Opinion Magazine
Number of visits: 9667730
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

यात्रा से आगे

कुमार प्रशांत|Opinion - Opinion|10 February 2023

कुमार प्रशांत

बात राहुल गांधी से शुरू करूं या या इतिहास से ? इतिहास से ही करता हूं क्योंकि जो इतिहास का संदर्भ नहीं समझते हैं, वे बहुत जल्दी इतिहास बन जाते हैं. इसलिए राहुल गांधी की पदयात्रा को देखने से पहले भारतीय संस्कृति की तरफ देखते हैं जिसकी अपनी एक यात्रा निरंतर चलती रहती है.  हम यह ध्यान रखें कि जब हम यात्रा की बात करते हैं तो वह सफर से अलग मतलब रखती है.

ईश्वर से दिए पांवों से अलग, चलने के दूसरे साधन जब तक मनुष्य ने खोजे नहीं थे, तब तक पांवों उसका सबसे बड़ा व भरोसे का साथी था. प्राचीन ऋषियों-मुनियों-साधकों आदि का इतिहास हम न भी खंगालें तो भी यह देखना कितना लोमहर्षक है भारत को चार खूटों में बांधने की शंकराचार्य की यात्रा हो कि धर्मप्रवर्तन की गौतम बुद्ध की यात्रा या तीर्थंकर महावीर का परिभ्रमण हो, भारत ने पदयात्राओं से ही खुद को आकार लेते, संस्कारवान होते पाया है. नवीन सत्य के उद्घाटन के लिए हो या सत्य से वृहद् समाज को जोड़ने के लिए हो या अपनी संस्कृति का उद्बोध जगाने के लिए हो, पदयात्राएं इस देश की संस्कृति का अधिष्ठान रही हैं. ऐसा संसार में दूसरी जगहों पर नहीं मिलता है या बहुत ही कम मिलता है.

महात्मा गांधी के रूप में हमें एक ऐसा संस्कृति-पुरुष मिला जिसने प्राचीनतम व नवीनतम का सेतुबंध किया और ताउम्र हमारे मन-प्राणों को झकझोर कर आधुनिक बनाने का उद्यम किया. उस गांधी को हम सुदूर दक्षिण अफ्रीका में मिल मजदूरों को ले कर वह कूच करते पाते हैं जिसे रोकने-समझने में जनरल स्मट्स की गोरी सरकार बला की भोंदू नजर आई. गांधी के संदर्भ में हम बार-बार ऐसा होते पाते हैं. फिर हम 1930 में महात्मा गांधी को नमक सत्याग्रह के वक्त एक लंबी पदयात्रा करते पाते हैं जब वे साबरमती आश्रम से निकल कर, 388 किलोमीटर दूर दांडी के समुद्र तट तक जाते हैं. इस छोटी-सी पदयात्रा ने भारतीय स्वतंत्रता संग्राम को जैसी धार व उत्कटता दी, उसका दूसरा कोई सानी नहीं है.

इसके बाद क्षितिज पर उभरते हैं आचार्य विनोबा भावे ! उन्होंने जिस तरह भूदान की पदयात्रा की, वह ‘न भूतो न भविष्यति’ की श्रेणी का उपक्रम था. वह ज्ञात इतिहास में ऐसी एकमात्र पदयात्रा है  जिसका एक ही उद्देश्य था : अहिंसक क्रांति के लिए देश का मन तैयार करना ! क्रांति के मूल्यों को ले कर समाज से वैसी टक्कर लेने वाला दूसरा कोई अब तक सामने नहीं आया है. विनोबा के शब्दों में कहू तो यह विचार-क्रांति का तूफ़ान था.

इसके बाद भी यात्राओं या पदयात्राओं के दूसरे कुछ उदाहरण भी मिलते हैं जैसे बाबा आमटे की भारत जोड़ो यात्रा जिसने आजादी के बाद युवाओं को उनकी सामाजिक जिम्मेवारियों का व्यापक अहसास कराया. एक लंबी यात्रा जनता पार्टी के अध्यक्ष रहे राजनेता चंद्रशेखर ने भी की जिसमें वे अपनी राजनीतिक जमीन तलाशते रहे. बाद में वे अल्पकाल के लिए देश के प्रधानमंत्री भी बने. पद के लिए पदयात्रा जैसे कुछ छिटपुट उदाहरण और भी मिलेंगे लेकिन जाने-अनजाने में राहुल गांधी ने इन सबसे अलग एक नया परिदृश्य रचा.

वे ऐसे वक्त, एक ऐसी पदयात्रा पर निकले जिसकी देश की हवा में कहीं भनक भी नहीं थी.  राहुल गांधी और कांग्रेस की उनकी टीम ने भी पदयात्रा की तैयारी वगैरह की जितनी भी बारीक योजना बनाई हो तथा अनुशासन आदि तैयार किया हो, यह तो नहीं सोचा था कि यह लोगों में ऐसी हलचल पैदा करेगा. किसी को भी यह अंदेशा नहीं था – राहुल गांधी को भी नहीं – कि यह पदयात्रा कांग्रेस को व देश को इस तरह आलोड़ित कर देगी.

इस पदयात्रा का सत्ता में वापसी जैसा कोई उद्देश्य होगा, यह मानना संभव नहीं है. आज कांग्रेस जिस तरह टूट व चुक चुकी है उसके बाद यह सोचना कि एक पदयात्रा से वह इस कदर उठ खड़ी होगी कि सीधा दिल्ली में गद्दीनशीं हो जाएगी, खतरनाक बचकानापन है. राहुल गांधी में ऐसा बचकानापन नहीं है. इसलिए पूरी यात्रा में कहीं भी, कभी भी राहुल गांधी ने कांग्रेस की वापसी या अपनी सत्ता की बात नहीं की. उन्होंने जो बात सबसे ज्यादा की और इस यात्रा का जो परिणाम सबसे दृश्य है आज, वह यह है कि देश का सामान्य विमर्श कुछ बदला हुआ लगता है. जो बात कहीं से भूली जा रही थी, वह जैसे याद आने लगी है. हिंदुत्व की जैसी विषैली व्याख्या और उसका जैसा वीभत्स चेहरा पिछले वर्षौं में सामने आया है, उससे सारे देश में एक सन्नाटा छा गया था. जो बोलना था वह एक ही व्यक्ति को बोलना था, जो करना था वह उन्मत्त भीड़ को करना था. बाक़ी किसी के पास कुछ कहने व करने जैसा बचा नहीं था. जनता को जब आप भीड़ में बदल देते हैं तो वह लोक की भूमिका से विमुख हो जाती है. यह डर का सन्नाटा भी था और विमूढ़ता का सन्नाटा भी था.

ऐसा तब होता है जब समाज को कोई रास्ता नहीं मिलता है. तब डर कर चुप हो जाता है. रास्ता दिखाने वाला कोई सामने नहीं होता है, तो रास्ता भटक जाना स्वाभाविक होता है. बच्चा भी भटक जाता है जब घर उसे रास्ता नहीं दिखा पाता है. इसलिए बहुत जरूरी होता है कि देश का राजनीतिक तंत्र जैसे भी, जिधर भी चले, लोक के स्तर पर एक प्रगतिशील नेतृत्व सामाजिक पटल पर मजबूती से खड़ा भी रहे तथा जनता से सीधे संपर्क में भी रहे. ऐसा नहीं होता है तो लोकतंत्र सिकुड़ कर तंत्रलोक बन जाता है जिसमें सबसे वाचाल सियारों का हुआं-हुआं होता रहता है.  ऐसा ही हाल हमारा हो गया था. राहुल गांधी की पदयात्रा ने यह सन्नाटा तोड़ा है. एक भिन्न आवाज आज अपनी जगह बनाने लगी है. यह पूरी तरह सजग नहीं है, इसे खतरों का पूरा अहसास नहीं है. लेकिन जो संभावना टूटती-सी लग रही थी, जो लौ बुझती-सी लग रही थी, वह फिर सर उठा रही है.

यह लोकतंत्र का लोक है जिसने इस यात्रा के दौरान अपनी आंखें खोली हैं या कहूं कि जिसने सारा परिदृश्य नई तरह से देखना-समझा शुरू किया है. लेकिन यह भी खूब ठीक से समझने की जरूरत है कि राजनीतिक दल के रूप में कांग्रेस को भी और  विपक्ष को भी अपने अस्तित्व की लड़ाई अलग से लड़नी होगी.  यह यात्रा भारतीय जनता पार्टी को भी यह संकेत दे रही है कि सत्ता का सुख चाहे जितना लुभावना हो, सत्ता में शक्ति जनता से आती है. सत्ता जनता से मिलती है तथा जनता की आराधना से ही वह टिकती है. यह बात न कांग्रेस भूले, न भारतीय जनता पार्टी, सारा विपक्ष ! मतलब यात्रा से आगे भी एक यात्रा है जिसे पूरी एकाग्रता से पूरी किए बिना किसी भी राजनीतिक दल का कल्याण संभव नहीं है.

