક મુસલમાનો એ વાત સ્વીકારવા તૈયાર નથી કે ભારતના પદદલિતોને ઈસ્લામ દ્વારા ન્યાય મળ્યો હતો. ઇસ્લામ તેમનો ઉદ્ધારક હતો. ઊલટું, તેઓ દાવો કરે છે કે તેમના વડવાઓ વિદેશથી ઇસ્લામ લઈને જ ભારત આવ્યા હતા અથવા તેમના બાપદાદાઓ બ્રાહ્મણ કે બીજી ઉચ્ચ જ્ઞાતિના હતા. જ્ઞાતિકીય ઊંચ-નીચની કેટલી પકડ ભારતીય માનસ પર છે એ આમાં જોઈ શકાય છે. ઈસ્લામ અપનાવ્યા પછી પાંચસો વરસે ભારતીય મુસલમાન પોતાનાં મૂળ બ્રાહ્મણમાં શોધે છે. વાહ રે જ્ઞાતિ!

હિંદુ માનસ, મુસ્લિમ માનસ અને આપસમાં સંબંધોનું સંકુલ-જટિલ જાળું રચનારું ભારતીય માનસ બે જણની સમજમાં બરાબર આવી ગયું હતું. એક હતો કબીર અને બીજા યુરોપિયન, મુખ્યત્વે અંગ્રેજ. કબીર અને અંગ્રેજને સમજાઈ ગયું હતું કે સરેરાશ ભારતીય ‘સ્વ’ સાથે જીવતો નથી. તે પોતાનું વજૂદ અન્યત્ર શોધે છે. ધર્મમાં, સંપ્રદાયમાં, ચોક્કસ જ્ઞાતિમાં હોવાપણામાં કે પછી ચોક્કસ જ્ઞાતિમાં નહીં હોવાપણામાં, ધાર્મિક આડંબરો અને કર્મકાંડોમાં, ભદ્ર અને અભદ્ર (ગ્રામીણ) ભાષામાં, ધોતિયું અને પાઘડીની જ્ઞાતિવાચક વેશભૂષામાં, ગાયમાં અને સૂવરમાં, તિલક અને શીખામાં, ધર્મસ્થાનકોના કોલાહલોમાં, મેળાઓ અને મહોત્સવોમાં અને બીજાં અનેક સ્વરૂપોમાં પ્રત્યેક ભારતીય પોતાનું વજૂદ શોધી રહ્યો છે. માત્ર નીરુપાધિક ‘સ્વ’થી ભાગે છે. હકીકતમાં આ ઘટાટોપ ‘સ્વ’થી ભાગવા માટેનો છે.

પ્રત્યેક ભારતીયમાં ‘સ્વ’નો અભાવ છે અને અન્યત્ર કાંઈક શોધી રહ્યો છે. શું શોધી રહ્યો છે? એક આશ્રય જેનું અવલંબન લઈ શકાય અને બીજો પરાયો અને અંતિમે શત્રુ જેની ખીંટીએ પોતાની મર્યાદાઓને અને નિષ્ફળતાઓને ટીંગાડી શકાય. કોઈકની આંગળી ઝાલો અને કોઈકને ધુત્કારો એટલે ‘સ્વ’ની કવરાવનારી દુનિયાથી છૂટકારો. ઉપર જેટલાં લક્ષણો ગણાવ્યાં એ બધાં એક જ સમયે બન્ને કામ કરે છે. તેનાં હોવામાં આશ્રય પણ મળે છે અને તેના અભાવમાં પરાયો કે શત્રુ પણ મળે છે.

આ આત્મવંચના અર્થાત્ જાતને છેતરવાની પ્રવૃત્તિ છે. આ ભાગેડુપણું છે. ‘સ્વ’થી ભાગવાની વૃત્તિ છે. અન્યત્ર પરનાં અવલંબનો છે. ટૂંકમાં ભારતીય માનસે ‘સ્વ’થી ભાગવા માટે એક આડંબરીય દુનિયા રચી છે જેમાં સત્ત્વ ઓછું છે અને જૂઠાં અવલંબનો વધુ છે. હિંદુ, મુસલમાન અને સવર્ણ ભારતીયનાં આ સ્વભાવલક્ષણો અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાં કબીરે પારખી લીધાં હતાં. કબીરનો જન્મ ૧૩૯૯માં થયો હોવાનું અને સો વરસ કરતાં લાંબુ આયુષ ભોગવ્યું હોવાનું કહેવાય છે. એ જે હોય તે, પણ એક વાત નક્કી છે કે કબીરે ભારતભ્રમણ ખૂબ કર્યું હતું. એટલે તેણે માત્ર લખીને અને વિરક્ત થઈને એક જગ્યાએ બેસીને નહીં, પણ લોકોનો સંપર્ક કરીને તેમને સીધા સંબોધીને પણ ઉપદેશ કર્યો હતો.

