Opinion Magazine
Number of visits: 9458621
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્યાં સુધી આ ધરતી બોજો સહન કરતી રહેશે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|21 July 2022

ઉદ્યોગપતિ જે.આર.ડી. તાતા જીવ્યા ત્યાં સુધી એક વાત કહેતા રહેતા કે ભારતની એક માત્ર સમસ્યા વસ્તીવધારો છે. વસ્તી નિયંત્રણમાં આવી જશે એટલે ભારતની દરેક સમસ્યાનો અંત આવી જશે. તેમની સખાવત પણ મોટે ભાગે પરિવાર નિયોજનને લગતી પ્રવૃત્તિ માટે રહેતી. માત્ર તાતા જ નહીં; એ સમયે વિશ્વબેંક, આંતરરાષ્ટ્રીય નાણાનિધિ, સંયુક્ત રાષ્ટ્રસંસ્થા (યુનો), ખાનગી રાહે ચાલતી અનેક અધ્યયનસંસ્થાઓ અને અર્થશાસ્ત્રીઓ પણ લગભગ આવો જ મત ધરાવતા હતા. ત્રીજા વિશ્વના દેશો(સાવ ગરીબ કે અવિકસિત દેશો તેમ જ ભારત જેવા વિકાસશીલ દેશો જે મોટા ભાગે એશિયા અને આફ્રિકામાં આવેલા છે તેને એ યુગમાં થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ તરીકે ઓળખવામાં આવતા હતા.)માં વસ્તીનું નિયંત્રણ થવું જોઈએ. એ દેશોમાં શિક્ષણનું પ્રમાણ વધશે અને જાગૃતિ વધશે એટલે વસ્તીનું પ્રમાણ ઘટશે. ‘દો યા તીન બચ્ચે હોતે હૈ ઘર મેં અચ્છે’ એવું એ સમયે ભારત સરકારનું કુટુંબ નિયોજન માટેનું સૂત્ર હતું. એ પછી એમાં સુધારો કરીને ‘હમ દો હમારે દો’ એવું સૂત્ર વહેતું કરીને એક બાળક ઘટાડી દેવામાં આવ્યું. વળી પાછો એમાં સુધારો કરવામાં આવ્યો અને ‘હમ દો હમારા એક’ સૂત્ર વહેતું કરીને વળી એક બાળક ઘટાડવામાં આવ્યું. લોકો ફરજિયાત કુટુંબ નિયોજન કરવાની પણ હિમાયત કરતા હતા અને ચીનને અનુસરવાની સલાહ આપતા હતા.

આની પાછળ સાદી સમજ એવી હતી કે તમે ગમે તેટલો વિકાસ કરો, આખરે રહેવાનું તો આ ધરતી ઉપર જ છે અને તેની પાસે મર્યાદિત સાધનો છે. અત્યાર સુધી વિજ્ઞાનનો, ખાસ કરીને આરોગ્યવિજ્ઞાનનો વિકાસ નહોતો થયો ત્યાં સુધી મૃત્યુદર એટલો મોટો હતો અને સરેરાશ આયુ (life expectancy) ટૂંકું હતું જેને કારણે બધું સરભર થઈ જતું. વીસમી સદીમાં આયુર્વિજ્ઞાન એટલું વિકસ્યું કે મૃત્યુદર ઘટી ગયો અને લોકો લાંબુ જીવતા થતા અને એને કારણે વસ્તી વધાવા માંડી. એ તો દેખીતી વાત છે કે પૃથ્વી ઉપર જેટલો બોજો ઓછો એટલી સુખાકારી વધુ. ક્યાં સુધી આ ધરતી બોજો સહન કરતી રહેશે!

