ચહેરા ભૂખના ને થાકના જોયા નથી જાતા
કણસતા વૃદ્ધ, રોતાં બાળ આ, જોયાં નથી જાતા
અચાનક ભૂખ માટે રોટલી અદૃશ્ય થઈ છે જ્યાં
શ્રમિકોના દિવસ આ કારમા જોયા નથી જાતા
વતનની યાદ આવી રોજગારી છીનવાયાથી
બન્યા જે તે હવે બેબાકળા જોયા નથી જાતા
કમોતે જે મર્યા એ તો ગયા આ નરકથી છૂટી
મરણની ભીંસમાં આ જીવતા જોયા નથી જાતા
સમયસર જાગવું સરકારનુ લક્ષણ નથી હોતું
શ્રમિકોના ઉપેક્ષિત કાફલા જોયા નથી જાતા
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 31 મે 2020
![]()


वे स्वतंत्र भारत के पहले प्रधानमंत्री ही नहीं, हमारे स्वतंत्रता आंदोलन के प्रमुख शिल्पकार थे. वे पंडित जवाहरलाल नेहरू थे. वे जानते थे कि शरीर की गुलामी से भी ज्यादा खतरनाक होती है मन की गुलामी; और इसलिए भारतीय मन के अंधेरे कोनों को झाड़-पोंछ कर, उन्हें नया बनाने में उन्होंने अपना अस्तित्व झोंक दिया था. उन्हें गुलाम देश और भयग्रस्त आदमी, दोनों ही नापसंद थे. इस दोहरे जाल को काटने के लिए उन्होंने एक आह्वान भरा सूत्र ही बनाया था : लीव डेंजरसली, थिंक डेंजरसली एंड एक्ट डेंजरसली : दु:साहस के साथ जिओ, दु:स्साहस के साथ सोचो और दु:स्साहस के साथ करो !