આખા કબીરસાહિત્યનો નીચોડ એટલો જ છે કે અવલંબનોનો આશરો લેવાનો છોડીને ‘સ્વ’ને ઓળખો. આધ્યાત્મિક અને લૌકિક એમ બન્ને અર્થમાં. ‘સ્વ’ને ઓળખશો તો કિરતાર સાથે પણ તાર જોડાશે અને પડોશી સાથે પણ દિલનો તાર જોડાશે. જ્યાં સુધી પડોશી સાથેનો સંબંધ ગ્રંથિમુક્ત નહીં થાય ત્યાં સુધી કિરતાર સાથેનો તાર સંધાવાનો નથી. પડોશી વિધર્મી પણ હોઈ શકે છે અને વિજાતીય પણ હોઈ શકે છે. બુદ્ધ પછી કબીર એક એવો ફિલસૂફ છે જેણે આધ્યાત્મિક અને લૌકિક એમ બંને ધરાતલ પર કામ કર્યું છે. કાન આમળ્યા પણ છે અને હાથ પણ ઝાલ્યો છે. બુદ્ધ કાન નહોતા આમળતા, કબીર આમળતો. કદાચ તેને એમ લાગ્યું હશે કે બીમારી ઘણી જટિલ છે એટલે માત્ર મીઠો ઉપદેશ આપવાથી ચાલે એમ નથી. ધરાર બંધ કરી દેવામાં આવેલી આંખને ખોલાવડાવવી પડશે. કબીરને મન મોક્ષની પહેલી શરત માણસ હોવું છે. જ્યાં સુધી તમારી અંદર ‘કોઈક’ બેઠો હશે ત્યાં સુધી તે તમને તમારા ‘સ્વ’ને વિસ્તરવા નહીં જ દે. જેવી શંકરાચાર્યની માયા એવો જ કબીરનો પકડી રાખનારો ‘કોઈક’.

થોડાં પ્રમાણો જોઈએ:

हिन्दु की दया, मेहर तुरकन की, दोनों घरसे भागी,
वह करै जिबह, वो झटका मारै, आगि दुओ घर लागी ।

***

हिन्दु कहत है, राम हमारा, मुसलमान रहमाना,
आपस में दोउ लड़ मरते हैं, भेद न कोई जाना ।

***

जो खोदाय मस्जिद बसतु है, और मुलुक केही केरा?
तीरथ-मूरत रामनिवासी, बाहिर केहिका डेरा?

***

वेद-कितेब छाँडी दे पांडे, ई सब मन के भरमा ।

***

साधो, पांडे निपुन कसाई ।
बकरी मारि भेंड़ को धाए, दिल में दरद न आई ।
गाय बधे सो तुरक कहावे, यह क्या उनसे छोटे?
कहैं कबीर, सुनो भाई साधो, कलि के बाम्हन खोटे। 

કહત કબીર સુનો ભાઈ સાધો એમ કહીને કબીરે તો આવા હજારો વચનો લખ્યાં છે, પણ તેને સાંભળવામાં નહોતાં આવ્યાં. પંથનો વિરોધ કરનારા કબીરનો પંથ રચાયો કબીરને પણ ઈશ્વરનો અવતાર ગણવામાં આવ્યો.

જો કબીરને સાંભળવામાં આવ્યો હોત તો કબીર પછી ત્રણસો વરસે ભારતમાં શાસક તરીકે સ્થાયી થયેલા અંગ્રેજોને ભારતીય માનસની સંકુલતાને હજુ વધારે જટિલ અને ઘનીભૂત કરવાનો મોકો ન મળ્યો હોત. તેમણે ખાસ પ્રકારે બધાને માફક આવતો ઇતિહાસ લખીને ભારતીય ખરજવાને મીઠું ખરજવું બનાવી આપ્યું હતું. બસ, વલૂરતા રહો અને મજા લેતા રહો! પહેલા બુદ્ધને નકાર્યા, પછી કબીરને નકાર્યો અને અત્યારે ગાંધીજીને નકારવામાં આવે છે.