આજે જગતમાં ઘણું બધું બદલાઈ રહ્યું છે ત્યારે આ સાદી સમજ પણ બદલાઈ રહી છે. આજે દરેક ચીજનું રાજકારણ રમાઈ રહ્યું છે એમાં વસ્તીનું પણ રાજકારણ રમાઈ રહ્યું છે. વસ્તીનું રાજકારણ એ સંખ્યાનું રાજકારણ છે. સાંખ્યદર્શનમાં પ્રકૃત્તિતત્ત્વની ગણના અને ચિત્તમાં રહેલા ગુણ-દોષોની ગણનાને અર્થાત્ સંખ્યાને સાંખ્ય તરીકે ઓળખાવવામાં આવે છે. મૂળ ઉદ્દેશ આંતરબાહ્ય વિવેક કરવાનો છે કે જેથી માણસને મોક્ષ મળે. અત્યારે પ્રકૃત્તિતત્ત્વને ભોગવનાર અને ચિત્તમાં રહેલા દોષો(રાગ, દ્વેષ, અનેક પ્રકારની પૃથક અસ્મિતાઓ અને વિષયસુખ)ને સંઘરનાર માનવીની સંખ્યાનું રાજકારણ રમાઈ રહ્યું છે. આનો અર્થ એ થયો કે આધુનિક અર્થતંત્રને રસ છે ઉપભોક્તાઓ(દરેક અર્થમાં)ની સંખ્યામાં અને અસ્મિતાજન્ય રાજકારણ કરનારાઓને રસ છે એકબીજા સામે ઝેર ઓકનારા જંગમ શસ્ત્રોની સંખ્યામાં. સાંખ્યથી સંખ્યાની દિશામાં ઊલટો પ્રવાસ ચાલી રહ્યો છે. ઉપભોક્તાઓની જેટલી સંખ્યા વધુ એટલો નફો વધુ અને પ્રતિબદ્ધ દ્વેષ્ટાઓની જેટલી સંખ્યા વધુ એટલો સત્તાનો ભોગવટો વધુ. ગયા રવિવારની કોલમમાં મેં લખ્યું હતું કે સત્યમેવ જયતે કહેનારા મૂંડક ઉપનિષદના ઋષિ અને ઋષિના મુખે એમ કહેવડાવનારા ઈશ્વરની કસોટી થઈ રહી છે. એ જ રીતે સાંખ્યદર્શનના પ્રણેતા કપિલમુનિની પણ કસોટી થઈ રહી છે. કપિલમુનિએ માનવીને થઈ રહેલા નફાની અને નુકસાનની એમ બન્ને ગણતરી કરી હતી જ્યારે અત્યારે વેપારીઓ અને સત્તાધીશો પોતાને થવા જોઈતા નફાની જ ગણતરી કરી રહ્યા છે. જે નુકસાન થવાનું છે એ પ્રજાનું થવાનું છે જે પ્રજાને નજરે પડતું નથી. 

ગયા અઠવાડિયે યુનોએ ‘વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ’ના નામે વિશ્વવસ્તીના આંકડા જાહેર કર્યા એ પછી તે વિષે પ્રતિક્રિયા આપતા વિશ્વના સૌથી ધનિક માણસ એલન મસ્કે કહ્યું છે કે વસ્તીનો ઘટાડો સભ્યતા સામેનું સંકટ સાબિત થવાનો છે. અંગ્રેજીમાં તેમનું કથન આ મુજબ છે: “a collapsing birth rate is the biggest danger civilisation faces by far.” અત્યારે જગતની વસ્તીમાં વધારો થયો છે અને ૧૫મી નવેમ્બરે વિશ્વવસ્તી આઠ અબજનો આંકડો પાર કરવાની છે એ વાતનો તેમને સંતોષ નથી. ઈ. સ. ૨૦૮૦ સુધીમાં વિશ્વવસ્તી વધીને ૧૦ અબજ ૪૦ કરોડ થશે એ વાતનો પણ તેમને સંતોષ નથી. તેમનો અસંતોષ એ વાતનો છે કે એ પછી વસ્તીનો આંકડો દાયકાઓ સુધી સ્થિર રહીને ઘટશે. કારણ કે જન્મદર ઘટી રહ્યો છે. Collapsing birth rate એમ તેમણે કહ્યું છે. એક સમયે જે.આર.ડી. તાતા ચિંતા વ્યક્ત કરતા હતા તેના સામેના છેડાની આ ચિંતા છે. 

એક સમયે ચીનનો હવાલો આપીને કેટલાક લોકો કહેતા હતા કે ભારતે ચીનની જેમ ફરજિયાત કુટુંબ નિયોજન દાખલ કરવું જોઈએ. એક કરતાં વધુ બાળક પેદા કરે તેને સરકારી લાભોથી વંચિત રાખવા જોઈએ, દંડ કરવો જોઈએ, વગેરે વગેરે. યુનોના તાજા આંકડા મુજબ ભારત આવતા વર્ષે વિશ્વનો સૌથી મોટો વસ્તી ધરાવનારો દેશ બનશે અને ચીન તે સ્થાન ગુમાવી દેશે. મૂળ અનુમાન કરતાં ચાર વરસ વહેલી આ સુખદ કે દુઃખદ ઘટના બની છે. એટલા માટે નહીં કે ભારતની પ્રજાએ વધારે બાળકો જણ્યાં છે, પણ એટલા માટે કે ચીનાઓએ ઓછાં બાળકો પેદા કરી રહ્યા છે. ચીનના શાસકો માટે આ ગૌરવનો વિષય નથી, ચિંતાનો વિષય છે. પોતાની વસ્તી ઘટે નહીં એ માટે ચીને વસ્તી નિયંત્રણની નીતિ ઢીલી કરીને એક બાળકની જગ્યાએ બે બાળક પેદા કરવાની છૂટ આપી હતી. એ પછી પણ ધાર્યું પરિણામ મળ્યું નહીં તો બેની જગ્યાએ ત્રણ બાળક જણવાની છૂટ આપી અને છતાં ય ચીન ભારત સામે પછડાટ ખાઈ રહ્યું છે. ચીન હવે પછી કદાચ પ્રોત્સાહન નીતિ પણ અપનાવે તો નવાઈ નહીં. 

સંખ્યાના અર્થકારણના અને સંખ્યાના રાજકારણના આ વસ્તીમહિમાના યુગમાં સંખ્યાનાં પરિણામો સમજી લેવાં જોઈએ. માટે આટલી પ્રસ્તાવના પછી આવતા અઠવાડિયે સંખ્યાના સૂચિતાર્થો બતાવવાનો ઈરાદો છે. 

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 જુલાઈ 2022

Loading

हम एक हैं !

कुमार प्रशांत|Opinion - Opinion|20 July 2022

पता नहीं कब से, कलेजे का पूरा जोर लगा कर हम चिल्लाते रहे : आवाज दो, हम एक हैं; लेकिन हम एक नहीं हुए ! वे कोई आवाज नहीं लगाते, जुलूस नहीं निकालते लेकिन समय पड़ने पर इस तरह एक होते हैं कि समय भी हक्का-बक्का रह जाता है.

श्रीलंका के अपराधी, अपदस्थ, अपमानित व भगोड़े राष्ट्रपति गोटाबाया राजपक्षे तब अपना देश छोड़ भागे जब सारा देश जल रहा था और उनकी बनाई सारी व्यवस्था ध्वस्त पड़ी थी. यह वैसा दौर था जिसमें कोई देशभक्त देश छोड़ कर भाग नहीं सकता है. उसका भागना ही प्रमाणित करता है कि वह और कुछ भी हो, देशभक्त तो नहीं है. देशभक्त होगा तो अपने मन-प्राणों का पूरा बल जोड़ कर हालात को संभालने की कोशिश करेगा और इस कोशिश में होम होना ही बदा हो तो वही स्वीकार करेगा. लेकिन गोटबाया की देशभक्ति ने उसे भागने का रास्ता दिखाया. भागने से पहले वह गायब हो गया था क्योंकि श्रीलंका की सड़कों पर, सरकारी इमारतों पर, राष्ट्रपति भवन पर नागरिकों का कब्जा हो गया था. नागरिक यानी लोक जिनसे श्रीलंका का ही नहीं, सारी दुनिया का लोकतंत्र बनता है. लोकतंत्र की शोकांतिका यह है कि वह बनता लोक से है, चलता तंत्र से है. चलाने वाले वेतनभोगी बड़े-छोटे हर कर्मचारी को अक्सर यह भ्रम हो जाता है कि वे हैं तो राष्ट्र है. इसलिए जब कभी लोक अपनी हैसियत बताने सामने आता है, तंत्र के होश उड़ जाते हैं वह फौज-पुलिस, लाठी-गोली, अश्रुगैस-पानी की तलवारें ले कर मुकाबले को उतर आता है. यही गोटाबाया ने भी किया, और जब कोई बस नहीं चला तो भय से कहीं जा छुपा. कहां ?

यही कहानी मुझे आज आपको सुनानी है. जब श्रीलंका के सागर में उत्ताल लोक लहरें उठ रही थीं और सेना ऐसा दिखा रही थी कि वह लोक से सहानुभूति रखती है, ठीक उसी वक्त, वही सेना लोकद्रोही गोटाबाया को पनाह भी दे रही थी. इतना ही नहीं, वह बयान दे रही थी कि हमने गोटाबाया को न तो छुपा रखा है, न छुपने में मदद ही की है. गोटाबाया में थोड़ा भी नैतिक बल होता तो वह तभी-के-तभी इस्तीफा दे देता. सभी गोटाबाया ने ऐसा ही तो किया था.

यह भयानक हकीकत हममें से कम लोग ही जानते होंगे कि श्रीलंका की राष्ट्रीय सरकार में ‘गोटाबायों’ की उपस्थिति कैसी व कितनी थी. प्रधानमंत्री महिंदा राजपक्षे ने अपने भाई गोटाबाया राजपक्षे को राष्ट्रपति बनाया था, अपने दूसरे भाई बासिल राजपक्षे को वित्त मंत्री, अपने भतीजे नामाल को खेल व युवा मंत्री, दूसरे भाई चामाल को सिंचाई मंत्री, और चामाल के बेटे शाशींद्र को कृषि मंत्री बनाया था. महिंदा ने अपने बेटे योशिथा को प्रधानमंत्री कार्यालय का प्रमुख नियुक्त किया था तो दामाद निशांता विक्रमसिंघे को लंकन एयरलाइंस का प्रमुख बनाया था. ऐसा राष्ट्रीय परिवारवाद क्रूरता व आतंक के सहारे ही टिकाया जा सकता है, यह जानते हुए महिंदा और गोटाबाया ने तमिल लंकाइयों से युद्ध छेड़ दिया और दुश्मनों की तरह उनका खात्मा करवाया. इसके लिए जरूरी था कि लंकाई समाज में चरम घृणा फैलाई जाए ताकि सभी एक-दूसरे के खून के प्यासे हो जाएं. इसलिए तमिल बनाम सिंघली का खूनी दौर चला, बौद्ध पंडे-पुजारी राजा के समर्थन में धर्म-ध्वजा ले कर उतर पड़े. सत्ता प्रायोजित इस सामाजिक तांडव में कमजोर व भ्रष्ट विपक्ष बिखर कर रह गया.

जब जन असंतोष उभरने लगा तो उस पर पानी डालने के लिए राष्ट्रपति गोटाबाया ने अपने भाई प्रधानमंत्री महिंदा का इस्तीफा ले लिया और सरकार की पूरी कमान खुद  संभाल ली. जनता को संदेश गया: देखो, कैसा राजा है, अपने भाई को भी नहीं छोड़ता है ! हमारे यहां इन दिनों इसे ‘जीरो टॉलरेंस’ कहा जाता है. इस्तीफा देने के बाद प्रधानमंत्री महिंदा कहीं गुम हो गए और ऐसे हुए कि आज तक किसी को पता नहीं है कि वे कहां हैं. इसे हम चाहें तो ‘अज्ञातवास’ की साधना कह सकते हैं. महिंदा के बाद गोटाबाया ‘अज्ञातवासी’ हुए. जनता से द्रोह करने वाले गोटाबाया को फ़ौज ने छुपा कर रखा और फिर मौका पाते ही फौजी विमान से, 5 परिवारजनों के साथ 3 सरकारी अधिकारियों की देख-रेख में मालदीव भेज दिया.

मालदीव का सत्तापक्ष समझता था कि लंका के सत्तापक्ष का प्रतिनिधि अपना आदमी है. इसलिए उसने श्रीलंका की जनता के द्रोही गोटाबाया को पनाह दी. वहां सरकारी सुरक्षा में बैठ कर गोटाबाया ने अपनी गोटियां बिठायीं और फिर उड़ कर पहुंचा सिंगापुर. सिंगापुर के सत्तापक्ष ने भी स्वधर्म निभाया और एक राजनीतिक भगोड़े के लिए अपना द्वार खोल दिया. कैसा मासूम बयान दिया वहां के सत्तापक्ष ने : न हमने शरण दी है, न उन्होंने शरण मांगी है ! अपने देश से चोरी से भाग निकला कोई साधारण अपराधी  इस तरह घोषणा कर के सिंगापुर आए तो क्या उसे सिंगापुर में प्रवेश व पनाह मिल जाएगी ? सरकार जवाब नहीं देती है, धमकी देती है : किसी को, किसी प्रकार का विरोध जताने की सिंगापुर में अनुमति नहीं है ! खबर गर्म है कि गोटाबाया सिंगापुर में जमा व निवेश की गई अपनी अरबों की दौलत को ठिकाने लगाने की व्यवस्था करने में जुटे हैं. सिंगापुर सत्तापक्ष को पता है कि उनकी अर्थ-व्यवस्था ऐसे ही गोटाबायों के दम पर जिंदा है, सो उसे उनका साथ देना ही है.

यह है सत्ता प्रतिष्ठान का हम एक हैं! इसमें सत्तापक्ष व विपक्ष जैसा भेद नहीं है, देश-विदेश का फर्क नहीं है. आप देखिए, गोटाबाया की हत्या, लूट, दमन, धोखा और फिर देश की आंखों में धूल झोंक कर भाग निकलने की किसी महाशक्ति ने निंदा की ? किसी ने मालदीव या सिंगापुर से पूछा कि एक अपराधी को उसने कैसे पनाह दी ? नहीं, सभी चुप हैं क्योंकि सभी जानते हैं कि कल अपनी जनता से बचने का ऐसा रास्ता उन्हें भी पकड़ना पड़ सकता है. इसलिए ये सभी मिल कर ऐसा सत्ता प्रतिष्ठान बनाते हैं जिसमें समय-समय पर कारपोरेट, न्यायपालिका, कार्यपालिका, पुलिस-फौज, बैंकिग आदि अपनी-अपनी भूमिका निभाते हैं.

गांधी ने बहुत पहले, बहुत गहराई से इसे पहचाना था. न्यायालय के बारे में उन्होंने कहा था कि निर्णायक घड़ी में यह अंतत: सत्ता प्रतिष्ठान के साथ जाएगा और इसलिए लोक को अपने अधिकार के संघर्ष में न्यायालय पर आधार नहीं रखना चाहिए. दूसरे विश्वयुद्ध के दौरान अकेले गांधी ही थे कि जिन्होंने फासिज्म के खिलाफ लोकतंत्र का नाम ले कर युद्ध करने वाले मित्र राष्ट्रों से पूछा था कि भारत जैसे महादेश को गुलाम रखकर आप लोकतांत्रिक लड़ाई का नाम भी कैसे ले सकते हैं ? तब जवाब किसी तरफ से नहीं आया था और गांधी ने ‘भारत छोड़ो’ आंदोलन का ऐसा बिगुल फूंका कि साम्राज्यवाद को भारत छोड़ कर निकलना पड़ा था. तब गांधी ने भी ‘हम एक हैं’ का हाथ बढ़ाया था और  धर्म-जाति-भाषा-वर्ग आदि का भेद पार कर लोगों ने उनका हाथ थामा था. सामने आज़ादी खड़ी थी.

ऐसी एकता साधे बिना श्रीलंका को भी और हमें भी थामने वाला कोई नहीं होगा.

(19.07.2022)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

શિક્ષણ સમિતિ શિક્ષણ માટે પણ હોય તે જરૂરી છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 July 2022

સૂરતમાં પ્રાથમિક શિક્ષણ સમિતિ છે, પણ તે શિક્ષણ માટે હોય તેવું ખાસ જણાતું નથી. ખરેખર તો તે શિક્ષણેતર પ્રવૃત્તિઓ માટે વધુ સક્રિય જણાય છે. સીધી વાત એટલી છે કે બે વર્ષથી બાળકો ખાસ ભણ્યા વગર પાસ થતાં આવ્યાં છે. એ રીતે પહેલાં ધોરણનો વિદ્યાર્થી અને ત્રીજા ધોરણનો વિદ્યાર્થી સમાન સ્તરે છે. એકડો પહેલાવાળાએ શીખવાનો છે એમ જ ત્રીજાવાળાએ પણ શીખવાનો છે. એ શીખવવા તરફ ધ્યાન ન જાય એનું શિક્ષણ સમિતિ પૂરતું ધ્યાન રાખે છે. ઇતર પ્રવૃત્તિઓ જ શિક્ષણ હોય તેમ સ્કૂલો ઉજવણાંમાં જ વ્યસ્ત છે. કોઇની વર્ષગાંઠ, કોઇની મૃત્યુતિથિ, શાસનના વિકાસ રથ, પ્રવેશોત્સવ, રિપોર્ટિંગ, ચૂંટણી, વસતિ ગણતરી વગેરેમાં જ શિક્ષકો, આચાર્યોને એટલા વ્યસ્ત રખાય છે કે વિદ્યાર્થીઓને ભણાવવાનું તો કોઈને ખાસ યાદ આવતું જ નથી. ભણાવ્યા વગર પરીક્ષા લીધે રાખવાથી પાયાનું શિક્ષણ કેવી રીતે થાય તે સમજાતું નથી. ઉપરી અધિકારીઓ શિક્ષણ માટે છે કે રાજકીય સેવા માટે એ પણ નક્કી થઈ ન શકે એવી સ્થિતિ છે. આચાર્યો, શિક્ષકોને આર્થિક લાભ સિવાય બાળકોનાં શિક્ષણમાં પણ રસ હોય તે અપેક્ષિત છે. આચાર્યોનાં, શિક્ષકોનાં, વાલીઓનાં મંડળો ચાલે છે, પણ કોઈને એ મૂંઝવણ નથી કે બાળકોનું શિક્ષણ બે વર્ષથી દાવ પર લાગ્યું છે ને હજી થાળે પડવાને બદલે, આખું પ્રાથમિક શિક્ષણ જગત ઈતરપ્રવૃત્તિઓમાં જ રમમાણ છે. કોઈ વાલીને એ સવાલ નથી થતો કે તેનું સંતાન બબ્બે વર્ષથી ભણ્યા વગર જ પાસ થાય છે અને હજી સ્કૂલ તેને ભણાવવાનો ઇરાદો રાખતી નથી ! શિક્ષક, આચાર્યને એમ નથી થતું કે તેને નોકરી શિક્ષણ આપવા મળી છે ને તે પગાર શિક્ષણેતર કાર્યોને નામે લે છે. ઓનલાઈન શિક્ષણ પ્રાથમિકમાં ન જ ચાલે ને જે ચાલી રહ્યું છે તે મોબાઈલ, લેપટોપ, ટેબલેટ, કોમ્પ્યુટર ખપાવવા માટે છે તે સ્વયં સ્પષ્ટ છે. આંકડાઓ, પત્રકોમાં બાળકો ભણતા દેખાય છે, પણ વર્ગમાં શિક્ષણ નહિવત છે. સ્કૂલો આંકડા ભરીને ફરજ બજાવે છે ને સમિતિ એ આંકડા જોઈને રાજી છે, પણ એટલું સમજી લેવાનું રહે કે ગમે એટલું અજવાળું જ કેમ ન દેખાતું હોય, તો પણ સૂર્યનું ચિત્ર તે સૂર્ય નથી.

બીજું ભલે જે થતું હોય તે થાય, પણ વર્ગમાં શિક્ષણ ખરેખર થાય તેટલું શિક્ષણ સમિતિ ઈમાનદારીથી જુએ એવી વિનંતી છે. અસ્તુ !

 000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : “ધબકાર”, 20 જુલાઈ 2022

Loading

...102030...1,3181,3191,3201,321...1,3301,3401,350...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved