કવિ દયારામે ક્યાંક ગાયું છે :
પાટુવાં ખાઈ પ્રેમનાં રે અથડાઈને એળે મરે.
હા, અમે આફ્રિકે જઈ અવ્યા. જાણે કે મોટીમસ્સ હૈડાપાટુ.
વિચારપત્ર “નિરીક્ષક”ના ૧ ફેબ્રુઅરી ૨૦૦૮ના અંકમાં, તેમ જ પાછળથી, “ઓપિનિયન”ના ૨૬ ફેબ્રુઅરી ૨૦૦૮ના અંકમાં, કુમાર વિસ્મય અનંદનો એક લેખ, નામે ‘શોષણમૂલક ચારિત્ર્ય ને મિથ્યાભિમાની હીણપતનો ચકરાવો !’, પ્રકાશિત થયેલો. અ લેખમાં, ટૂંકામાં, લેખક પૂછતા હતા : ‘શા માટે ગુજરાતીઓને અફ્રિકન પ્રજા ધિક્કારે છે ?’
લાંબી લેખણના અ લેખે અમારા વડીલ િમત્ર હીરજી ધરમશી શાહને હલબલાવી નાંખ્યા. એ કહે : અ એકતરફી લેખ છે. એમ કરો, પ્રકાશભાઈ અને તમે અફ્રિકા જાઓ, જુઓ, વિચારો અને ધૂન પડે તો લખજો. હીરજીભાઈએ અમારી કોણીએ ગોળ લગાવી તો દીધો; પરંતુ, એમ અફ્રિકા રેઢું થોડું પડ્યું છે ? ઘરની બહાર નીકળીએ અને અનેક વાનાં કરવાં પડે છે. અ તો પરદેશનો મામલો. ગ્લોબલાઇઝેશનના દિવસોમાં વેપારવણજને ખાતર જગત ઢૂકડું જરૂર થયુ છે, પણ, સામી પા, સીમાઓ તો જડબેસલાક બનતી જાય છે. અકાશે ખૂલા બની માનવીને મોકળાશ કરી અપી, પરંતુ દેશદેશાન્તરે ચારેકોર ખાળે ડૂચા મારેલાં ભાળીએ છીએ. બીજી પા, ચાર દાયકા જેવડો સમયપટ છેલ્લે મારે અફ્રિકે ગયાનો થયો. જ્યારે પ્રકાશ શાહ માટે તો તે કોરોકટ્ટ વિસ્તાર !
અમે, છતાં, મચી પડયા. અને ‘હિન્દ સ્વરાજ’ની શતાબ્દી ટાંકણે, દક્ષિણ અફ્રિકાની યાત્રાએ જવાનો મેળ પણ સાગમટે ઊભો કર્યો. જોડાજોડ કેન્યા અને ટાન્ઝાનિયા નામે પૂર્વ અફ્રિકાના દેશોને ય સામેલ કરી દીધા. ઉત્તર ટાન્ઝાનિયાનું જાણીતું નગર, અરુશા, વળી, મારી જનમભોમકા. સરકારી વિધિવિધાન પતાવી, સસ્સારાણાની ફોજ ઉપડી – સંગાથે કેસૂડાંની કલગી અને લાકડાની તલવાર !
લાગલા અગાઉ સાંભળેલી એક લોકવાયકા સાંભરી અવી. એક હતા ગુરુમહારાજ. અને વળી, તેને રાબેતા મુજબ, શિષ્યો ય ખરા. કયાંક કોઈક સત્સંગી ભગતે પૂછી પાડયું : ‘ગુરુમહારાજને, ભલા, કેટલાં થયાં હશે ? તમે ક્યારથી શિષ્યો થયા ?’ મારા જેવા અપલખણિયા શિષ્યે જવાબમાં અપવડાઈનો મોકો ઝડપ્યો : ‘ઉમ્મરબુમ્મરની ઝાઝી ગતાગમ નથી; પણ બાપજીને ફક્ત બસ્સોક વરસથી જ જાણુંપિછાણું છું !’
થયું, હાશ ! ….. પણ પછી મુદ્દો અવ્યો પાપી પેટને ભાડું ચૂકવવાનો. અમ તો ગુરુજીનો ખોરાક સાવ સાદો. કાંઈ કરતાં કાંઈ, બીજુંત્રીજું અચરકૂચર ચાલે-ચલવે નહીં. અથીસ્તો, ગુરુચેલાઓએ તોડ કાઢયો. કેમ કે તેમને, માત્ર, ચાલે, બસ, ‘ધોળી દાળ અને કાળી રોટી’. ગુરુચેલાની અ ટોળકી કેટલેક અંશે કરમભમરાળી ખરી કેમ કે તેમને દક્ષિણ અફ્રિકે અનો જોગ થયો જ નહીં. અને માનશો ? એક માત્ર નાઈરોબીમાં જ એક દા મેળ પડ્યો, તે ય અડધોપડધો ! સવારે ધોળી દાળ (દૂધપાક) પામ્યા અને છેક સાંજે કાળી રોટી (માલપૂડા) ! અમને ફાળ પડી : પહેલી વાર અમને સમજાયું કે અ ગુરુચેલાની મથરાવટીને લોકો સાચ્ચેસાચ પામી રહ્યા લાગે છે !
વારુ, જોહાનિસબર્ગના રાજુ કાલા અને હું જાહેર થયા શિષ્યો અને પ્રકાશભાઈ સ્થપાયા અમારા ગુરુસ્થાને! દક્ષિણ અફ્રિકામાં અ જોડી સધ્ધરતાએ નભી ગઈ. હા, ધોળી દાળ ને કાળી રોટી ત્યાં પામ્યા નહીં, તેને ખસૂસ નોખી જ વાત ગણવી. પૂર્વ અફ્રિકા ખાતે, પછી, રાજુ કાલાનું સ્થાન લીધું રેખા ને નીલેશ શાહે. અમ તો અમ શિષ્યોની સામે, મૂળે, કવિ દલપતરામ ત્રવાડી જ હતા. કેમ કે અમને ‘અંધેરી નગરી’વાળી કવિતા સાંભરતી હતી. અમારે ગુરુજીને ‘જાડે અંગ’, ‘રાતેમાતે રંગ’ તાજામાજા કરવા હતા ! જરૂર પડ્યે શૂળીના માપમાં સ્તો ! … ખેર !
અમ ગુરુચેલાનો ઘાટ ચાલ્યો. પરંતુ જોગ કમ થયો. તેનો રંજ માંહ્યલીકોર ખૂબ, પણ મોં હસતું રાખ્યે જ છૂટકો. ટૂંકામાં, અથી, ભલું થાજો કુમાર વિસ્મય અનંદનું અને સદાબહાર યુવાન નીલેશ શાહનું. કેમ કે હીરો ઘોઘે જઈ અવ્યો ને ડેલે હાથ દઈ અવ્યો. હા, અમે અફ્રિકે જઈ અવ્યા અને તેને અમારો મોક્ષ થયો જાણવો. અમે જો કે સીવી – બીવી રાખતા નથી; પરંતુ, હવે તે ય ઊભું કરવાનું છે. તેમ જ તેની યાદી પર ‘અફ્રિકા રિટર્ન’નો સિક્કો પણ અમે ટટકારી દેવાના છીએ. કેટલાક, વળી, કરે છે તે દેખી દેખી, હવે, પેલી િમસ મૅયોની પેરે, ફટકારી દઈશું પાંચપંદર લેખો અને પછી એકાદી ચોપડી ગાંધીમહારાજ કહી – ગટર ઇન્સ્પેકટૃસ જેવી છાપી મારીશું. ચોપડી વેચાય તેવાં લખણ જો કે નથી; તેથી વહેંચતાં જવાનાં. રખે, કો’ક અમને વાંચે અને અમને પોંખે ! પછી તો અમે સારસ્વત બનીઠની ચંદ્રકબંદ્રક સમેત અમરાપુરીમાં પોરસાઈશું. …. લ્યો, તંયે ભયો ભયો !
…. હા, વાચકરાજ્જા, અને નાગી હુશિયારીનો જ મામલો પરખવો. અ નિવૃત્તિકાળમાં ‘નિવૃત્તિવેતન’માં જ અપણો વૈભવ નભે એવું સામાન્યપણે બનતું નથી. એટલે ફાંફાં મારવાં જ પડશે. જેમ જેમ ઉમ્મર વધતી જાય, તેમ તેમ અપ્તજનો, સ્વજનો અને સહોદરો ય ઓછાં હળેમળે. પંખીના માળામાંથી, પાંખ અવતાં, બચૂલિયાં પણ ઊડી ગયાં હોય; ચકી ‘પાણી ભરવાં’ ગઈ હોય અને ચકો ‘આંખે પાટા બાંધી ઘંટૂડાના પડ હેઠળ સોડ’ જ તાણતો રહે, તેવે તેવે વખતે, ડાફાં મારવાં ય કાંઈક તો કરવું જોઈશે ને ! …. ટૂંકામાં, અ દખના દહાડા કેમ િવતાવવા ?! … વિચારતા સમજાયું કે અ ‘ડાયસ્પોરા’વાળો પાટલો નાંખ્યો હોય તો જોગ થાય ! અમ સીધે સડક હાટડી માંડી દેવી. પછી ને, વારેપરબે અપણને કોઈકે ઓરવા નોતરશે, ભાષણ ફટકારવાનું કહી જાશે, સભા-સેમિનાર ગજવવાની હાકલ કરી જાશે. અમ, અપણું ચાલ્યું. અ ‘ડાયસ્પોરિક’ ડાકલું અ રસમે વગાડ્યા કરવું. અપણે તો િનરાંતવા, બસ, ધૂણિયા કરવું. અંગ્રેજોને પણ સમજવા માટે વિશેષ કાળજી લેવી પડે તેવી તેવી, અસ્ટમપસ્ટમ શબ્દાવલિઓવાળી, અંગ્રેજીમાં નિબંધ વાંચતા રહેવા. બીજી પા, ગુજરાતીને ઇતિહાસ સાથે બાર ગાઉનું છેટું પડે છે. તેની ભારે સરળતા બનવાની ! તેથીસ્તો, ગુજરાતીમાળુઓને ય ન સમજાય તેવી ગુજરાતી જબાનમાં, અછકલું મનોરંજન પીરસતાં રહીશું. … હં ને ?! …. અમ ગાડું નાકની દાંડીએ સડસડાટ ચાલ્યું જ સમજવું. અમે ય અફ્રિકા વિશેના જાણકાર, તબલીગી તાલિબાન જાહેર થઈ જવાના, તેમ સમજજો, મહેરબાન ! ….. કોને ખબર − સપનાં ક્યારેક સાચાં થાય પણ ખરાં !!
અથી, બોલો, સાગમટે, સૌ કોઈ, − જય હો ! જય હો !! કુમાર વિસ્મય અનંદનો જય જયકાર ! કેમ કે અમે અફ્રિકે જઈ અવ્યા. હવે કેસૂડાં કલગી ખોસી, લાકડાની તલવાર વીંઝશું અને મોજે મહાલીશું.
ચંદ્રકાંત બક્ષીએ ‘દક્ષિણ અફ્રિકા’ પુસ્તકના ત્રીજા પાને લખાણ કર્યું છે : ‘ … લેનેશિયામાં એક મિટિંગમાં લેનેશિયા યુવક મંડળના જવાન સૂત્રધાર રાજુએ પૂછ્યું : ચંદ્રકાંતભાઈ, તમે સોવીટો જોયું ? મેં ના પાડી. રાજુએ કહ્યું : સોવીટો જોયા વિના તમે સાઉથ અફ્રિકા શું જોયું ?’
સાચું કીધું, બાપુ ! …. અને અમ પછી, હરખપદૂડાની હૈડાપાટુવાળી શરૂઅત થઈને રહી.
અ જવાન સૂત્રધાર યાને કે રાજુ કાલા મારા ‘ગુરુભાઈ’ હોઈ, તેમની જઆંગળીએ અમે સોવેટો જોવા ગયેલા. છેલ્લી લડતનાં એંધાણ દીઠાં. સમાજમાં ચોમેર ફાટી નીકળેલા અન્યાયના અનેક રાફડાઓ સામે પ્રતિકારનો માનવ મહેરામણ ઊભરેલો, તેનું તરબતર કરતું પ્રદર્શન દીઠું. જોહાનિસબર્ગમાં અમ અમે બે દિવસ સાથે ગાળ્યા. દક્ષિણ અફ્રિકાના પ્રવાસમાં ગાંધીના સગડ દેખવાનો અશય કેન્દ્રસ્થ હતો. અથી, ટૉલસ્ટોય ફાર્મની ભાળ કાઢી. મોહેં જો દડો સરીખી હાલત અપણી જમાતે કરી કાઢી છે. વેદના અને પીડા અમારી ત્રણેની નસોમાં અજે ય વહેતી અનુભાવાય છે. ગાંધીભાઈ સાથે સંકળાયેલાં બીજાંત્રીજાં અનેક સ્થળોએ લટાર મારી. શહેર વચ્ચાળે ગાંધી સ્ક્વેરમાં, બેરિસ્ટર ગાંધીની ભારે અદ્દભુત પ્રતિમા દીઠી. કોઠો અજે ય ઠરતો ભાળ્યો છે.
દક્ષિણ અફ્રિકાની અઝાદીની ચળવળના સ્થંભસમા હયાત ગુજરાતી મૂળના નરબંકાઓઓને વંદન કરવાનો ય અમારો મનસૂબો હતો. સૌ પહેલાં, અમે લેનેશિયામાં અવ્યા ‘અફ્રિકન નેશનલ કૉંગ્રેસ’ના દફતરે ગયા. નેલ્સન મન્ડેલા જોડાજોડ, રોબેન ટાપુમાં, કેદમાં રખાયેલા, જાજરમાન અગેવાન અહમદ કથરાડાના ફાઉન્ડેશનનું દફતર પણ તે જ મકાનમાં હતું. રોબેન અઈલૅન્ડ જેલના કેદી નંબર ૪૬૮/૬૪ યાને કે અહમદભાઈ તે દિવસે કેપ ટાઉન હતા. અને છતાં, ફાઉન્ડેશનનાં સચિવ ઝરીના મોટાલાએ કમાલ કરી. અહમદભાઈને ફોન જોડી અપ્યો. િનરાંતે તેમની સાથે મીઠડા સુરતી – ગુજરાતી ઉઘાડ સોતી વાતો કરી. અને પ્રસંગને સંભારવા રાજુભાઈએ ‘અૅ સિમ્પલ ફ્રીડમ’ નામનું અહમદ કથરાડા લિખિત પુસ્તક ભેટ અપ્યું. પ્રવાસ દરમિયાન જ ‘પ્રકાશ-ગુરુ’એ તો તે વાંચી પણ કાઢ્યું !
અને પછી અમે પહોંચ્યા ડરબન. દેવેન્દ્રભાઈ નારણદાસ બારોબાર અમને ફિનિક્સ સેટલમેન્ટની જગ્યાએ લઈ ગયા. ત્યાં ઈલાબહેન ગાંધી ય હતાં. એમનીઆંખે જ અસબાબ દીઠો. મંજૂષા ઠલવાતી રહી, અમે માણતા જ રહ્યા. વળી, પિટરમેરિત્ઝબર્ગની સહેલ પણ દેવેન્દ્રભાઈએ જ કરાવી. ગાંધીભાઈ તે નગરની મેજિસ્ટે્ટ કૉર્ટમાં કહે છે કે કેસ લડેલા. તે ઈમારતને અમે ભડકે ભડભડ બળતી દીઠી. ઇતિહાસનું ક્યારેક તો અવું જ બનતું રહ્યું છે. દેવેન્દ્રભાઈએ અમતેમ કળે બળે મહેનત કરી જોઈ, પરંતુ કોઈ કારી ફાવી નહીં. અમે ગાંધી-પ્રતિમા લગી પહોંચી જ ન શક્યા. બધું જ પોલીસ કૉર્ડન હેઠળ. અથીસ્તો, ત્યાંથી હૈડાપાટે રેલવે સ્ટેશને જઈ પહોંચ્યા. એ ઐતિહાસિક ઘટનાએ મારા જેવા અનેકોને સ્વમાનનો બોધ દીધો છે. અપણે તેથી તો સર્વત્ર ટટ્ટાર રહી શક્યા છીએ.
એપ્રિલ-મે ૧૮૯૩નો તે સમય હતો. બક્ષીબાબુ લખે છે : એ રાતે ઠંડી અજના જેવી જ હશે. પાંચ ડિગ્રી સેલ્સીઅસ, અથવા ઓછી હશે. લગભગ એકસો વર્ષ પહેલાં, એ દિવસોમાં દક્ષિણ અફ્રિકામાં ૨૪ વર્ષના છોકરાએ નિર્જન પ્લેટફોર્મ પર વિચાર કર્યો હશે કે ઇંગ્લૅન્ડ ચાલ્યો જઉં? શા માટે અપમાનિત થવું ? અથવા ભારત. મોટાભાઈએ ભણાવ્યો છે. રાજકોટ કે મુંબઈમાં સ્થાઈ થઈ શકાશે. અને એ રાત ૨૪ વર્ષના એમ. કે. ગાંધીની નિશ્ચયની, સ્વાતંત્ર્ય માટેના મહાભિનિષ્ક્રમણની, ઝૂઝતા રહેવાની ભીષ્મપ્રતિજ્ઞાની, રાત હતી. શું શું શક્તિ હશે, શું ટિમ્બર હશે અ ૨૪ વર્ષના ગુજરાતી છોકરાનું, જેને દક્ષિણ અફ્રિકામાં અવ્યે હજુ એક જ અઠવાડિયું થયું હતું !
ચંદ્રકાંત બક્ષીની કલમની તાકાત તો જુઓ. અફરીન થઈ જવાય. ચાલો, અગળ વાંચીએ અને માણીએ : હું એ પ્લેટફોર્મને સ્તબ્ધ બનીને જોતો રહ્યો. અહીં ગાંધીની અપમાનબોધથી ભડકતીઆંખોમાંથી ભારતનો સ્વતંત્ર સંગ્રામ શરૂ થયો હતો. માત્ર ભારતનો જ નહીં, વિશ્વની પીડિત શોષિત દમિત પ્રજાઓના સંઘર્ષની જ્યોત જલી હતી. અ યાત્રાસ્થાન હતું. તીર્થસ્થાન હતું. ..
ઈલાબહેન ગાંધી સંગાથે ચારપાંચ વખત ‘ક્વૉલિટી ટાઈમ’ ગાળવાનો અવસર મળ્યો હતો. અમને વીરાંગના ફાતિમા મીર કને વળી એ જ લઈ ગયાં હતાં. વાતવાતમાં, ફાતિમાબહેને ‘ધ સાઉથ અફ્રિકન ગાંધી’ની એક પ્રત ભેટ અપી. અદ્ભુત અલભ્ય ગ્રંથ છે. એ ગાંધીજી વિશે કહેતાં હતાં, ‘એવણનું બધું જ સારું.’ ઈલાબહેને લાગલા ટાપસી પૂરી : ‘ગાંધી રંગભેદી હતા અને તેમણે અફ્રિકી જનતા માટેની કોઈ લડત અપી જ નહોતી, તેમ કહેનારા કેટલાક ઇતિહાસબોધ િવહોણા હિન્દી લોકો છે.’ અવું એકાદું જાહેર નિવેદન એમને મળ્યાની એ પીડાકારી સાહેદી અપતાં હતાં. ફાતિમાબહેને તરત જ તેને રદિયો અપ્યો. અ વિશ્વવિખ્યાત પ્રાધ્યાપિકાએ ઇતિહાસમાંથી દાખલાઓ ટાંકીને ફેર જણાવ્યું, ‘એવણનું બધું જ સારું.’ (ગુરુમહારાજે ખાનદાની પેશાને શોભે તેમ ટાપશી પૂરી, ‘અખિલાધિપતેરખિલં મધુરમ.’ અને એમ દક્ષિણા પાકી કીધી.)
દક્ષિણ અફ્રિકાને અલવિદા કહેતા હતા તે જ દિવસે, પૂર્વ અર્ચબિશપ ડેસમન્ડ ટુટુ, એક ટેલિિવઝન મુલાકાતમાં, કહેતા હતા : અફ્રિકાની અઝાદીની લડતમાં ગાંધીની મોટી દેણગી છે. દરેક અફ્રિકનના હૈયામાં ગાંધીનું અદકેરું સ્થાનમાન છે. કુમાર વિસ્મય અનંદનો લેખ જ જોઈએ : પેલી અફ્રિકન યુવતી કહેતી રહી : ‘ઓહ ! ગાંધી … ગાંધી તો અમારો ભગવાન છે, બીજો જિસસ છે .. એ માત્ર તમારો નહીં પણ અમારો પણ મુક્તિદાતા છે. … ‘ માનશો ? કેન્યાના કિસુમુ નગરે, કેન્યાના એક નરબંકા સ્વાતંત્ર્યસેનાની દિવંગત જારામોગી અૉગિન્ગા અૉડિન્ગાના અંતેવાસી અને લૂઓ જાતિના અગેવાન અડેરા ઓસાવા અમને કહેતા હતા : ‘ગાંધીને રંગભેદી કહેનારા ખુદ પોતે જ રંગભેદી છે. ગાંધીએ અમારી અફ્રિકી જનતા માટે શું શું કર્યું છે, તેની અવા લેભાગુઓને ગતાગમ જ નથી. મહાત્મા ગાંધી પ્રત્યે અમે સર્વદા ઓશિંગણ રહેવાના છીએ.’
વારુ, કેન્યા અને ટાન્ઝાનિયાની સફર સફળ રહી, કેમ કે તેમાં ‘રખડપટ્ટી અલગારી’નો જ અસલ ભાવ કેન્દ્રસ્થ હતો.
“અવાઝ” સામિયકનાં તંત્રી યુગલ, ઝરીના પટેલ તથા ઝહીદ રાજનના સંપર્ક તથા સંસર્ગ વિના, ફક્ત ગુજરાતીની વાત છોડીએ, અરે, મૂળે, સમગ્રતયા હિન્દવી ડાયસ્પોરા (અફ્રિકન એશિયન ઈન મેકિંગ ?) જ સમજાય નહીં. બંને બહુ જ જાણકાર, પાછાં કર્મશીલ અને મોટાં ગજાંનાં માણસ. નાઈરોબીમાં, નિરાંતવા તેમની સંગે સમય મળ્યો. અમે બેચાર વખત ગપસપ કરી, સાથે હર્યાં, ફર્યાં અને જમ્યાં. તે જ રીતે સુધીર વિદ્યાર્થીનું માનસ્થાન. તેમના પિતા, ગિરધારીલાલ વિદ્યાર્થી અને તેમના સર્વાંગીઆંદોલનની સમજણ વગર સઘળું એકડા વિનાના મીંડાં સરીખું જ નીવડે. માટે તેમણે અમને સારી પેઠે વખત અપ્યો અને વિસ્તારે વિગતો અપી.
અમે કેન્યા પહોંચ્યા તે પહેલાંના પખવાડિયે, એક, ગુજરાતથી અને બે, ઇંગ્લૅન્ડથી, એમ બે પ્રવાસી લેખકો ગુજરાતી ડાયસ્પોરાની શોધખોળમાં પૂર્વ અફ્રિકે જઈ અવેલા. ઝરીના પટેલ તથા ઝહીદ રાજનની સાથેની વાતચીતમાં એક જણ નરેન્દ્ર મોદીની વિકાસકૂચની અડેધડ તરફેણ કરતાં ઉશ્કેરાઈ ગયાની કહેવાતી વાત પણ જાણવા મળી. તે પોતાની ધડકી અને ધોકો વીંઝતા રહ્યા. વળી, સામેવાળાનું સાંભળે જ નહીં. પછી, તાડૂકીને તે કહે, અમારે તમારી વાત પણ જાણવી નથી અને “અવાઝ”ના અંક પણ વાંચવા જાણવા નથી !! સાંભળી અમે અવાકે સડક થઈ ગયા. સંશોધકો અવું ખરેખર કરી શકે ? અરસપરસ અપલે વગર તો સમાજનો વખત અને પૈસો ય વહાવવાના અધિકારનો લોપ થાય, તેનું શું ? જાહેર કામોમાં ખૂંપેલાઓની કોઈ સામાજિક જવાબદારી જ નહીં ?! ….. રામ રામ બોલો !
ક્યારેક ક્યારેક ગુરુ કરતાં ચેલા સવાયા નીકળે. નીલેશ શાહ ઝેનવાણીમાં હંકારતા હંકારતા પ્રકાશગુરુને કહેતા રહ્યા : ગુરુદેવ ! શાકમાં અખું કોળું જઈ રહ્યું છે. અહીં, મૂળે, ખાટલે મોટી ખોટ વર્તાય છે. કેમ કે ‘ઈગૉ’ને, જ ‘સિક્સ પૉઇન્ટ ટર્ન’ કરી, ‘પાર્ક’ કરવાનો હોય.
એક વાયકા અનુસાર, હનુમાનજીની દેરીએ એક ભગત ગયો. પૂજા અર્ચના કરી તેણે અંતરની વાત મૂકી, પવનદેવને અજીજી કરી : હે દેવ ! મને પૈસાની ભારે તાકીદ છે. એક લાખ રૂપિયાની જોગવાઈ કરી અલો. હું તમને સવાપાંચ રૂપિયાનું તેલ ચડાવીશ ! કહે છે કે, હનુમાનજી લાગલા જ પ્રગટ થઈ વદ્યા : મૂરખ છો. મારી કને અપવાને લાખ હોય તો તેની તેલે તલાવડી ભરી તેમાં હું જ ડૂબકીઓ ન મારું ?
વાત સમજાય તેવી સરળ છે. પરંતુ, અપણે જલેબી જેવાં મીઠાં થવા જઈએ છીએ અને સાથેસાથે તેના જેવાં જ લચ્છાદાર પણ ! − સવાલ ત્યાં જ અવી અડેનડે છે.
પાનબીડું :
મૂછે તાવ દેતા, છાતી છત્રીસ ઈંચે ફૂલાવી ફૂલાવી, વરરાજાના બાપ સગાંસાહીને પોરસાઈને કહેતા રહ્યા : ‘જંગ જિત્યો રે મારો કાણિયો’ !
સાંભળી જઈ, ખોખારો ખાતા ખાતા કન્યાના પિતા વદ્યા : ‘વહુ ચલે તમે જાણિયો’ !
e.mail : vipoolkalyani.opinion@btinternet.com