e.mail : ozaramesh@gmail.com

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 03 નવેમ્બર 2019

Loading

ચલ મન મુંબઈ નગરી — 16

દીપક મહેતા|Opinion - Opinion|3 November 2019

આપણા દેશનું સ્ત્રીઓ માટેનું પહેલવહેલું માસિક પ્રગટ થયું હતું ૧૮૫૭માં ગુજરાતીમાં, મુંબઈથી

૧૮૫૭ની એક મહત્ત્વની ઘટના તે યુનિવર્સિટી ઓફ બોમ્બેની સ્થાપના. તેને વિષે આપણે અગાઉ વાત કરી. આજી ૧૮૫૭ના વર્ષની બીજી એક મહત્ત્વની ઘટના વિષે વાત. જો કે આ બીજી ઘટના આજે તો સાવ ભુલાઈ ગઈ છે. મુંબઈ અને તેના ગુજરાતીઓએ જે ઘટના પોતાના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખી રાખવી જોઈએ, તે ઘટના આજે સાવ ભુલાઈ ગઈ છે. કારણ તવારીખમાં, ઇતિહાસની ઝીણી વિગતોમાં આપણને બહુ ઓછો રસ છે. આ ઘટના તે ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે શરૂ થયેલું ‘સ્ત્રીબોધ’ નામનું માસિક.  આપણા દેશની બધી જ ભાષાઓમાં સૌથી પહેલું સ્ત્રીઓ માટેનું આ માસિક. અને એ પ્રગટ થયું હતું આપણી ગુજરાતી ભાષામાં, અને  મુંબઈથી. બીજાં અનેક ક્ષેત્રોમાં પહેલ કરનાર પારસીઓએ આ પહેલ પણ કરેલી. સમાજ સુધારાની પ્રવૃત્તિ શરૂઆતમાં મુખ્યત્વે પુરુષો પૂરતી જ મર્યાદિત રહી હતી. પણ પારસી સમાજ સુધારકોના ધ્યાનમાં એ વાત ઝટ આવી ગઈ કે આ પ્રવૃત્તિમાં સ્ત્રીઓને ભાગીદાર નહિ બનાવીએ તો સુધારો ઊંડાં મૂળ નાખી નહિ શકે. એટલે તેમણે ખાસ સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને પુસ્તકો લખ્યાં અને આ ‘સ્ત્રીબોધ’ જેવું માસિક શરૂ કર્યું. આ માસિક શરૂ કરવા માટે પહેલાં તો એક મંડળી સ્થાપી. તેના સભ્યો હતા ડોસાભાઈ ફરામજી કામાજી, ખુરશેદજી નસરવાનજી કામાજી, સોરાબજી શાપુરજી બંગાળી અને બેહરામજી ખરશેદજી ગાંધી. પહેલા સેક્રેટરી જાંગીરજી બરજોરજી વાચ્છા અને પછી જજ નાનાભાઈ હરિદાસ.

સ્ત્રીબોધ જાન્યુઆરી ૧૮૫૭ના અંકનું મુખપૃષ્ઠ

જરા વિચાર કરો : હજી મુંબઈની યુનિવર્સિટી શરૂ થવાને થોડા મહિનાની વાર હતી. આપણા દેશમાં એ વખતે માંડ એક ટકો સ્ત્રીઓ વાંચી-લખતી શકતી. દેશમાં નહોતી વીજળી આવી, વાહન વહેવાર અને સંદેશ વ્યવહારનાં સાધનો બહુ જ ટાંચાં. એવે વખતે સ્ત્રીઓ માટેનું માસિક? નફાનો તો સવાલ જ નહોતો, ખોટ જશે એની ખાતરી હતી. એ ખોટ કેમ કરી પૂરવી? ડોસાભાઈ ફરામજી કામાજીએ કહ્યું કે ખોટની ચિંતા ન કરો. આ ચોપાનિયું (મેગેઝીન માટે એ વખતે વપરાતો શબ્દ) ચલાવવા માટે પહેલાં બે વર્ષ હું દર વર્ષે ૧,૨૦૦ રૂપિયા આપીશ. ૧૮૫૭ના બાર સો એટલે આજના નહિ નહિ તો ય બાર લાખ. અને ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે ‘સ્ત્રીબોધ’નો પહેલો અંક બહાર પડ્યો. તેમાં લખાણનાં વીસ પાનાં. કેટલાંક લખાણો સચિત્ર – એ વખતે ચિત્રો લંડનમાં તૈયાર કરાવવાં પડતાં હતાં, છતાં. તે ચિત્રો કાગળની એક જ બાજુ છાપેલાં છે અને એ પાનાંનો કુલ પાનાંની ગણતરીમાં સમાવેશ કર્યો નથી. બને તેટલી વધુ સ્ત્રીઓ સુધી પહોંચી શકે એ હેતુથી વરસના બાર અંકનું લવાજમ રાખ્યું હતું માત્ર એક રૂપિયો! પહેલા અંકની ૧,૧૦૦ નકલ છાપીને મફત મોકલેલી. લવાજમ મેળવવા માટેની રીત પણ અવનવી હતી. અંકમાં જણાવેલું કે જો લવાજમ ભરવા ન ચાહતા હો તો આ નકલ પાછી મોકલવી. જે લોકો પાછી નહિ મોકલે તેમને ગ્રાહક ગણી લેવામાં આવશે અને તેમણે લવાજમનો એક રૂપિયો મોકલી આપવો. લવાજમ બીજા અંકથી શરૂ થયેલું ગણાશે. એટલે કે પહેલો અંક તો તેમને મફતમાં મળશે.

