શૈશવ કાળમાં સમીર લહરી સમી તું મારા ચોકમાં ઊતરી આવી. ચોમાસાનાં તોફાન મસ્તી સમી ગયાં ને વૃદ્ધાવસ્થા સમા પ્રૌઢ શિયાળાને પાછળ મૂકી ગયાં. તું મને હાથ પકડી અફાટ ધરતી ઉપર રમવા લઈ જાય છે. સંતાકૂકડીની રમતમાં હારી જાઉં છું ત્યારે અશ્રુભીની આંખે હું બેસી જાઉં છું. તું મારા માથે હાથ ફેરવે છે, જાણે વસંતનો થનગનાટ મારા અંગે અંગમાં વ્યાપી ગયો.
હોળીની હૂંફ લઈ શિયાળાએ વિદાય લીધી. આમ્રકુંજની કોયલ હૃદયમાં ટહૂકી ઊઠી. કેસૂડાની લાલાશ આંખની માદકતામાં પલટાઈ ગઈ. શૈશવે કરવટ બદલી. શૈશવની સ્મૃિતઓના કટકાઓએ એકત્ર થઈ તારી સૌંદર્ય મૂર્તિ ઘડી કાઢી. તે દિવસથી આપણે ઊગતા સૂર્યની સાખે સંલગ્ન કર્યું. શાશ્વતતાને કિનારે પહોંચવા સઢ શણગાર્યો. મેં મારી જાતને તારા હાથમાં સ્વાધીન કરી. મારા અર્ધ નિદ્રિત પોપચાઓમાં તેં જાદુઈ ઘેન ભર્યું, નાવ કિનારે આવી ચૂકી હતી. તેં તારા નાજુક હસ્તથી મારા હૃદય આરસ ઉપર તારી સૌંદર્ય મૂર્તિ કંડારી હતી અને તું કહેતી હતી, ‘હું જાઉં છું’.
ને
જાણે હું અનંતાનંત અવતારોના માદક ઘેનમાંથી જાગ્યો. જોયું તો અત્ર તત્ર સર્વત્ર તું હી તું જ.
e.mail : manibhai.patel@gmail.com
![]()


નોકરી કૂટી કાઢનાર સિનિયર્સ વ્યાજ પર જીવે છે, પણ વ્યાજ અડધો ટકો વધારે મળતું હોવા છતાં તે એટલું ઓછું હોય છે કે એટલામાંથી બૂટ નહીં, પણ બૂટનું બૉક્સ માંડ આવી રહે. એટલું ઓછું હોય તેમ ટી.ડી.એસ. (Tax Deducted at Source) ગજવું કાતરતો જ રહે છે. જી.એસ.ટી.નું ઠેકાણું નથી પડતું ને ટી.ડી.એસ. ઠેકાણે પાડી દે છે. જે ડિપૉઝિટ ચોક્કસ મુદતે પાકતી હોય તેનું વ્યાજ છેલ્લે રકમ ઉપાડીએ ત્યારે મળે, પણ ટી.ડી.એસ. તો દર વર્ષે જ કપાતો જાય. આ તકલીફ સિનિયર્સને તો છે જ, બીજા ખાતેદારોને પણ છે જ. દાખલા તરીકે કોઈ ખાતેદાર પાંચ વર્ષ માટે કોઈ રકમ મૂકે ને તેનું વ્યાજ પાકતી મુદતે મળવાનું હોય તો પણ દર વર્ષે લાગુ પડતો ટી.ડી.એસ. તો કપાતો જ જાય છે. જે વ્યાજ વાપરવા જ નથી મળતું ને જે પાંચ વર્ષને અંતે જ મુદ્દલ સાથે મળવાનું છે, તેનો ટી.ડી.એસ. વચ્ચેથી કાપવાનો અર્થ તો એટલો જ થાય કે સરકારને ખાતેદારમાં વિશ્વાસ નથી. આ ખોટું છે. પાકતી મુદતે ટી.ડી.એસ. સાથે જ કપાય તો શું તકલીફ થાય, તે નથી સમજાતું.