વર્ષાભીંજી સવારે એક બંગાળી ગીતના શ્રવણમાં હું લીન થતો ગયો. ‘યુટ્યુબ’ પર જેનાં અનેક ગાન છે એ ‘આમાર જન્મભૂમિ’ના સંગમાં હતો. ગીતના ભાવ અને સૂર અંતરને સ્પર્શે એમાં બંગાળી ભાષાનું અજ્ઞાન અંતરાય નહોતું, બેશક નહોતું. થોડા દિવસ પહેલાં એ ગીતનાં બે ‘વર્ઝન’ ‘ફેસબૂક’ પર મૂકેલાં – એમ માનીને કે આ તો રવીન્દ્રનાથનું ગીત. એક મિત્રે જિજ્ઞાસા બતાવી : આનું ભાષાંતર? ‘આમાર જન્મભૂમિ’ એ અતિ પરિચિત ધ્રુવપંક્તિએ સગડ આપ્યા કે રવીન્દ્રનાથના નહીં પણ એમના સમકાલીન કવિ દ્વિજેન્દ્રલાલ રાયના આ ગીતનો અનુવાદ તો બાપુજીએ કરેલો છે : ‘સ્વપ્ન થકી સરજેલી’.
અને આ દિવસો દરમિયાન આ બંગાળી ગીત ચિત્તે ને કર્ણે ઘૂંટાતું આવ્યું. એ પંક્તિઓ ગવાતી જતી હતી ને મારી દીવાલો તેના પડઘા પાડતી રહી, મને સાવ નિરાળા ભાવજગતમાં તાણતી ગઈ. રવીન્દ્રનાથ, નજરુલ, અને દ્વિજેન્દ્રલાલ, બંગાળના એ ત્રણ લાડીલા કવિઓએ લગભગ સમકાલે બંગ સંસ્કૃતિને પોતાનાં ગીતોથી તરબોળ કરી હતી. ત્રણેય ગાયકો, પોતાની રચનાઓના ઢાળના પોતે જ નિર્માતા. ત્રણેયનાં ગીતો થકી બંગાળનો એક આખો યુગ ગાન-સંપન્ન બન્યો. રવીન્દ્ર-સંગીત ઉદ્ભવ્યું, તેમ નજરુલ-ગીતિ ખ્યાત બની, અને દ્વિજેન્દ્ર-ગીતિ પણ બંગ પ્રજાના કંઠની લાડીલી બની. 1905માં બંગભંગના લોકજુવાળે એક નવો મિજાજ ધારણ કર્યો. પરિણામે જે રાષ્ટ્રગાન દ્વિજેન્દ્રલાલની કલમમાંથી પ્રગટ્યાં તેમાં આ ‘આમાર જન્મભૂમિ’ અમર બન્યું. આજે એકસો વરસ પછી પણ બંગાળ અને બાંગ્લાદેશના લોકોને એનું ઘેલું છે. બંગાળી પ્રજાનું એ સંસ્કૃતિ-ગાન છે.

રવીન્દ્રનાથ ટાગોર – દ્વિજેન્દ્રલાલ રાય – કાઝી નજરુલ ઈસ્લામ
યુટ્યુબ તો તેનાં ઘણાં ‘વર્ઝન’ રજૂ કરે છે, પણ અહીં મૂકવા માટે ત્રણ ગાન પસંદ કર્યાં છે. બંગાળી ભાષા ન જાણનાર પણ આ ગીતોના સ્વરહિલ્લોલને આસ્વાદી શકશે. એક ગીત એમોન ચક્રવર્તી અને સાથીદારોનું ગાયેલું અગાઉ મૂકેલું, આજે ફરીવાર મૂક્યું છે. કંઠ અને ભાવની ઉત્કટતા અભિવ્યક્તિનાં ગુંબજ કેવા ગજાવે છે તેનું આ એક ઉદાહરણ છે. ગાન અરધે પહોંચે છે ત્યારે ગાયિકાના આમંત્રણે પ્રેક્ષકોના હજાર કંઠ એમાં સૂર પુરાવે છે, અને ગાનના પ્રાણ-છલકતા આરોહ-અવરોહના પ્રતિઘોષ એ સભાભવનમાં ચોમેર વ્યાપી વળે છે તેના રોમાંચ તમે અને હું માત્ર શ્રવણથી પણ પામીએ છીએ. ઊઘડતી પંક્તિ ‘ધન ધાન્ય પુષ્પભરા, આમાદેર એઈ વસુંધરા’ – ગુજરાતી અનુવાદમાં ‘ધન-ધાન્ય-ફૂલે લચકેલી … મુજ માતૃભૂમિ લહેરાય’ – એના ગુંજન કર્ણે ભરીને મારો એ વર્ષાભીનો દિવસ સ્નિગ્ધ બન્યો. સુયોગ તો કેવો રચાયો : એ જ દિવસે, 19 જુલાઇએ, દ્વિજેન્દ્ર-જયંતી હતી!