પહેલા અંકના દિબાચા(પ્રસ્તાવના માટે એ વખતે વપરાતો શબ્દ)માં લખ્યું છે: “એ ચોપાંનીઊં વાંચનારીઓને લાએકનું તથા દીલપશંદ કરવા શારૂ તેમાં ગનાનનો વધારો કરનારી તથા નીરદોશ રમૂજ આપનારી બાબદો શાદી એબારતમાં અને કવેતોમાં લખવામાં આવશે અને તે બીના વધારે શારી પઠે શમજ પડવા શારૂં તેમની શાથે કેટલાએક અછા ચિતારો દર વેલા એ ચોપાંનીઆમાં દાખલ કરવામાં આવશે. અને તે શોભઈતું તથા શદગુણોનું વધારનારૂં કરવાને મેહનતની કશી ક્શુર કરવામાં આવશે નહીં. (જોડણી મૂળ પ્રમાણે.)

આ પહેલા અંકમાં શું શું હતું? સૌથી પહેલાં બે પાનાંનો દિબાચો. પછી પાંચ પાનાંનો લેખ,  મા દીકરાની અરસપરસની ફરજો. પહેલા જ અંકથી એક લેખમાળા શરૂ થઇ હતી : લાયકીવાળી ઓરત. જેમાં જાણીતી સ્ત્રીઓનો પરિચય અપાતો. પહેલા અંકના લેખમાં રાણી વિક્ટોરિયાનો પરિચય લગભગ ત્રણ પાનાંમાં આપ્યો છે. ઉપરાંત એક પાનાનું તેમનું રેખાંકન પણ મૂક્યું છે. પછી એક કથા છાપી છે, મારા દોસ્તારની બાયડી. પછીનો લેખ છે માહોમાહેના ફિસાદથી થતી ખરાબી : પંજાબનું રાજ. તેની સાથે મહારાજા દુલિપસિંહનું એક પાનાનું રેખાંકન છાપ્યું છે. પછીનો લેખ છે રેતીનાં રણ, અને તેની સાથે પણ એક પાનાનું રેખાંકન છાપ્યું છે. પછી પરચૂરણ બીનાઓ એવા મથાળા નીચે ઉપદેશાત્મક ફકરાઓ છાપ્યા છે. કોઈ લેખ સાથે તેના લેખકનું નામ છાપ્યું નથી, પણ એ જમાનામાં ઘણાંખરાં સામયિકો તેમ કરતાં. છેલ્લે કવિ દલપતરામે ‘સ્ત્રીબોધ’ માટે ખાસ લખેલા ગરબા/ગરબી છાપ્યાં છે. તેમાંની પહેલી કૃતિમાં મુંબઈ શહેર અને તેના વિકાસમાં પારસીઓએ આપેલ ફાળાની પ્રશંસા કરી છે અને પારસીઓ માટે કહ્યું છે : “એ તો હેમ જડેલા હીરા છે.”

