સવારે ઊઠીને,
માથામાં,
ડાઈનો કૂચડો,
મારી-સૂકવીને,
નાહીને,
બાથરૂમમાંથી,
નીકળીને,
જેવું અરીસામાં,
જોયું તો,
અરીસો બરાડ્યો,
ઘૈડી ઘોડીને,
લાલ લગામ..!!!
ને પછી,
અરીસાએ,
અટ્ટહાસ્ય કરતા,
કહ્યું,
વરણાગિયો…!!!
e.mail : addave68@gmail.com
![]()
સવારે ઊઠીને,
માથામાં,
ડાઈનો કૂચડો,
મારી-સૂકવીને,
નાહીને,
બાથરૂમમાંથી,
નીકળીને,
જેવું અરીસામાં,
જોયું તો,
અરીસો બરાડ્યો,
ઘૈડી ઘોડીને,
લાલ લગામ..!!!
ને પછી,
અરીસાએ,
અટ્ટહાસ્ય કરતા,
કહ્યું,
વરણાગિયો…!!!
![]()
“ચલ, જલ્દી જલ્દી વોટર ડ્રિંક કરી લે …”. “રન રન કરતો પહોંચી જા …”, “ઈટ કરી લે …”

નેહા શાહ
નાનાં બાળકો સાથે બોલાતી આવી ભાષા લગભગ બધાએ સાંભળી હશે. પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવા ઇચ્છતાં મા-બાપ આવી ભેળસેળ ભાષા વાપરતાં હોય છે. મા-બાપને સરખું અંગ્રેજી આવડતું ના હોય, ઘરમાં સહેજ પણ અંગ્રેજીનો ઉપાયોગ થતો ના હોય તો પણ બાળક ભણવું તો અંગ્રેજીમાં જ જોઈએ. આ વર્ગ એટલો બધો મોટો છે કે શહેરોમાં ગુજરાતી માધ્યમની સારી કહી શકાય એવી શાળાની સંખ્યા ઝડપથી ઘટી રહી છે! એ વાત સાચી કે બજારની માંગ અંગ્રેજીની છે. અંગ્રેજી લખતા-બોલતા લોકો માટે નોકરીની તકો વધી જાય છે, એ વાત પણ સાચી. એટલે જ લોકો પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ઇચ્છે છે. પણ, અભિવ્યક્તિની સાહજિકતા જે માતૃભાષામાં મળે છે એ પરદેશી ભાષામાં મળતી નથી. “વોટર ડ્રિંક કરી લે …” જેવી ભાષાના પ્રયોગ સાંભળીને મોટા થયેલા બાળકને ના તો સારું ગુજરાતી આવડે છે, ના અંગ્રેજી.
આદિકાળથી વિકાસ કરતાં કરતાં માણસે કેટલી બધી ભાષા અને બોલીઓ વિકસાવી! ગુજરાતી ભાષામાં પણ કેટલું બધું વૈવિધ્ય છે. કહેવાય છે ને કે “બાર ગામે બોલી બદલાય”. દરેક ભાષામાં સદીઓ જૂનું કેટલું બધુ જ્ઞાન અને ડહાપણ સંઘરાયેલું છે. આજ તો આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે. જે ભાષાની સાથે લુપ્ત થતો જાય છે. જેમ કે, સંસ્કૃતિમાં ખૂંપેલી અને રોજિંદા જીવનમાં છૂટથી વપરાતી કહેવતો – ‘છાશ લેવા જવું અને દોણી સંતાડવી’, કે ‘કૂવામાં હોય તે હવાડામાં આવે’ – એના અર્થ પણ ગુજરાતી જુવાનિયા ગૂગલ પર શોધે તો નવાઈ નહીં! જે તળપદું જ્ઞાન ગૂગલ સુધી પહોંચ્યું તે જ સચવાશે એવી પરિસ્થિતિ અત્યારે છે. સૌથી મોટી વિડંબણા એ છે કે માતૃભાષા ના આવડતી હોય અને અંગ્રેજી આવડતું હોય એ બાબત લોકોને ગર્વ લેવા જેવી લાગે છે. બાબા બ્લેકશીપ …. ગાતાં બાળકને જોઈ હરખાતાં મા-બાપે એ સમજવાની જરૂર છે કે બાળકે ના તો કાળું ઘેંટું જોયું છે, ના ઘેંટાએ આપેલા ઊનનું મહત્ત્વ એને સમજાય છે, કારણ કે એ તો ગરમ પ્રદેશમાં રહે છે. તો પછી એ ગીતે બાળકને કયા અનુભવ સાથે જોડ્યું? ઘણી અંગ્રેજી માધ્યમની શાળાઓ બાળકને કડકડાટ અંગ્રેજી બોલતા કરી દેવાની હોડમાં ગુજરાતી બોલવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે, અને બોલ્યા તો સજા! આવી રીતો બાળકને ગુજરાતીથી તો વિમુખ કરે જ છે પણ અન્ય વિષયમાં રુચિ લેતા પણ અવરોધે છે. આ શિક્ષણની સેવા નહીં પણ કુસેવા થઈ.
