ચુકાદો મારા રામને પસંદ નથી. મારા રામનો હું ભક્ત છું કારણ કે તેઓ મર્યાદાપુરુષોત્તમ છે. એક માત્ર કૈકેયીની ઈચ્છાને માન આપી તેમણે વનવાસ સ્વીકાર્યો હતો.તે જ રીતે આ ચુકાદાથી જો વિશ્વમાં કોઈ એક વ્યક્તિનું દિલ પણ દુભાયું હોય, તો તેવો ચુકાદો મારા રામને સ્વીકાર્ય નથી.
કોર્ટની પોતાની મર્યાદા છે. તે ફક્ત તથ્યો અને તર્કનો સરવાળો કરી શકે. એ સામાન્ય મનુષ્યો માટે છે. પણ આ ચુકાદાથી આપણે રામને મર્યાદાપુરુષોત્તમને બદલે જમીનના ટાઇટલ માટે ઝગડતા તુચ્છ મનુષ્યની કક્ષાએ લાવી દીધા છે. આ ઝઘડા અને ચુકાદાથી આપણે રામને હરાવ્યા છે. દુભવ્યા છે. કોર્ટમાં જીતેલી જમીન પર બનેલા મંદિરમાં રહેવાનું તેઓ પસંદ કરશે?
ગોત્રી, વડોદરા – ૨૧
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 05
![]()


ફરી એકવાર ધાડ જોયું. મન શા માટે ભરાઈ આવ્યું એનાં કારણો મને સમજાતાં નથી. ઘેલો, મોંઘી, જુસલો, પ્રાણજીવન જેવાં પાત્રો, દરિયો અને અસ્સલ રણપ્રદેશની વેરાન ધરતી. લોંગ શોટમાં દેખાતા કચ્છને ઉપસાવી આપતું વનરાજ ભાટિયાનું સંગીત. અબડાસા, માંડવી, લખપત, પરજાઉ, રામવાડો ગામનાં દશ્યો ચિત્ત પરથી હટતાં નથી.

સર્વોચ્ચ અદાલતે અયોધ્યાવિવાદ પર ચુકાદો આપ્યા પછી મારી ઉંમરના અનેક ભારતીયોનાં મનમાં ઘણી યાદો તાજી થઈ ગઈ, પણ તેમાંથી બધાં સ્મરણો ખુશ થવાય કે રાજી થવાય એવાં નહોતાં. અયોધ્યામાં બાબરી-મસ્જિદ તોડીને એના સ્થાને ભગવાન રામનું મંદિર બનાવવા ઇચ્છતા લોકોએ શરૂ કરેલી રક્તરંજિત હિંસક ઘટનાઓ મારી નજર સામે તરવા લાગી. આ ઘટનાઓ બરોબર ૩૦ વર્ષ અગાઉ નવેમ્બર, ૧૯૮૯માં ભાગલપુર શહેરમાં અને એની આસપાસના વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન ઘટી હતી.