પહેલી ગુજરાતી ધારાવાહિક નવલકથા – ભોલો દોલો, ઓગસ્ટ ૧૮૭૧

પહેલાં બે વરસ તો આ રીતે ગાડું ગબડ્યું. પણ ત્રીજા વરસથી ૧,૨૦૦ રૂપિયાનું દાન મળવાનું નહોતું. અને તે વગર માસિક ચાલી શકે તેમ હતું નહિ. પહેલા અંકથી જ ‘સ્ત્રીબોધ’ મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાતું હતું. તેના માલિકો બહેરામજી ફરદુનજીની કંપનીને ‘સ્ત્રીબોધ’ સોંપી (વેચી નહિ) દેવામાં આવ્યું. આ દફતર આશકારા પ્રેસ એટલે માત્ર ગુજરાતી છાપકામ કરતા પહેલવહેલા પ્રેસની ૧૮૧૨માં મુંબઈમાં સ્થાપના કરનાર ફરદુનજી મર્ઝબાનજીના ત્રણ દીકરાઓનું ૧૮૪૧માં શરૂ થયેલું છાપખાનું. તેની શરૂઆત તો નાને પાયે થઇ હતી, પણ વખત જતાં તે મુંબઈનું એક અગ્રણી છાપખાનું બન્યું હતું. ‘સ્ત્રીબોધ’ના પહેલા તંત્રી બેહરામજી ખરશેદજી ગાંધી. પછી થોડા થોડા વખત માટે સોરાબજી શાપુરજી બંગાળી, જાંગીરજી બરજોરજી વાચ્છા, જજ નાનાભાઈ હરિદાસ, કરસનદાસ મૂળજી, નાનાભાઈ રૂસ્તમજી રાણીના તંત્રી બન્યા. પણ ‘સ્ત્રીબોધ’ને એક આગવું સામયિક બનાવ્યું તે તો કેખુશરૂ કાબરાજી (૧૮૪૨-૧૯૦૪)એ. ૧૮૬૩થી જિંદગીના અંત સુધી (વચમાં થોડાં વર્ષો બાદ કરતાં) તેઓ ‘સ્ત્રીબોધ’ના તંત્રી રહ્યા. ૧૯૦૩માં તેમણે દફતર આશકારા પાસેથી ‘સ્ત્રીબોધ’ ખરીદી લીધું. કાબરાજીના અવસાન પછી તેમનાં દીકરી શિરીન, તેમના પછી પુત્રવધૂ પુતળીબાઈ, અને પુતળીબાઈના અવસાન પછી તેમનાં દીકરી જરબાનુ તંત્રી બન્યાં.

૧૮૫૭માં શરૂ થયેલું ‘સ્ત્રીબોધ’ તેનું નામ જ સૂચવે છે તેમ સ્ત્રીઓને બોધ, જ્ઞાન, માહિતી આપવાના ઉદ્દેશ સાથે શરૂ થયું હતું. પણ કેખુશરો કાબરાજીએ પણ શરૂઆતમાં તો અગાઉની રીતે જ ‘સ્ત્રીબોધ’ ચલાવ્યું. પણ પછી તેમના ધ્યાનમાં આવ્યું કે માત્ર લુખ્ખાં બોધ, માહિતી, ઉપદેશ આપવાથી ધારી અસર પડતી નથી અને વાચક વર્ગ પણ મર્યાદિત રહે છે. માસિકમાં મનોરંજનનું તત્ત્વ પણ ઉમેરવું જોઈએ. એટલે તેમણે પહેલાં તો શેક્સપિયરનાં ત્રણેક નાટકોના કથાસાર હપ્તાવાર છાપ્યા. અને પછી ઓગસ્ટ ૧૮૭૧ના અંકથી શરૂ કરી પોતાની નવલકથા ‘ભોલો દોલો.’ ગુજરાતીમાં પ્રગટ થયેલી આ પહેલવહેલી ધારાવાહિક નવલકથા. હા, એ મૌલિક નહોતી, એક અંગ્રેજી નવલકથા પર આધારિત હતી અને તે હકીકત પહેલા જ હપ્તામાં જાહેર કરવામાં આવી હતી. આજે તો આપણા દૈનિકો, સાપ્તાહિકો, માસિકો વગેરે માટે ધારાવાહિક નવલકથાનું પ્રકાશન લગભગ અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે. પણ આ ધારાવાહિક નવલકથા છાપવાની પહેલ કરી કેખુશરૂ કાબરાજીએ. ભોલો દોલો (૧૨૦ પ્રકરણ) ઓગસ્ટ ૧૮૭૧થી ડિસેમ્બર ૧૮૭૩ દરમ્યાન ‘સ્ત્રીબોધ’માં ધારાવાહિક રૂપે પ્રગટ થઇ હતી.