વર્તમાન વિકાસની તરાહ વિવિધતાનું એકરૂપીકરણ કરનારી સાબિત થઈ રહી છે. આ સંઘર્ષ માત્ર અંગ્રેજીના આધિપત્યનો જ નથી, પણ દરેક ભાષામાં રહેલા વૈવિધ્યને બચાવવાનો પણ છે. ગુજરાતી બચાવો અભિયાનમાં જોડાયેલા ઘણાં મહાનુભાવો ભાષા-શુદ્ધિના નામે તળપદી અભિવ્યક્તિની હાંસી ઉડાવતા હોય છે, ત્યારે એક રીતે પોતાનું આધિપત્ય સ્થાપિત કરે છે. આ અભિયાન સંસ્કૃત ભાષાને સ્થાપિત કરવા માટે છે કે ભાષામાં રહેલા વૈવિધ્યના સન્માન માટે એ સ્પષ્ટતા હોવી જરૂરી છે.
સયુંક્ત રાષ્ટ્રના માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું ત્યારે આ વાતનો અહેસાસ હતો જ. સંયુક્ત રાષ્ટ્ર નોધે છે કે વિશ્વમાં લગભગ 7,000 ભાષા બોલાય છે. એમાંથી દર પંદર દિવસે એક ભાષા લુપ્ત થાય છે! આશરે 45 ટકા જેટલી ભાષા વિલુપ્ત થવાની કગાર પર ઊભી છે. આજે વિશ્વભરમાં શિક્ષણ માટે વપરાતી ભાષાની સંખ્યા ચાર આંકડામાં નથી પહોંચતી અને ડિજિટલ વિશ્વમાં વપરાતી ભાષાની સંખ્યા સોએ પણ નથી પહોંચતી. પરિણામે વિશ્વના 40 ટકા લોકોને પોતાની માતૃભાષામાં શિક્ષણ નથી મળતું, કેટલાક વિસ્તારોમાં તો આ પ્રમાણ 90 ટકા સુધી પહોંચે છે.
નિરંજનભાઈ ભગતે એકવાર લખેલું કે ભાષા ગુજરાતી અને માધ્યમ અંગ્રેજી. લીનાબહેન મંગળદાસ, જેમણે અમદાવાદમા શ્રેયસ પ્રતિષ્ઠાનની સ્થાપના કરી અને મોંટેસરી પદ્ધતિને અપનાવી, તેઓ કહેતાં જે ભાષા ઘરે બોલાતી હોય એ જ ભાષામાં બાળકનું શિક્ષણ થાય તો એણે ભાષા સાથે સંઘર્ષ નહીં કરવો પડે અને માત્ર વિષય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. યુનેસ્કોએ આ વર્ષે આ જ વાત કહી છે. આ વર્ષે માતૃભાષા દિવસની ઉજવણીનો વિષય રખાયો છે – “બહુભાષીય શિક્ષણ – ભણતર અને આંતર–પેઢીય ભણતરનો પાયો”, જે થકી સર્વસમાવિષ્ટ શિક્ષણ અને સ્થાનિક ભાષાઓના સંરક્ષણ પર ભાર મુકાયો છે. બાળકને જો શરૂઆતના વર્ષોનું શિક્ષણ માતૃભાષામાં અપાય તો ઘર અને શાળા વચ્ચે તાદાત્મ્યતા સધાશે, બાળકની સર્જન શક્તિ અને વિવેચન ગુણ પણ ખીલશે, કુતૂહલતા જળવાશે તેમ જ આત્મ વિશ્વાસ ઊભો થશે. ઘણા અભ્યાસ આ વાતનું સમર્થન કરે છે. બાળક મોટું થતાં ધીમે ધીમે બીજી ભાષા શીખી જશે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપી શકાય એવી વ્યવસ્થા ગોઠવાય તો ભાષા બચાવવાના પ્રયત્નો માત્ર 21મી ફેબ્રુઆરી પૂરતા મર્યાદિત નહીં રહે.
![]()

૧૨મી ફેબ્રુઆરી ૧૮૨૪ના રોજ મોરબી નજીક ટંકારામાં તેમનો મૂળશંકરના નામે શૈવ બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો. તેમનો જન્મ થયો ત્યારે બ્રહ્મો સમાજની સ્થાપના માટેની ભૂમિકા બની ચુકી હતી અને ૧૮૨૮માં તેની સ્થાપના થઈ હતી. બ્રહ્મો સમાજ એમ માનતો હતો કે કોઈ ધર્મ ગ્રન્થ અને તેનાં વચન અંતિમ પ્રમાણ નથી. માનવીનો અંતરાત્મા અને વિવેક સર્વોપરી છે. બ્રહ્મો સમાજ અવતારમાં પણ નથી માનતો. બ્રહ્મો સમાજ અનેક ઈશ્વર અને મૂર્તિ પૂજાને પણ નકારતો હતો. બ્રહ્મો સમાજીઓ જ્ઞાતિ વ્યવસ્થાનો વિરોધ કરતા હતા. મૂળશંકર સમજણા થયા ત્યાં સુધીમાં બ્રહ્મો સમાજની દેશભરમાં ખ્યાતિ બની ચૂકી હતી અને એ રાહે થોડાઘણા ફેરફાર સાથે પ્રાર્થના સમાજ અને એવી બીજી સંસ્થાઓની સ્થાપના થવા લાગી હતી.
દયાનંદ સરસ્વતીનો જન્મ થયો એનાં ત્રીસેક વરસ પહેલાં ઉત્તર પ્રદેશમાં અયોધ્યા પાસે આવેલા છપૈયા નામના મૂળ વતની ઘનશ્યામ પાંડે ગુજરાતમાં આવ્યા હતા અને તેમણે સ્વામીનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી હતી. દયાનંદ સરસ્વતી પચીસ વરસના થયા ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાતમાં જગ્યા બનાવવા લાગ્યો હતો.
દયાનંદ સરસ્વતી અસ્વસ્થ હતા. એક તરફ ઈશ્વરીય ગ્રન્થ એકેય નથી અને અંતરાત્મા તેમ જ વિવેક સર્વોપરી છે એમ માનનારા બ્રહ્મો સમાજીઓ અને બીજી તરફ એક માનવીને ઈશ્વરના અવતાર તરીકે જોવાની-સ્વીકારવાની અને એક નવો સંપ્રદાય આકાર લે એવી તજવીજ તેમને અકળાવતી હતી. આ રીતે હિંદુ પરધર્મીઓનો મુકાબલો કેવી રીતે કરે? હિંદુઓએ સંગઠિત થવા માટે કોઈક મોટું અવલંબન જોઈએ અને મન ફાવે તેને ઈશ્વરના અવતાર તરીકે સ્થાપીને અને નવા નવા સંપ્રદાય રચીને તેને વિભાજીત કરનારા નાનાંનાનાં અવલંબનોને દૂર કરવા જોઈએ. હિંદુઓ પાસે બધાને બાંધી રાખે એવું કોઈ મોટું ગુરુત્વાકર્ષણ બળ હોવું જોઈએ અને મન ફાવે ત્યારે નોખો ચોકો કરીને હિંદુઓને કમજોર કરનારી પ્રવૃત્તિ બંધ થવી જોઈએ.
દયાનંદ સરસ્વતી એમ પણ માનતા થયા હતા કે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મની તાકાત તેનાં સ્વરૂપમાં છે અને હિંદુ ધર્મની નબળાઈનું કારણ પણ તેનું સ્વરૂપ છે. ખ્રિસ્તીઓ અને મુસલમાનો આખા જગતમાં ફેલાયેલા છે અને તેમનો ધાર્મિક ચહેરો એક સરખો છે. તેઓ ધાર્મિક ભાતૃભાવ ધરાવે છે, જ્યારે હિંદુ બીજા હિંદુ સાથે સંપ્રદાય અને પેટા સંપ્રદાયના નામે બાપે માર્યા વેર ધરાવે છે. ઇસ્લામ અને ઈસાઈ ધર્મ વ્યવસ્થિત રીતે સંગઠિત ધર્મ છે અને તે સંગઠિત એટલા માટે છે કે તે માળખાબદ્ધ (સ્ટ્રકચર્ડ) છે. જો હિંદુઓએ સંગઠિત થવું હોય તો હિંદુ ધર્મને પણ માળખાકીય સ્વરૂપ આપવું જોઈએ. એ પછી જ હિંદુઓમાં અખંડ હિંદુ હોવાની ઓળખ પેદા થશે, તેની અંદર અસ્મિતાભાવ અને તેની સાથે અને તેને કારણે સંખ્યાભાવ પેદા થશે.
દયાનંદ સરસ્વતી ગુજરાતના હતા અને ગુજરાતી અને સંસ્કૃત સિવાય બીજી કોઈ ભાષા જાણતા નહોતા, એટલે તેમણે શરૂઆતમાં ગુજરાતમાં નવા વિચાર ફેલાવવાના પ્રયાસ કર્યા હતા, પણ તેમાં તેમને સફળતા મળી નહીં. તેઓ નિરાશ થઈને અને “ગુજરાતમાં પાખંડી પૂજાય” એવો ફિટકાર વરસાવીને ગુજરાત છોડીને જતા રહ્યા હતા. જે કારણે દયાનંદ સરસ્વતીને ગુજરાતી હોવા છતાં ગુજરાતીઓના મસ્તિષ્કમાં પ્રવેશ ન મળ્યો, અદ્દલ એ જ કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ગુજરાતીઓના મસ્તિષ્કમાં પ્રવેશ મળ્યો હતો. વાંચવું વિચારવું પ્રશ્ન કરવો કે શંકા કરવી એ સરેરાશ ગુજરાતીઓના પીંડમાં નથી. આ હું નથી કહેતો, દયાનંદ સરસ્વતીનું આવું ગુજરાતીઓ વિશેનું નિદાન છે.
ખેર, ૧૮૭૫માં દયાનંદ સરસ્વતીએ મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી. આગળ કહ્યું એમ આર્ય સમાજનો ઉદ્દેશ સાંપ્રદાયિક ભેદભાવ વિનાના અખંડ હિંદુને પેદા કરવાનો હતો. એ માટે તેઓ માળખા વિનાના હિંદુ ધર્મને ચોક્કસ પ્રકારે માળખાબદ્ધ કરવા માગતા હતા. તેમની અંદર અસ્મિતાભાન અને સંખ્યાભાન પેદા કરવા માગતા હતા. માટે તેમને હિંદુ રાષ્ટ્રવાદના પ્રથમ ઉદ્દગાતા તરીકે ઓળખાવવામાં આવે છે. અંગ્રેજીમાં કહેવું હોય તો Pioneer of Hindu Nationalism. આધુનિક રાષ્ટ્રવાદ બહુમતી કોમ, તેની સંખ્યા અને અસ્મિતા પર આધારિત છે. ભારતે એક સર્વસમાવેશક અને સહિયારા એવા નરવા રાષ્ટ્રની રચના કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ હવે એમ લાગે છે કે નરવાઇ કેટલાક હિંદુઓને પસંદ નથી. તેમને ગયા સપ્તાહના લેખમાં ગાંધીજીને ટાંકીને કહ્યું હતું એમ ઇન્ડિયન સ્લેટ (પાટી) નથી ખપતી, વેસ્ટર્ન સ્લેટ ખપે છે. બહુમતી રાષ્ટ્રવાદ આયાતી છે.
અહીં એક પ્રશ્ન થવો જોઈએ. જેને પાયોનિયર ઓફ હિંદુ નેશનાલીઝમ તરીકે ઓળખાવવામાં આવે છે એવી વ્યક્તિની દ્વિશતાબ્દી જેવી મોટી ઘટનાને રાષ્ટ્રીય સ્તરે કેમ ઉજવવામાં ન આવી? હિંદુ રાષ્ટ્રવાદીઓની કેન્દ્રમાં તેમ જ મહત્ત્વનાં રાજ્યોમાં સરકાર છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવું દુનિયાનું સૌથી મોટું સંગઠન છે, પુષ્કળ સાધનો છે. તેઓ ધારત તો જેમ રામમંદિરની ઘટનાને જે રીતે ઉજવી એ રીતે સ્વામી દયાનંદ સરસ્વતીની દ્વિશતાબ્દી ઉજવી શક્યા હોત. દયાનંદ સરસ્વતીના અખંડ હિંદુની વાત ઘરેઘરે પહોંચાડી શક્યા હોત. એની જગ્યાએ વડા પ્રધાન ટંકારા જઈ આવ્યા અને એ પછી કાંઈ જ નહીં. હિંદુ રાષ્ટ્રવાદનું પાયારોપણ કરનાર વ્યક્તિનું બસ આટલું જ માનસન્માન? શા માટે?
કારણ છે હિંદુ ધર્મને માળખાબદ્ધ કરવાનો સ્વામી દયાનંદ સરસ્વતીનો આગ્રહ અને એવા આગ્રહ માટેની ભાષા. સરેરાશ હિન્દુને એ માફક આવે એમ નથી. હિંદુ ધર્મને માળખાબદ્ધ કરવા માટે દયાનંદ સરસ્વતીએ શું ઉપાય સૂચવ્યો હતો અને તેના પ્રચાર-પ્રસાર માટે શું કર્યું હતું એની વાત આવતા સપ્તાહે.
![]()