(10.02.2023)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

કોર્વાતુન્તુરી – આ રણઝણતું નામ સાન્તા ક્લૉઝનું ઘર છે…

સોનલ પરીખ|Opinion - Opinion|10 February 2023

અમેરિકામાં એક યુવાન માતાએ વાત મૂકી કે હવે તો બાળકો ટેકનોસેવી અને સ્માર્ટ બની ગયા છે તો તેમને ક્રિસમસ ટ્રી અને સાન્તા ક્લૉઝને બદલે બીજું કંઈક આપવું જોઈએ, ત્યારે શાળાના સંચાલકોએ કહ્યું કે ‘ક્રિસમસ ટ્રી અતિશય ઠંડી વચ્ચે ખીલતાં જીવનનું પ્રતીક છે અને સાન્તા ક્લૉઝ બાળકોને વૃદ્ધો પ્રત્યે આદરથી જોતા શીખવે છે અને સંવેદનશીલ બનાવે છે. સાન્તા ક્લૉઝ એક સંસ્કાર છે, એક મૂલ્ય છે. નાતાલ અને નવું વર્ષ બાળકોને આશા, ભલાઈ, પ્રેમ અને સારાં કાર્યો તરફ શ્રદ્ધાથી જોતાં કરવાનો સમય છે. આપણે એ જ રીતે નાતાલ ઊજવીશું.’ 

નાતાલ અને નવા વર્ષને આપણે એ રીતે જોઈએ છીએ, ખરા? 

બાય ધ વે, આર્ક્ટિક સર્કલ પર લૅપલૅન્ડ અને રશિયાની સરહદે કોર્વાતુન્તુરી જેવું રણઝણતું નામ ધરાવતી કાન આકારની ટેકરી છે. ત્યાં સાન્તા ક્લૉઝનું ‘ઑફિશ્યલ હોમ’ છે.

ચીનમાં કોરોનાનો ઉપદ્રવ પૂરજોશમાં છે ત્યારે આપણને હજી જેને ભૂલ્યા નથી એ લોકડાઉનનાં વર્ષો ચોક્કસ યાદ આવી જાય. એની સ્મૃતિઓ અને ભવિષ્યમાં ફરી એવું તો નહીં થાય-ની આશંકા વચ્ચે 2022નું વર્ષ વિદાય લઈ રહ્યું છે, ત્યારે આપણે એક પ્રસન્ન અને સુંદર કલ્પનાની થોડી ક્ષણોને જીવી લઈએ તો કેમ?

જિંગલ બેલ જિંગલ બેલ, જિંગલ ઑલ ધ વે, સાન્તા ક્લૉઝ ઇઝ કમિંગ એલોંગ, રાઈડિંગ ઑન ધ સ્લેજ … નાતાલની બર્ફિલી રાત્રે લાલ રંગના ફરવાળા પોષાકમાં લાંબી શ્વેત દાઢી ફરકાવતા સાન્તા ક્લૉઝ રેન્ડિયર જોડેલી બરફગાડીમાં આખી દુનિયાની પરિક્રમા કરીને આવે છે અને બાળકોને ભેટ આપે છે. 

સાન્તા ક્લૉઝ ઈઝ કમિંગ – એ આવે છે, પણ ક્યાંથી આવે છે? આટલી બધી ભેટો ક્યાંથી લાવે છે? યુરો-અમેરિકાનાં બાળકોને પૂછો કે સાન્તા ક્લૉઝ ક્યાંથી આવે છે, તો કહેશે, ઉત્તર ધ્રુવથી.

જરા શાંતિથી વાત કરીએ : ઉત્તર ધ્રુવ એટલે પૃથ્વીની ટોચ. આર્ક્ટિક મહાસાગર તેને ઢાંકીને બેઠેલો છે. તેની આસપાસનો વિસ્તાર આર્ક્ટિક સર્કલ તરીકે ઓળખાય છે. દુનિયાના આઠ દેશના ઉત્તર છેડા આ સર્કલને અડકે છે. તેમાંનો એક દેશ એટલે ફિનલૅન્ડ. છેલ્લા પાંચ વર્ષથી હેપીનેસ ઈન્ડેક્સમાં પ્રથમ આવતા ફિનલૅન્ડના આર્ક્ટિક સર્કલને અડકતા પ્રદેશનું નામ છે લૅપલૅન્ડ. આ લૅપલૅન્ડ અને રશિયાની સરહદે કોર્વાતુન્તુરી જેવું રણઝણતું નામ ધરાવતી કાન આકારની ટેકરી છે. શુદ્ધ હવા અને ઊંચા પાઈન વૃક્ષોનાં શાંત ગાઢ જંગલ વચ્ચે મોટાં, શિંગડાવાળાં હરણ જેવાં નિર્દોષ ટોળેટોળાં રેન્ડિયરો વિહરે છે. અતિશય ઠંડી આબોહવાથી સાતાઆઠ મહિના બરફ છવાયેલો રહે. બરફની રમતો ખેલાય. જળાશયો પણ થીજી જાય. ઉનાળે બરફ પીગળે ને જળાશયોમાં એનાં મોટાં ચોસલાં તરે.

વર્ષમાં એક-બે વાર મધ્યરાત્રિએ પણ સૂર્ય પ્રકાશતો દેખાય. દિવસ ઊગે તો મહિનાઓ સુધી આથમે નહીં અને રાત પડે તો મહિનાઓ સુધી પૂરી ન થાય. ઠંડીગાર ઘનઘોર રાત્રિના આકાશમાં ધ્રુવીય પ્રકાશ (નૉર્ધન લાઈટ્સ) જેને ઓરોરા બોરિઆલિસ કહે છે તે રંગરંગના ઝળહળતા ગતિશીલ ભવ્ય આકારો રચે. પાંખી વસ્તી અને ભિન્ન પ્રકારની અત્યંત કઠોર અને અત્યંત સુંદર ઋતુલીલા – દંતકથાઓ ન જન્મે તો જ નવાઈ. તો દંતકથા કહે છે કે સાન્તા ક્લૉઝ અહીં, આ રહસ્યમય કોર્વાતુન્તુરીમાં રહે છે. આ ટેકરી-કાન વડે વિશ્વભરનાં બાળકોની ઈચ્છાઓ સાંભળે છે અને એક ગુપ્ત સ્થળે વહેંતિયાઓની મદદથી ભેટો તૈયાર કરે છે.

આમ તો છઠ્ઠી સદીમાં થઈ ગયેલા બિશપ નિકોલસ મૂળ સાન્તા ક્લૉઝ મનાય છે. તેઓ ગ્રીક હતા, પણ આખા યુરોપના લોકો તેમને માનતા. તેઓ ઈશ્વરપરાયણ હતા અને બાળકોને ગુપ્તપણે ખૂબ ભેટો આપતા. ડચ ઉચ્ચાર પ્રમાણે તેઓ સિન્ટાક્લાસ અને પછી સાન્તા ક્લૉઝ બન્યા. અમુક સ્રોતો એમનો સમય ત્રીજી સદી માને છે. ખરું જોતાં સાન્તા ક્લૉઝ ઐતિહાસિક કરતા દંતકથા રૂપે વધારે પ્રચલિત છે.

દંતકથાનું વ્યાપારીકરણ કરવાનું તો કોઈ પશ્ચિમ પાસે શીખે. લૅપલૅન્ડના પાટનગર રોવાનિયમી પાસે સાન્તા ક્લૉઝ વિલેજ નામનો વિશાળ એમ્યુઝમેન્ટ પાર્ક ઊભો થયો છે, જે સાન્તા ક્લૉઝનું ‘ઑફિશ્યલ હોમ’ ગણાય છે. રોવાનિયેમી બીજા વિશ્વયુદ્ધમાં તારાજ થઈ ગયું હતું. 1950માં યુ.એસ.ના પૂર્વ પ્રમુખ ફ્રેન્ફલિન રૂઝવેલ્ટનાં પત્ની એલિનોર લૅપલૅન્ડ આવેલાં. રોવાનિયેમીની તબાહી જોઈ તેઓ તેને બેઠું કરવાં કટિબદ્ધ થયાં. અધિકારીઓએ એમને માટે તાત્કાલિક ઊભી કરેલી કેબિન તે સાન્તા ક્લૉઝ વિલેજનું મંગલાચરણ.

1985માં વિલેજ ખુલ્લું મુકાયું. મૂળ કેબિનમાં અત્યારે વિલેજની ઑફિસ છે. આસપાસ દુકાનો, રેસ્ટોરાં, કાફે, આઈસ બારમાં બરફના બનેલા કાઉન્ટર પરથી બરફના ગ્લાસમાં શરાબ મળે. ખાસ પોષાક પહેરી અંદર જાઓ અને બરફનાં ટેબલ-ચૅર પર બેસી સુરાપાન કરો. લાંબી રુંવાટીવાળા મોટા હસ્કી ડૉગ અને રેંડિયરની સવારી, ઈગ્લૂ હૉટેલમાં રહેવાનો ને આર્ક્ટિક સર્કલમાં પ્રવેશવાનો રોમાંચ. આ બધા વચ્ચે સાન્તા ક્લૉઝની મુલાકાત પણ થઈ જાય. આજ સુધીમાં દુનિયાના 199 દેશોમાંથી બાળકોએ કરોડો પત્રો લખ્યા છે. એને માટે અહીં ખાસ પોસ્ટઑફિસ બની છે. ખુશમિજાજ ‘એલ્વ્સ’ તેમાં સેવા આપે છે. દરેક પત્ર પર ખાસ પોસ્ટમાર્ક હોય છે. દર વર્ષે નાતાલના એક મહિના અગાઉથી જ દુનિયાભરના પ્રવાસીઓની હલચલ શરૂ થઈ જાય. 23 ડિસેમ્બરે અડધી રાતે હર્ષનાદો વચ્ચે સાન્તા ક્લૉઝની સવારી નીકળે છે.

અમર થઈ જતી દંતકથા અને કલ્પનાનું પણ એક વાસ્તવ હોય છે. સાન્તા ક્લૉઝ દુનિયાની સૌથી પ્રસિદ્ધ વ્યક્તિ છે. તેમની પત્ની અને પુત્રીની પણ કલ્પના થઈ છે. અનેક ઈન્ડસ્ટ્રીઓ આ કલ્પના પર નભે છે. સતત થતાં પરિવર્તનો વચ્ચે સાન્તા ક્લૉઝની લોકપ્રિયતાની કાંકરી પણ ખરી નથી, તેનું કારણ તેની પાછળની ઉમદા ભાવના છે. સાન્તા ક્લૉઝ કહે છે, ‘હું સદ્દભાવનો ચાહક છું. પ્રેમ, શાંતિ અને આનંદનો ઉદ્દગાતા છું. લોકો ખુશ રહે તે જ મને જોઈએ.’ રેંડિયર તેમને ખૂબ પ્રિય છે. પહેલા તેમની સ્લૅજને એક રેંડિયર જોડેલું હતું, હવે એની સંખ્યા નવ છે. દરેકનાં નામ પણ છે. એમાંનું સૌથી નાનું લાલ નાકવાળું રેંડિયર સાન્તા ક્લૉઝનું માનીતું છે. રેંડિયર એ પ્રદેશની કામધેનુ સમાન છે. પણ સાન્તા ક્લૉઝ કહે છે, ‘મને તો રેંડિયર એટલા માટે પ્રિય છે કે તેઓ ભલા, માયાળુ અને સંપીલાં છે. માણસજાતે એમની પાસેથી ઘણું શીખવાનું છે.’

હવે તો પશ્ચિમની જ નહીં, દુનિયાભરની શાળાઓમાં ક્રિસમસમાં સાન્તા ક્લૉઝ આવે જ. એક યુવાન માતાએ વાત મૂકી કે હવે તો બાળકો ટેકનોસેવી અને સ્માર્ટ બની ગયા છે તો તેમને ક્રિસમસ ટ્રી અને સાન્તા ક્લૉઝને બદલે બીજું કંઈક આપવું જોઈએ, ત્યારે શાળાના સંચાલકોએ કહ્યું કે ‘ક્રિસમસ ટ્રી અતિશય ઠંડી વચ્ચે ખીલતાં જીવનનું પ્રતીક છે અને સાન્તા ક્લૉઝ બાળકોને વૃદ્ધો પ્રત્યે આદરથી જોતા શીખવે છે અને સંવેદનશીલ બનાવે છે. સાન્તા ક્લૉઝ એક સંસ્કાર છે, એક મૂલ્ય છે. નાતાલ અને નવું વર્ષ બાળકોને આશા, ભલાઈ, પ્રેમ અને સારાં કાર્યો તરફ શ્રદ્ધાથી જોતાં કરવાનો સમય છે. આપણે એ જ રીતે ક્રિસમસ ઊજવીશું.’

નાતાલ અને નવા વર્ષને આપણે એ રીતે જોઈએ છીએ ખરા?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 25 ડિસેમ્બર 2022

Loading

ધરતીકંપ માનવસર્જિત પણ હોય …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 February 2023

રવીન્દ્ર પારેખ

ગયા સોમવારે તુર્કીમાં ભૂકંપ આવ્યો અને આખી દુનિયાએ એનો આંચકો અનુભવ્યો. પંદરેક હજાર માણસોનાં આ ભૂકંપમાં મોત થયાં છે ને 6,500થી વધુ મકાનો ધ્વસ્ત થયાં છે. કાટમાળ નીચેથી મળતાં મૃતદેહો મોતનો આંકડો વધુ ભયાનક બનાવે એમ બને. સાચું ખોટું તો નથી ખબર, પણ સત્તાવાર મૃત્યુ આંક ઉપરાંત લાખેક માણસોનાં મૃત્યુની આશંકાઓ પણ સેવાય છે. માણસોનું રીઢાપણું જ તેને આશ્વાસનની સગવડ પણ ઊભી કરી આપે છે અને જેનાં ગયાં તેનાં ગયાં, એ સિવાય આવી હોનારતો કોઈને કોઈ રીતે કમાણીનું, પ્રસિદ્ધિનું, પ્રચારનું, રાજકારણનું નિમિત્ત પૂરું પાડે છે તે પણ સ્વીકારવું પડે. ક્યાંક સાચી માનવ સંવેદના-વેદના પણ પ્રગટ થાય છે એની ના નથી, પણ મોટે ભાગે તો આવી ઘટનાઓ અન્યો માટે ઉપદેશનું, સલાહનું ને અરેરાટીનું જ નિમિત્ત ઊભું કરી આપે છે. આમ કર્યું હોત તો આમ થયું હોત અથવા ન થયું હોત, આગલા અનુભવોમાંથી બોધપાઠ લીધો હોત તો આ દિવસો જોવાના ન આવ્યા હોત, જેવું ટેવવશ કહેવાતું રહે છે, પણ દુનિયા અનુભવોમાંથી કશું શીખતી નથી ને નવી દુર્ઘટના માટે તે તત્પર રહેતી હોય તેવું લાગ્યા વગર રહેતું નથી. એમાં સચ્ચાઈ હોય તો તે એટલી જ છે કે તુર્કી, સીરિયા, લેબેનોન, ઈઝરાયેલ હચમચ્યું અને કેટલી ય ઇમારતો ધરાશાયી થઈ ગઈ. 7.8 રિક્ટર સ્કેલના ભૂકંપે અનેક જીવોને જીવતાં જ ભોંયમાં ભંડારી દીધા. ભૂકંપનો પહેલો આંચકો સવારે સવાચારની આસપાસ આવ્યો ને તુર્કીનાં અન્કારા, માલત્યા, કહરામનમરસ જેવાં દસેક શહેરો કબ્રસ્તાન થઈ ઊઠ્યાં. સાડા આઠ કરોડની કુલ વસ્તીમાંથી બે કરોડથી વધુ લોકોને આ ધરતીકંપની વત્તી ઓછી અસરો થઈ છે. જે બચી ગયાં છે એમની આંખોમાં આંસુઓ સુકાતાં નથી. એ કરુણતા જ છે કે હજારો જિંદગીઓ વગર કફને જ દફન થઈ ગઈ છે. સ્ત્રી, પુરુષો, બાળકો વચ્ચે કોઈ અંતર ભૂકંપે રાખ્યું નથી. મકાનોએ કબરોની ગરજ સારી છે. તુર્કીમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થયો છે, તો ત્રણેક મહિના માટે ઇમરજન્સી પણ જાહેર કરવામાં આવી છે. અનેક દેશોએ તુર્કીની પડખે રહીને જરૂરી રાહતો મોકલી છે ને એમાં પણ ભારત મોખરે રહ્યું છે. ઘાયલોને તબીબી સહાય માટેની વ્યવસ્થાઓ પણ યુદ્ધને ધોરણે ઊભી કરાઇ છે. આ રાહતોમાં, ત્યાં પડી રહેલી ઠંડીને કારણે પણ મુશ્કેલીઓ વધી છે.

તુર્કીમાં ભૂકંપની નવાઈ નથી. 1939, 1999માં આવેલા ભૂકંપે પચાસેક હજાર લોકોના જીવ લીધા હતા. ત્યારે તો સાધનોની ટાંચ પણ હતી, પણ આધુનિક સગવડો છતાં હજારો માણસો ગયે સોમવારે પણ મર્યાં જ છે, એ બતાવે છે કે પડે છે ત્યારે સઘળું પડે છે. બહુ બહુ તો ઘટના પછી ઈલાજ થઈ શકે છે, પણ કુદરતી આફતને રોકી શકાતી નથી. આફતો કુદરતી હોય તો તેને થોડી ઘણી રોકી શકાય, જેમ કે ભૂકંપ અવરોધક મકાનો બનાવી શકાય, પણ લગભગ બધે જ સ્થાનિક પ્રશાસનો એ તરફ બહુ ધ્યાન આપતાં નથી. ઘટના બને છે ત્યારે સૌ રડી લે છે, પછી એ જ જૂની રફ્તારે બધાં દોડવાં લાગે છે. ભૂકંપ પ્રતિરોધક મકાનો માટે કરવો પડતો વધુ ખર્ચ કરવા કોઈ બહુ રાજી હોતું નથી ને શાસકો કે પ્રજા પણ શોર્ટ કટથી કામ લે છે ને છેવટે તો આ કરકસર મોંઘી જ પડે છે.