કેખુશરુ કાબરાજી અને પુતળીબાઈ કાબરાજી

ત્યાર બાદ પરણવું કે નહિ પરણવું, આગલા વખતની બાયડીઓ અને હાલના વખતની છોકરીઓ, પાતાલ પાણી ચલાવે, મિજાજી હોસ્નઆરા કેમ ઠેકાણે આવી, પૈસા! પૈસા! પૈસા!, દુખિયારી બચુના દુઃખનાં પહાડ, સોલીને સુધારનાર સુની, ગુમાસ્તાની ગુલી ગરીબ, વેચાયલો વર, ભીખો ભરભરિયો, હોશંગ બાગ, ખોહવાયલી ખટલી, મીઠી મીઠ્ઠી, ચાલીસ હજારનો ચાનજી, અને ખૂનનો બદલો ફાંસી, જેવી કાબરાજીની નવલકથાઓ ‘સ્ત્રીબોધ’માં હપ્તાવાર પ્રગટ થઇ. છેલ્લી નવલકથા સોલી શેઠની સુનાઈ ૧૯૦૪માં. આમ, ૧૮૬૩થી ૧૯૦૪ સુધી, સતત ૪૧ વર્ષ સુધી ‘સ્ત્રીબોધ’ કાબરાજીની ધારાવાહિક નવલકથાઓ પ્રગટ કરતું રહ્યું.

કેખુશરૂ કાબરાજી

કાબરાજીની જેમ તેમનાં પુત્રવધૂ પુતળીબાઈ કાબરાજીએ પણ તંત્રી તરીકે લાંબો વખત ‘સ્ત્રીબોધ’ને સંભાળ્યું. ૧૯૧૨થી ૧૯૪૨ સુધી તેઓ તેના તંત્રી રહ્યાં, અને તેમણે પણ ‘સ્ત્રીબોધ’ માટે પુષ્કળ લખ્યું, પણ તેમાંનું ભાગ્યે જ કશું પછીથી ગ્રંથસ્થ થયું.

પુતળીબાઈ કાબરાજી

લગ્ન પહેલાનું નામ પુતળીબાઈ ધનજીભાઈ હોરમસજી વાડીઆ. અંગ્રેજી વાર્તાઓના અનુવાદના પુસ્તક ‘ટૂંકી કહાણીઓ’ માટે ૧૯ વર્ષની ઉંમરે ઇનામ મેળવ્યું. અદરાયા પછી બન્યાં પુતળીબાઈ જાંગીરજી કાબરાજી. ૧૮૬૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે પૂનામાં પુતળીબાઈનો જન્મ. જરા નવાઈ લાગે એવી એક વાત એ કે શાળાનો અભ્યાસ કર્યા પછી ૧૮૮૦માં મેટ્રિકની પરીક્ષા વખતે ફક્ત અંગ્રેજીના પેપરમાં જ બેઠાં. બાકીના પેપરમાં જાણીજોઇને ગેરહાજર. કેમ? અંગ્રેજીની આવડત અંગે જ પુરાવો જોઈતો હતો, બાકીના વિષયો વિષે નહિ! ૧૮૮૧માં ‘સ્ત્રીબોધ’માં તેમનું પહેલું લખાણ છપાયું. ત્યારે તેમની ઉંમર ૧૭ વર્ષની. ‘સ્ત્રીબોધ’માં કોઈ સ્ત્રીએ લખેલું આ પહેલવહેલું લખાણ. ‘ટૂંકી કહાણીઓ’ને મળેલા ઇનામના સમાચાર લંડનના ‘ઇન્ડિયન મેગેઝીન’માં છપાયા. કેપ્ટન આર.સી. ટેમ્પલે એ સમાચાર વાંચ્યા. ડો. જેમ્સ બર્જેસે ૧૮૭૨માં શરૂ કરેલ ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’નામના પ્રતિષ્ઠિત માસિકના ડો. જે.એસ. ફ્લીટ સાથે ટેમ્પલ એ વખતે જોડિયા તંત્રી. ટેમ્પલને પુતળીબાઈને મળવાની ઈચ્છા થઇ. સર જ્યોર્જ કોટનની મદદથી ધનજીભાઈને બંગલે જઈ મળ્યા. તે વખતે ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’ માટે લખવાનું ટેમ્પલે આમંત્રણ આપ્યું. બાળપણમાં દાદા-દાદી અને બીજાં મોટેરાંઓ પાસેથી સાંભળેલી વાર્તાઓ યાદ આવી. પુતળીબાઈએ એવી વીસ વાર્તાઓ અંગ્રેજીમાં લખી નાખી. ‘ફોકલોર ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા’ મથાળા હેઠળ ૧૮૮૫થી તે ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’માં હપ્તાવાર છપાઈ. જેનું લખાણ આ પ્રતિષ્ઠિત માસિકમાં છપાયું હોય તેવાં સૌથી પહેલાં બિન-યુરોપિયન બાનુ હતાં પુતળીબાઈ.

