પડશે રે પાણી મૃદુલ મેહનાં, મઘમઘશે ધરતીનું સંતોષ્યું ઉર,
હવાને હલબલાવી હેંડશે કુંડાળાં કોરતાં કીરોનાં ટોળાં ભરપૂર.
સરવરમાં કોડભર્યો દીર્ઘ રવે ગુંજશે દાદુર દીવાનો ચકચૂર,
સોનાની ઘંટડીઓ પહેરીને વેરશે અમલતાસ રાતે પણ નૂર.
પીછાંમાં રંગોની ભાત ભરી ગગનમસ્ત ચંડોળે કરશે ખિલવાડ
ચાંચ મહીં સીટી લઈ મનગમતું ફૂંકતો ઊડી ઊડી વાદળની આડ.
એમાંના એકેને જાણ કદી પડશે ના શીય વીતી ધરતી પર ઘાત;
એમાંના એકેને પડી નથી કાંઈયે મીટશે કે રહેશે પણ માનવની જાત.
ને પ્રભાત જાગીને અંગ અંગ ઉમંગે સંચરશે જ્યારે વસંત,
ભાગ્યે જ એ જાણશે કે છીએ શું આપણે કે આવ્યો છે આપણોય અંત.
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 15 ઍપ્રિલ 2020
![]()


તેમને કેમ કહેવું કે દેશહિતના નામે ધરાર કોમવાદ અને જૂઠાણાં ફેલાવવાનો તમારો ધંધો બેરોકટોક જ નહીં, શીળી છાયામાં ચાલે છે, એ જ મોટું કાવતરું નથી? મુખ્ય મંત્રીના મંત્રીપુત્ર આદિત્ય ઠાકરેએ પણ રાજકીય દંગલમાં ઝંપલાવીને, કેન્દ્ર સરકારના પ્રચારકોને વધારે ઝેરી બનાવ્યા. સાયબર સેલના આસુરી સૈન્યની મદદથી સરકારી નિર્ણયોને લોકમતની વૈતરણી પાર કરાવવાનું સામાન્ય હોય, ત્યાં ‘ફિલ્મી પી.આર. એજન્સીના પ્રતાપે ઉદ્ધવ ઠાકરેનાં વખાણ થાય છે’—એવો આરોપ બેશરમીનો વધુ એક નમૂનો હતો.
આ મુશ્કેલ સમયમાં, આવા સવાલો પરત્વે મને હૅમિન્ગ્વે અને એમની નવલકથા ‘ધી ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ અને એ નવલકથાનો ખુદ્દાર બૂઢો જન – ઓલ્ડ મૅન – સાન્તિયાગો ને એણે ખેલેલો સાગર સાથેનો ખૂંખાર જંગ બહુ યાદ આવે છે. અને એ સમગ્રના સંદર્ભે લખાયેલું આ જગપ્રસિદ્ધ વાક્ય યાદ આવે છે : એ મૅન કૅન બી ડિસ્ટ્રોઇડ બટ નૉટ ડીફીટેડ – માણસનો નાશ કરી શકાય છે પણ એને હરાવી શકાતો નથી.