ભારત, નેપાળમાં પણ ભયંકર ભૂકંપો આવી ચૂક્યા છે. તુર્કી 10 ફૂટ ખસી ગયું છે, એ જ રીતે નેપાળનું કાઠમંડુ પણ 10 ફૂટ ખસી ગયું હતું. નેપાળમાં આવેલો ભૂકંપ તો અણુબોમ્બ જેવી વિનાશકતા લઈને આવ્યો હતો. આમાં જમીન વચ્ચે પડતી મોટી તિરાડોમાં પાણી ભરાય તો તે બીજી સમસ્યાઓ પણ સર્જે છે. આ ઉપરાંત સુનામી, રેલ, આગ જેવી ઘટનાઓમાં જાનમાલનું ભારે નુકસાન થતું હોય છે, અનેક નિર્દોષોના જીવ જાય છે, પણ ભાગ્યે જ પ્રજા કે શાસકો નવી કોઈ દુર્ઘટના ન ઘટે એને માટે પ્રમાણિક પ્રયત્નો કરે છે. ભારતમાં જોશીમઠ અને અન્યત્ર જમીન ધસવાની ઘટનાઓ છતાં, આગોતરી કોઈ યોજનાઓ ભાગ્યે જ થાય છે. જમીનનો પ્રકાર જાણ્યા વગર બંધાઈ રહેલાં જોખમી હાઈરાઇઝ કાયમી ચિંતા ઉપજાવનારા છે. મલ્ટિ સ્ટોરિડ બિલ્ડિંગો તાણી તો બંધાય છે, પણ એને નિમિત્તે ઊભી થતી અગવડોનો વિચાર ભાગ્યે જ થાય છે. સૂરતમાં તક્ષશિલા ટ્યૂશન ક્લાસમાં લાગેલી આગની ઘટના હજી ચર્ચામાં છે જ. ચાર માળ સુધી પણ બંબાની સીડીઓ પહોંચી ન હતી તે સૌ જાણે છે. એની સામે 22 માળની ઈમારતોમાં આગ લાગે ત્યારે ત્યાં બચાવની કેવીક વ્યવસ્થા હશે તેની તો કલ્પના જ કરવાની રહે છે. વારુ, ફરી 2001 જેવો ધરતીકંપ આવે ત્યારે આ ઇમારતો કેટલી ટકશે એની પણ અટકળો જ કરવાની કે બીજું કૈં?

