મળ્યો ઘણાને, પોતાને મળવાનું જ ભૂલી ગયો,
કોણ છે તું? શું ચાહે છે, એ પૂછવાનું ભૂલી ગયો.
હંમેશાં પુરુષાર્થ કરી મેં કર્યું મેં કર્યું કરતો રહ્યો,
પણ પ્રારબ્ધમા શું લખ્યું છે, એ જોવાનું ભૂલી ગયો.
સાચું સુખ શું ? શોધવા ચારેકોર ભટકતો રહ્યો,
મનમાં જે સંતાયું છે, એને બહાર શોધતો રહ્યો,
લાગણીઓ ઘણી છે, દિલમાં છુપાવાનું ભૂલી ગયો.
લોકો રુઠતા રહ્યા અને હું હંમેશાં મનાવતો રહ્યો
ઈશ્વર મનમા જ છે ગુરુએ સમજાવ્યું એ ભૂલી ગયો
હંમેશાં મંદિર – મસ્જિદમાં એને શોધતો રહ્યો.
હર માનવીનાં લોહીનો રંગ લાલ છે ભૂલી ગયો.
મજહબના નામ પર, લોકોને લડતા હું જોતો રહ્યો.
મૃદુલ મન લખવા બેઠું તો શબ્દો ભૂલી ગયો.
ઉપમાઓથી ગઝલ બની ગઈ ને હું જોતો રહ્યો.
સમય બહુ ઓછો રહ્યો છે હવે હાથમાં ત્યારે.
ઇશ્ચર પાસે જવાની તૈયારી કરવાનું ભૂલી ગયો.
e.mail : mruduls.ms@gmail.com
![]()


પૃથ્વી પર અહમ્-કાર અથવા હું-કાર વિનાની મનુષ્યવ્યક્તિ ન મળે. દુર્વાસા ક્રોધી હતો પણ મહા અહંકારી નથી લાગતો? રાવણનો અહંકાર અસીમ હતો. ઢૉંગી બાવાઓમાં અહંકારી ઘણા મળી આવતા હોય છે. અહંકારી કોઈ કોઈ સ્ત્રીઓ પણ હોય છે, એમને સરળતાથી નથી જીતી શકાતી. અરે, નિર્દોષ બાળક પણ ના પાડવી હોય ત્યારે ઝટકાથી ડોકું ધુણાવે છે.
‘કોડિયું’ જેનું મુખપત્ર છે તે લોકભારતીની સ્થાપના 28 મે 1953માં બુદ્ધપૂર્ણિમાના દિવસે થઈ હતી. આ દિવસે લોકભારતીની સ્થાપનાને 68 વર્ષ થશે.
માણસે પોતાનો ક્રોસ પોતે જ ઉપાડવાનો હોય છે તેમ બુદ્ધે પોતાના જીવનથી એ શીખવ્યું કે દરેકે પોતાનું મહાભિનિષ્ક્રમણ પોતે જ કરવાનું હોય છે. મહાત્મા ગાંધીએ શીખવ્યું કે દરેક માણસ જ્યાં હોય ત્યાંથી ઊઠીને ઊભો થઈ શકે અને સત્ય – અહિંસાના માર્ગે અન્યાય સામે યુદ્ધે ચડી શકે.