‘ઇન્ડિયન એન્ટીક્વેરી’નાં બારણાં એક વાર ખુલી ગયાં એટલે પુતળીબાઈની કલમ અંગ્રેજીમાં ચાલવા લાગી. પારસીઓ અને હિન્દુઓનાં ગુજરાતી લગ્નગીતોના અંગ્રેજી અનુવાદ કર્યા જે ‘પારસી એન્ડ ગુજરાતી હિંદુ ન્યુપિટલ સોંગ્સ’ નામથી હપ્તાવાર પ્રગટ થયાં. તેની સાથે ગીતોનો ગુજરાતી પાઠ પણ દેવનાગરી લિપીમાં છાપ્યો હતો. ગુજરાતી લગ્નગીતોનો આ પહેલવહેલો અંગ્રેજી અનુવાદ .. પણ પુતળીબાઈનો સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી અને મહત્ત્વનો અનુવાદ તે તો કવિ પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાનનો અંગ્રેજી અનુવાદ. તે પણ આ જ માસિકમાં ૧૮૯૫ અને ૧૮૯૬ દરમ્યાન ચાર અંકોમાં હપ્તાવાર છપાયો હતો અને તે અનુવાદની સાથે પણ આખ્યાનનો ગુજરાતી પાઠ દેવનાગરી લિપીમાં છાપ્યો હતો. અનુવાદ શરૂ કરતાં પહેલાં પ્રાસ્તાવિક લખાણમાં પુતળીબાઈએ નરસિંહ મહેતાના જીવન અને કવનનો પરિચય આપ્યો છે. અનુવાદમાં પણ અનેક સ્થળે જરૂરી પાદટીપો ઉમેરી છે. મધ્યકાલીન ગુજરાતી કવિતાના કોઈ પણ અભ્યાસી-સંશોધકને છાજે તેવો આ અનુવાદ છે. ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં પ્રેમાનંદના એક મહત્ત્વના આખ્યાનનો અનુવાદ અંગ્રેજીમાં થાય, અને તે પણ મુંબઈમાં રહેતી એક પારસી સ્ત્રીને હાથે થાય, એ એક અસાધારણ ઘટના ગણાય.

૧૮૫૭માં ‘સ્ત્રીબોધ' શરૂ થયું ત્યારથી આજ સુધીમાં આપણે કેટલી પ્રગતિ કરી છે? જ્યારે ભણેલી સ્ત્રીઓનું પ્રમાણ માંડ એક ટકો હતું ત્યારે આવું સ્ત્રીઓ માટેનું સામયિક શરૂ થયું અને સારી રીતે લાંબુ જીવ્યું. આજે સ્ત્રી-સાક્ષરતાનું પ્રમાણ ૭૧ ટકા જેટલું હોવાનું કહેવાય છે. ત્યારે આપણી ભાષા પાસે સ્ત્રીલક્ષી સામયિકો કેટલાં છે? ‘સ્ત્રીબોધ’ના પહેલા જ અંકથી તેના માસ્ટ હેડ નીચે નેપોલિયન બોનાપાર્ટનું એક વાક્ય છપાતું : “દેશની હાલત સુધારવાની સરવેથી સરસ રીત એ કે માતાઓ જ્ઞાની થાએ તેમ કરવું.”

૧૬૨ વર્ષ પછી આજે પણ આપણે ઠેર ઠેર સૂત્રો લખવાં પડે છે : બેટી પઢાવ, બેટી બચાવ, મુલગી શીકલી, પ્રગતિ ઝાલી. સમાજમાં ખરેખર સ્ત્રી-બોધ થયો છે ખરો?

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

[પ્રગટ : “ગુજરાતી મિડ ડે”, 02 નવેમ્બર 2019]

Loading

BJP’s Nationalism and Electoral Chessboard

Ram Puniyani|English Bazaar Patrika - OPED|3 November 2019

BJP is a party with a difference in more ways than one. It is the major electoral formation which contrary to the values of Indian Constitution of secular, democratic nation, holds that India is a Hindu nation. It is the only party which is the electoral wing of RSS, the organization formed and pursuing Hindu Nationalism. BJP also has the distinction of gaining electoral strength parallel to the rise of sectarian violence. It is also the one which has kept emotive, divisive issues and issues related to its own brand of nationalism at the core of its politics. Its massive victory in 2014 elections and then in 2019 General elections, gave the impression that it is invincible.  Its President Amit Shah did declare that BJP will rule the country for next fifty years. So when its projection, backed up by the commercial media, that it will walk away with massive victories in Maharashtra and Haryana Assembly elections of 2019, bit the dust, some new thinking about its electoral prospects is in order.