સાધારણ રીતે ભૂકંપની આગાહીને કોઈ બહુ ગંભીરતાથી લેતું નથી, પણ તુર્કીના 7.5ની તીવ્રતાના ભૂકંપની આગાહી ડચ સંશોધક ફ્રેન્ક હૂગરબિટ્સે 3 ફેબ્રુઆરીએ ટ્વિટર દ્વારા આપી હતી. તેમણે સીરિયા, લેબેનોન, જૉર્ડનમાં પણ ભૂકંપ આવવાની ચેતવણી આપી હતી. જો આગાહી આટલી સચોટ પુરવાર થઈ હોય તો તેને ગંભીરતાથી લેવી જોઈએ એવો પણ એક મત છે. આગાહી તો અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન થઈને ભારતમાં ધરતીકંપ થવાની પણ છે. આ આગાહી કોઈ ચોક્સાઈનું પરિણામ હોય તે કરતાં ય રાજકીય કાવતરાનું પરિણામ હોય એવી શંકા એટલે પણ સેવાઇ રહી છે કારણ, તુર્કી રાષ્ટ્ર, અમેરિકા, યુરોપ અને આરબ દેશો સાથે શત્રુતા દાખવી રહ્યું છે ને અમેરિકાએ તેને પાઠ ભણાવવા આ ધરતીકંપ કરાવ્યો હોવાનું મુસ્લિમ દેશોને લાગે છે. એટલે પણ આગાહીઓ આમ તો ચેતવણી જ બની રહી છે. આમ કહેવું ગંભીર છે, પણ કેટલીક ઘટનાઓ અમેરિકા તરફ આંગળી ચીંધે છે. એમ મનાય છે કે HAARP ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમેરિકાએ ભૂકંપ ઉપજાવ્યો છે. એ કુદરતી નથી. એવું એટલે પણ મનાય છે કે ભૂકંપ પહેલાં અમેરિકાએ એની એમ્બસી બંધ કરી દીધી હતી ને એનાં માણસોને તુર્કીથી પરત બોલાવી લીધા હતા. ધરતીકંપ આવવાનો છે એવી અમેરિકાને ખબર હતી તેથી માણસોને બોલાવી લીધા કે એ કેવળ અકસ્માત હતો એ નક્કી કરવાનું મુશ્કેલ છે. HAARP, 2010નાં હૈતીના ભૂકંપમાં, ચિલી અને જાપાનનાં ભૂકંપમાં પણ જવાબદાર ઠેરવાયું છે. HAARPથી ભૂકંપ લાવી શકાય છે એવો સીધો ઉલ્લેખ નથી, પણ કુદરતની જેમ જ માનવ સર્જિત ભૂકંપ પણ શક્ય છે ને તે કુદરતી ભૂકંપ જેટલો જ સક્ષમ નીવડી શકે છે એવું તો મનાય જ છે. આમ તો HAARP આયનોસ્ફિયર(વાતાવરણ)નો અભ્યાસ કરવા માટેનું સક્ષમ ટ્રાન્સમીટર છે. એટલા પરથી પણ અમેરિકાનું તુર્કીને પાઠ ભણાવવાનું પુરવાર થતું નથી, પણ તુર્કીમાં ભૂકંપ આવ્યો ત્યારે આકાશમાં વિકિરણનું વાદળ છવાયેલું હતું તે પણ હકીકત છે. હૈતીમાં ભૂકંપ આવ્યો ત્યારે પણ તે છવાયું હતું. એનો અર્થ એ થયો કે HAARP ટ્રાન્સમીટરનો ઉપયોગ હૈતીની જેમ જ તુર્કીમાં પણ થયો છે. 2010નો હૈતીનો ભૂકંપ અમેરિકાએ કરાવ્યો હોવાનો આક્ષેપ વેનેઝુએલાના પ્રમુખ હુગો ચાવેઝે કર્યો હતો. સાચુંખોટું તો પ્રમુખ જાણે –

આ ભૂકંપ અમેરિકાએ કર્યો હોય કે ન કર્યો હોય એમાં ન પડીએ તો પણ એટલું સ્પષ્ટ છે કે કુદરત કરતાં વધુ ઘાતકી રીતે કૃત્રિમ હોનારતો કરવા જેટલો માણસ હવે સક્ષમ થઈ ચૂક્યો છે. કોઈ પણ મહાસત્તાને એમ થાય કે પૃથ્વીનો કબજો કરી લેવો છે ને એને માટે કોઈ પણ કૃત્રિમ હોનારતો જરૂરી છે તો એવી દુર્ઘટનાઓ સર્જીને એ પૃથ્વીનું પડીકું વાળી શકે એમ છે. કોઈ પણ દેશને ધરતીકંપ, સુનામી, વરસાદ, આગ, રેલથી હવે કુદરત જ નુકસાન કરે છે એવું નથી, કુદરતથી વધુ નુકસાન માણસ પણ કરી શકે એમ છે એટલે ભયભીત હવે કુદરતથી નહીં, પણ માણસથી થવા જેવું છે. માણસો જો ધરતીકંપ સર્જી શકતા હોય તો એનાથી જે જાનમાલનું નુકસાન થાય છે, જે જીવ હત્યાઓ, હા, હત્યાઓ થાય છે તેનો અંદાજ પણ આવે છે ખરો એ સત્તા ભૂખ્યા મહાનુભાવોને? ને પછી જે સહાનુભૂતિ વરસે છે તેને માનવતાના કયા માપદંડે માપવી એ પણ પ્રશ્ન જ છે. આખી પૃથ્વી વિકસીને અદ્યતન ટેક્નોલોજીથી ફાટ ફાટ થઈ રહી છે ત્યારે જે પ્રાપ્તિ છે તે આનંદની નથી લાગતી. આપણે અદ્યતન વિકાસથી પૃથ્વી લોહીથી તરબતર રહે એ જ કરવા ધારીએ છીએ કે કોઈ રીતે આપણને નિરાંત કે શાંતિ ખપતી નથી એ પુરવાર કરવા માંગીએ છીએ એ નથી સમજાતું. આજનો સૌથી ઘાતક અને વ્યાપક તથા જીવલેણ રોગ કદાચ સત્તા લાલસા છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 ફેબ્રુઆરી 2023

Loading

...102030...1,2431,2441,2451,246...1,2501,2601,270...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved