.1.
માણસનો પક્ષી પ્રેમ પક્ષપાત ભર્યો છે!
કાગડો અને કાબરને જોઈને,
મોઢું બગાડીને ..,
હાટ્! બોલીને ઉડાડી મુકશે!
એ બેઉને તો,
બાપે માર્યા વેર છે,
લે, આજે બપોરે,
બેઉ બહાર ગેલેરીમાં,
એંઠવાડ ખાવા,
પડાપડી કરતાં,
ભુરાંટા થઈને,
આવીને લડ્યા,
એમાં કાબરબે’ન,
રોટલીનો,
મોટો ટુકડો લઈને,
છુમંતર થવામાં,
સફળ થયા અને,
પછી તો,
ભાઈ કાગડાભાઈએ,
.કા..કા..કરીને,
ગેલેરી ગજવી મુકી..!!!
.2.
રસ્તા પર ભીડ,
જ્યાં જુઓ,
ત્યાં,
માણસો જોઈને
એમ થાય,
ઓહો..હો..,
માણસોનું,
કિડિયારું,
ઉભરાયું છે ને કંઈ..!
કિડિયારામાં,
જાણીતો ચહેરો,
ક્યારેક તો મળશે,
એવી આશા,
નઠારી સાબિત,
થાય ત્યારે,
ભીડભાડમાંથી,
ભાગી છૂટવાનું,
મન થાય છે,
કારણ કે,
આખા જગતમાં,
આપણું,
પોતીકું કોઈ નથી..!!!
e.mail : addave68@gmail.com