એમોન ચક્રવર્તી :
બીજા એક રેકૉર્ડીંગમાં ભારત અને બાંગ્લાદેશનાં ચુનંદા ગાયકો સહિયારા સૂરનો સંપુટ રચે છે :
https://www.youtube.com/watch?v=15iU7TWALRw&list=RD15iU7TWALRw&index=1
ત્રીજામાં સૌરેન્દ્ર સૌમ્યજિત નામે ગાયક ‘વંદે માતરમ્’ની ઊઘડતી પંક્તિ સાથે ‘આમાર જન્મભૂમિ’ની સૂરાવલિની અદ્ભુત ગૂંથણી કરીને પ્રેક્ષકોને ડોલાવે છે.
https://www.youtube.com/watch?v=WPWRs9hhkzc
હા, આ બંગાળી ‘આમાર જન્મભૂમિ’ એ જ મેઘાણીનું ગીત ‘સ્વપ્ન થકી સરજેલી’. ત્રણેય બંગાળી કવિઓની માફક ગુજરાતી કવિ પણ પોતાનાં ગીતોની સ્વર-રચના ખુદ
કરતા અને ગાતા, પણ આ ‘સ્વપ્ન થકી સરજેલી’ એમણે ક્યાં ય ગાયું હોવાનો ઉલ્લેખ નથી. હવે કોઇ અમર ભટ્ટ ગુજરાતી ગીતમાં પણ સ્વર સીંચશે એવી આશાભરી કલ્પના સ્ફુરે છે. દ્વિજેન્દ્રલાલ વિશે એક લેખ ઘણાં વરસ પહેલાં ઝવેરચંદ મેઘાણીએ લખેલો : ‘રાષ્ટ્રગાનનો ગાયક’. એ જિજ્ઞાસુઓ માટે ગ્રંથસ્થ છે. (‘પરિભ્રમણ’ : નવસંસ્કરણ, ખંડ 2, પા. 27-58.)
ગુજરાતી અનુવાદ :
સ્વપ્ન થકી સરજેલી
ધન–ધાન્ય–ફૂલે લચકેલી
આ વસુધાના પટમાંય,
કો સ્વપ્ન થકી સરજેલી
મુજ જન્મભૂમિ લહેરાય:
નવખંડ ધરા પર ભમો – નથી આ ભોમ સમોવડ કોઈ:
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.
કહો ક્યાં બીજે દીઠેલી
આ મેઘ તણી કાળાશ?
– આ નભમંડલની કાન્તિ?
– આ વીજ તણા અજવાસ?
અહીં પંખી તણા સ્વર સુણી પોઢવું, સુણી જાગવું હોય,
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.
કહો ક્યાં બીજે દીઠેલાં
નદીઓનાં નિર્મલ વ્હેણ?
– આ પહાડો ધુમ્મસઘેરા?
– આ હરિયાળાં મેદાન?
ભરચક ખેતર પર લહર લહન્તા પવન અન્ય ક્યાં હોય,
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.
અહીં તરુતરુએ ફૂલ હીંચે,
વન વન પંખીડાં ગાય;
અહીં મધુકર મદભર ગુંજે
પુંજે પુંજે લહેરાય:
મધુ પી પુષ્પો પર ઢળી પોઢતા અન્ય ક્યહાં એ હોય?
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.
તુજ સમ નથી ક્યાંય જગતમાં
પ્રિયજનના આ વિધ પ્રેમ;
તુજ ચરણો ચાંપી હૃદયમાં
જીવવાની હરદમ નેમ:
હું જનમ જનમ અહીં મરું–અવતરું – મુક્તિ અન્ય ક્યાં હોય?
સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.
402 'SATTVA', near GREEN PARK, PHULVADI BHAVNAGAR 364 002 (GUJARAT)
••••••••
કવિ દ્રિજેન્દ્રલાલ રાયનું મૂળ બાંગલા કાવ્ય, બાંગલા લિપિમાં પ્રસ્તુત :
ধনধান্য পুষ্প ভরা আমাদের এই বসুন্ধরা
তাহার মাঝে আছে দেশ এক সকল দেশের সেরা
ও সে স্বপ্ন দিয়ে তৈরি সে দেশ স্মৃতি দিয়ে ঘেরা
এমন দেশটি কোথাও খুঁজে পাবে নাকো তুমি
ও সে সকল দেশের রাণী সে যে আমার জন্মভূমি
সে যে আমার জন্মভূমি, সে যে আমার জন্মভূমি।
চন্দ্র সূর্য গ্রহতারা,
কোথায় উজল এমন ধারা
কোথায় এমন খেলে তড়িৎ এমন কালো মেঘে
তার পাখির ডাকে ঘুমিয়ে উঠি পাখির ডাকে জেগে।
এত স্নিগ্ধ নদী কাহার,
কোথায় এমন ধুম্র পাহাড়
কোথায় এমন হরিত ক্ষেত্র আকাশ তলে মেশে
এমন ধানের উপর ঢেউ খেলে যায়
বাতাস কাহার দেশে।
পুষ্পে পুষ্পে ভরা শাখি কুঞ্জে কুঞ্জে গাহে পাখি
গুঞ্জরিয়া আসে অলি পুঞ্জে পুঞ্জে ধেয়ে
তারা ফুলের ওপর ঘুমিয়ে পড়ে ফুলের মধু খেয়ে।
ভায়ের মায়ের এত স্নেহ,
কোথায় গেলে পাবে কেহ
ওমা তোমার চরণ দুটি বক্ষে আমার ধরি
আমার এই দেশেতে জন্ম যেন এই দেশেতে মরি।
આ કાવ્યનો રોમન લિપિમાં પાઠાંતર :
Dhono Dhanno Pushpe Bhora ♪
Dhono dhanne pushpe bhora amader ei boshundhora
Tahar majhe achhe desh ek shokol desher shera
O shey shopno diye toiri she je sriti diye ghera
Emon deshti kothao khuje pabe nako tumi
Shokol desher raani shey je amar jonmobhumi
Shey je amar jonmobhumi, shey je amar jonmobhumi
Pushpe pushpe bhora shakhi, kunje kunje gahe pakhi
Gunjoriya ashe oli, punje punje dheye,
Tara phooler opor ghumiye pore phooler modhu kheye
Emon deshti…
Bhayer mayer eto sneho, kothai gele pabe keho
O maa tomar choron duti bokkhe amar dhori
Amar ei deshe te jonmo jeno ei deshe te mori
Emon deshti.
![]()


વર્તમાન કેન્દ્ર સરકારની ધરાર પ્રશંસા કરવી પડે એવા અવસર આપણા અત્યારના શાસકોએ બહુ ઓછા આપ્યા છે, એમાં એક અવસર ઈરાન સાથેની છાબહાર બંદરની સમજૂતીનો હતો. ૨૦૧૬ના મે મહિનામાં ભારત અને ઈરાને ઈરાનના હોરમઝની સામુદ્રધુની અર્થાત્ ઈરાનના અખાતના મુખ પર આવેલા છાબહાર નામના બંદરને ભાગીદારીમાં વિકસાવવાનો કરાર કર્યો હતો. એના દ્વારા ઈરાનને દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોમાં વ્યાપાર કરવાની અનુકૂળતા મળતી હતી અને ભારતને પશ્ચિમના અને મુખ્યત્વે મધ્ય એશિયાના દેશો સાથે. એ સમજૂતીની આ લખનારે ભરપૂર પ્રશંસા કરી હતી. કરવી જ પડે એમ હતી. જો કે આવી જ એક સમજૂતી ૨૦૦૩માં અટલ બિહારી વાજપેયીની સરકારે ઈરાનના શહીદ બેહેશ્તી નામના બંદરને ભાગીદારીમાં વિકસાવવાની કરી હતી, પરંતુ ઈરાન સામેની નાકાબંધીને કારણે એ લાગુ થઈ શકી નહોતી.

