ચોથાં નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના :
માડી, તને તો આ દેશ આદ્યશક્તિ, જગતજનની, ભગવતી, વિશ્વંભરી અખિલ વિશ્વ જનેતા જેવા ધન્ય શબ્દોથી નવાજે છે.
પણ તારા સ્વરૂપે અરધી લોકસંખ્યામાં વ્યાપેલી મહિલાઓ માટે કેવા શબ્દો સહજ રીતે વપરાય છે ! – ‘બૈરું, ‘બૈરાં’ અને ‘બાયડી’, અબળા …
દેહવ્યવસાય, વૈધવ્ય અને પ્રાણીઓ સાથે સંકળાયેલા શબ્દો પણ ખરા ! અને ગાળો તો લગભગ દુનિયાભરમાં સ્ત્રીકેન્દ્રી જ હશે !
‘તમે તો બૈરાં’, ‘બૈરાંનાં કામ’, ‘બાયડીઓને નો ફાવે’ એવું ય બહુ કાને પડે. ‘બોડી બામણીનું ખેતર’, ‘રાંડ્યાં પછીનું ડહાપણ’, ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’ જેવી કહેવતોની યાદી થઈ શકે.
હે મા, તને એવી પ્રાર્થના કે બધા માટેની અમારી ભાષા બધાં માટે નરવી થાઓ : ખાસ તો વંચિતો અને મહિલાઓ તરફની અમારી ભાષા !
20-10-2020
![]()


ભારતમાં મૃત વ્યક્તિનાં ગુણગાન જ ગાવાની પરંપરા છે. તે પણ જાતિ આધારે નક્કી થાય છે. જો મૃત રાજકીય નેતા બિનદલિત અને તેમાં ય બ્રાહ્મણ હોય તો તેના વખાણ અને તેમની સ્મૃતિમાં વ્યક્ત થતી ભાવનાઓમાં ઘણી અતિશયોક્તિ કરાય છે. અગર જો નેતા સામાજિક રીતે નીચલા વર્ણનો હોય તો તેની મજાક ઉડાવાય છે. તાજેતરમાં અવસાન પામેલા રામવિલાસ પાસવાન રાજકીય હવામાનવિજ્ઞાની હોવાની વાત આ દિવસોમાં તેમની સ્મૃતિમાં સતત કહેવાતી રહી છે.
ફિલ્મઉદ્યોગના ડ્રગકાંડ કે હિન્દુત્વતરફી–વિરોધી વિવાદો અને ચીન-પાકિસ્તાનના અળવીતરા કે અમેરિકાના પ્રમુખની તબિયત જેવા સમાચારોની વચ્ચે દેશની આર્થિક સ્થિતિના સમાચારો પણ વાંચતા રહેવું અને આંકડાઓ તથા સમાચારોની વચ્ચે લખાયેલી વાર્તાઓ સમજવાનો પ્રયત્ન કરવો. વળી છેલ્લા મહિનાઓમાં છપાયેલા આર્થિક સમાચારોને ક્રમશ: એક સાથે વાંચી લેવા. શકય છે દેશની વાસ્તવિક આર્થિક હાલત સમજવામાં મદદ મળે! કોરોનાની મહામારીએ આપણી સ્થિતિ વિકટ બનાવી છે. સાથે સાથે દેશનાં સામાજિક આર્થિક માળખાંને નહીં સમજનારા આર્થિક સલાહકારો, સરકારી બાબુઓ પણ આ વિકટ સ્થિતિ માટે જવાબદાર બનવા લાગ્યા છે. ઘણી વાર આપણને પ્રશ્ન થાય કે સાવ સાદી બાબતો જે આપણને સમજાય છે, તે આ દેશના નીતિ નિર્ધારકો-સત્તાવાળાઓને નહીં સમજાતી હોય?