તારી સભામાં આવ્યો છું હું ય બહુ નારાજ થઈને,
આમંત્ર્યો યે નહોતો અહીં તેં ય મને નારાજ થઈને!
મારી રીતે જાળવી રાખી છે મેં એ સંબંધોની મર્યાદા,
અકબંધ રહે તું તે માટે આવ્યો છું હું નારાજ થઈને.
નજર મળતાં જ મ્હોં ફેરવી લેવાની જા છૂટ છે તને,
તને જોયા પછી હું તો પાછો નહિ ફરું નારાજ થઈને.
આવી ચઢ્યો છું તારે આંગણે સ્વમાન નેવે મૂકીને,
માનભેર આવજે તું, ન આવીશ આમ નારાજ થઈને.
આવ, ગળે મળીને મનમેળ કરી જ લઈએ ‘મૂકેશ’,
ખેદ રહેશે જો આમ અલવિદા કહેશે નારાજ થઈને!
e.mail : mparikh@usa.com
![]()


કોરોના મહામારીએ દુનિયાભરની આરોગ્ય સેવાઓની નિષ્ફળતા છતી કરી દીધી છે. સામાન્ય દિવસોમાં અને સામાન્ય બીમારીઓમાં પણ ભારતનું આરોગ્ય તંત્ર હાંફી જતું હોય છે. તે મહામારીમાં તો સાવ ઘૂંટણિયે પડી ગયું હતું. તેને કારણે લોકોને પારાવાર તકલીફો પડી હતી. ઓક્સિજનની અછત અને હોસ્પિટલમાં બેડના અભાવે બીજા તબક્કામાં ઘણાં લોકોના મોત થયા હતાં. પણ સંસદમાં કેન્દ્રના સત્તા પક્ષ બી.જે.પી.એ ઓક્સિજનના અભાવે કોઈના મોત થયાનો ઈન્કાર કર્યો હતો ! કેન્દ્ર સરકારનો આ જવાબ રાજ્ય સરકારો પાસેથી મેળવેલી માહિતી પર આધારિત હતો. રાજ્યોમાં શાસન કરતી બી.જે.પી. ઉપરાંત કાઁગ્રેસ સહિતના વિપક્ષોની સરકારોએ પણ આ જ જવાબ આપ્યો હતો. કેન્દ્રે એમ કહીને હાથ અધ્ધર કરી દીધા હતા કે બંધારણ મુજબ આરોગ્ય રાજ્યનો વિષય છે અને અમે રાજ્યોની માહિતી પરથી જવાબ આપ્યો છે.
ગાંધી એટલે સામાન્યમાંથી અસામાન્ય બનેલું એક અનન્ય વ્યક્તિત્વ. મહાપુરુષો જન્મતા નથી પણ બનતા હોય છે, એ વિધાનને સાબિત કરીને મોહનથી મહાત્માની સફર ખેડનાર ગાંધી અન્ય કેટલાં ય માટે પ્રેરણારૂપ બની શક્યા છે. ગાંધી તેમની પ્રબળ ઇચ્છાશક્તિ, સત્યનિષ્ઠા અને અભ્યાસવૃત્તિનાં કારણે અસાધારણ વ્યક્તિ બની શક્યા. ગાંધીજીની સૌથી મોટી વિશેષતા એ છે કે એમને જે જે કંઈ સમજાતું ગયું, તે તે કરતા ગયા. માર્ગ મળ્યા કરતાં પણ અગત્યની ઘટના તેના પર ચાલવું એ છે. ગાંધીએ સ્વયમ્ પોતાની કેડી કંડારી. એમાં આરંભે ભૂલો પણ કરી પણ જ્યારે અહેસાસ થયો કે આ ભૂલ છે ત્યારે હંમેશ માટે તેનાથી બહાર આવી ગયા. જાતવિકાસની એમના દ્વારા કંડારાયેલી કેડી કેટલાંયના જીવન માટે આત્મોન્નતિનો રાજમાર્ગ બની રહી.