આ ગઝલના સંગીતકાર આશિત દેસાઈ કહે છે, ‘અંધાર નાબૂદીનો દસ્તાવેજ…માં ગઝલિયત સાંગોપાંગ બહાર આવે છે. મને અને હેમાને અત્યંત પ્રિય એવી આ ગઝલ છે. સિત્તેરના દાયકામાં શોભિત અમારે ઘરે ઘણી વાર આવતો. પછી તો શેર-ઓ-શાયરીનો જે દૌર ચાલે. સાચું પૂછો તો ગુજરાતી ગઝલ વિશ્વનો અમને પરિચય કરાવનાર શોભિત જ. એને બેફામ, મરીઝ, શૂન્ય, ગની દહીવાલા, અમૃત ઘાયલ એ બધાની ગઝલો કંઠસ્થ હોય. એ વખતે તો એ પચીસેક વર્ષનો હશે પણ એની ગઝલો ખાસ્સી પરિપક્વ હતી. એના શેરમાં તિખારો જોવા મળતો. ‘અરે’ શબ્દ એવી રીતે ઉચ્ચારે કે સંગીતમાં પણ તમારે ‘અરે’ શબ્દ એ જ રીતે વ્યક્ત કરવો પડે. એ લાઈવ એન્સાઈક્લોપીડિયા છે. એના પઠન સાથે મારામાં કમ્પોઝિશનની પ્રવૃત્તિ શરૂ થઈ જતી. દસ્તાવેજ જેવા નોન મ્યુઝિકલ શબ્દ ગઝલમાં લઈ આવીને શબ્દરમત ખેલવામાં એ માહેર છે. એમની ગઝલોમાં શબ્દોનો આડંબર નહીં પણ ઊંડાણ છે. અમે બન્ને ઋણી છીએ કે શોભિતે અમારી સમક્ષ ઉચ્ચ ગુજરાતી ગઝલો ઉઘાડી આપી. રાગના માળખાને ધ્યાનમાં રાખીને હું ક્યારે ય ગીત કમ્પોઝ નથી કરતો પણ સ્વરબદ્ધ કરતી વખતે આપોઆપ રાગ નીખરી ઊઠે ત્યારે મજા આવે.’
‘કૈલાસ એક વાર મને પંકજ અને મનહર ઉધાસ પાસે લઈ ગયો અને આ બે સરસ મિત્રોની ઓળખાણ થઈ. મનહરભાઇએ પણ મારી ગઝલો સુંદર કમ્પોઝ કરી છે, પરંતુ રૂપ કૈફી હતું ગઝલ જુદી જ રીતે રચાઈ હતી. પંકજ ઉધાસની ઉર્દૂ-હિન્દી ગઝલો એ વખતે એટલી લોકપ્રિય હતી કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સંગીતને એમણે બાનમાં લઈ લીધું હતું. પંકજજીના મ્યુઝિક રૂમમાં અમે બેઠા હતા. એમણે કહ્યું કે મને રોમેન્ટિક ગઝલ જોઈએ છે, લખી આપ. પહેલો શેર મેં તરત આપી દીધો; રૂપ કૈફી હતું આંખ ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી …! એમણે તરત જ પહાડી ધૂન વગાડી અને પહેલો શેર કમ્પોઝ કરી દીધો. આગળ કંઈ સૂઝે નહીં તો બંગલા બહાર જઈને હું લટાર મારું ને આવીને બીજો શેર આપી દઉં. કૈલાસ પણ વચ્ચે ટાપસી પુરાવતો જાય. કદર કરવામાં અને દાદ આપવામાં હું દાતાર છું એટલે આ ગઝલને હું અમારા ત્રણેયનું સહિયારું સર્જન ગણું છું.’ શોભિતભાઈ કહે છે.