As the results unfolded, it fell short of simple majority in Haryana and had to ally with JJP of Dushyabt Chautala to form the Government. In Maharashtra, while it emerged as the single largest party, on its own it was nowhere close to the simple majority and so it’s electoral ally of years, is trying for a bargain hard this time. The usual boasting which has followed earlier victories of BJP is nowhere in sight and some commentators have termed it as a moral defeat for this party. The claim of its invincibility is lying shattered and the opposition parties which were feeling demoralized seem to have been infused with hope yet again.

As such BJP was formed by the elements of Bharatiya Jansangh with the proclamation of Gandhian Socialism in 1980s. Soon it changed the track and took up the issue of Ram Temple. The whole agitation around temple, the rath yatras led to communal violence and polarization of society. This is what gave fillip to BJP which then went from strength to strength. Mostly it kept taking up issues related to identity.

Having tasted power in 1996 for thirteen days and then for thirteen months in 1998, it floated National Democratic Alliance, with the power hungry leaders falling to the bait of minimum common program, which remained on paper as BJP asserted the Hindutva agenda through and through. Hindutva agenda is constituted by demand for Uniform Civil Code, abolition of Article 370 and construction of Ram Temple. The major strength of BJP so far was the solid support of RSS volunteers, which trained in the ideology of Hindu Rashtra were seeing political power as another means to enhance their agenda. Post Gujarat carnage another solid support for BJP emerged from the corporate sector. Modi in the aftermath of Gujarat carnage; encouraged the Corporate, giving them all facilities in the name of Vikas (development) The Corporate sector also came to acquire total control on the large section of Media. The third aspect which enhanced the power of BJP was its shrewd support to Jan Lok Pal Bill. Propping up Anna Hazare and riding on the popular sentiments against corruption it succeeded in defaming Congress to the hilt. Its use of Nirbhaya case to further defame Congress paid rich electoral dividends. At the same time BJP perfected its electoral machinery and now it claims to be the largest party in the World.

Modi’s promises of Rs 15 lakhs, crores of jobs, reducing prices were cleverly advertised, and Modi won 2014 elections with 31% of vote share. Anti incumbency, corruption, RSS support and corporate funding gave it comfortable victory in 2014 elections. During this period no efforts were made to fulfill these promises, BJP kept igniting the polarization through Cow beef issue. The supplementary issues like Love Jihad, Ghar Wapasi kept strengthening the electoral position of BJP, as it succeeded in projecting that the religious minorities are a threat to the majority Hindus. Back on the emotive issues it added up its brand of Nationalism. BJP nationalism means creating hysteria against Pakistan. Its nationalism seemed to be paying dividends with some sections of society. In 2019 elections all these factors played their role. Adding on to this Pulwama-Balakot and EVM machines seem to have aided the victory of BJP despite worsening economic scenario. And this gave the impression that a party adept at using emotive-divisive issues, converting nationalism into another emotive issue may take the cake for good.

So what went wrong with the Modi-Shah duo in Maharashtra-Haryana elections? Can people keep consuming emotions and nationalism to survive?  The bread butter issues are surfacing and can no more remain undermined by hysteria created around nationalism or communalism. In these elections, role of EVM machines notwithstanding, the biggest lesson to learn is that even the most powerful electoral machine cannot trample on the issues related to basic needs of society. The lesson is that hunger cannot be quenched by the boasts of abolishing article 370 or by harping on triple talaq, by creating a fear of Pakistan.

While RSS has seeped into most sections of our social life, education, media, social work, the BJP-RSS agenda cannot fill the hungry stomachs or give employment to youth or prevent farmer’s suicides. Surely this election result of two states will boost the secular values and agenda which talks of right to food, employment, health and livelihood will come to the fore. Can the opposition parties committed to issues of people pick up the gauntlet and come forward as a united force to put the national agenda back on the rails of Indian Constitution? Can social movements pick up from here and articulate people’s issues with greater vigor and zest? The limits of Communal agenda and nationalist agenda lies exposed, now the ball is in the court of those who believe in pluralism, diversity and humanism to bring back the people’s issues and counter the Hate and divisiveness which has filled the social space?   

Loading

...102030...2,6342,6352,6362,637...2,6402,6502,660...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved