આપણા દેશમાં બીજા રાજ્યમાં રહેતા લોકો ગુજરાતની વાત કરે ત્યારે તેમના મનમાં ગુજરાતનું એક જુદું જ ચિત્ર છે. કદાચ તેઓ ક્યારે ય ગુજરાત આવ્યા નથી અને ગુજરાત આવ્યા છે, તો બે ચાર દિવસના પ્રવાસ તરીકે તેમણે જે ગુજરાતનો અનુભવ કર્યો છે તે સ્મરણને તેઓ આખું ગુજરાત માની લે છે. તે વાતનો સ્વીકાર કરવામાં જરા પણ સંકોચ નથી કે બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાત અનેક મુદ્દે ઉત્તમ છે, પરંતુ ઉત્તમતાના વખાણની વચ્ચે આપણે આપણી મર્યાદાઓની અવગણના કરીએ અથવા નજરંદાજ કરીએ તે પણ વાજબી નથી.
આપણે અવારનવાર દેશના નેતાઓને પોતાના ભાષણમાં ગુજરાત મૉડેલનો ઉલ્લેખ કરતાં સાંભળ્યા છે. ભાષણનો સરળ અને સાદો અર્થ એવો છે કે ગુજરાત દેશના તમામ રાજ્યોમાં સર્વશ્રેષ્ઠ છે. એક ગુજરાતી તરીકે મને ગુજરાતનું ગૌરવ છે, પણ ગુજરાતની મર્યાદાઓને હું શાહમૃગની જેમ અવગણી શકું નહીં. કંગનાએ જ્યારે મુંબઈને પી.ઓ.કે. સાથે સરખાવ્યું ત્યારે સંજય રાઉતે અમદાવાદનો ઉલ્લેખ કર્યો અને આપણા ગુજરાતીઓનું કહેવાતું સ્વાભિમાન ઘવાયું. તેમણે સંજય રાઉતના નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવ્યું. ગુજરાતમાં ખરેખર સુશાસન અને લોકો ભયરહિત જીવી રહ્યા છે તેવું આપણે માનીએ તો તે આપણો ભ્રમ છે.
ભયરહિત શાસન છે તેવું જે નેતાઓ અને પોલીસ અધિકારીઓ એવું માને છે તેમણે પોતાની છાતી પર હાથ મૂકીને પૂછવું જોઈએ કે આપણે દિવસમાં સાદો કૉલ કરવાને બદલે કોને કેટલી વખત વૉટ્સએપ કૉલ કર્યો દરેકના મનમાં એક છૂપો ભય પડેલો છે કે તેમના ફોન કોલ આંતરવામાં આવે છે.
થોડા મહિના પૂર્વે ગુજરાતના એક સિનિયર મંત્રીના દીકરાનું લગ્ન હતું, આ મંત્રી પોતે મંત્રી થયા ત્યાર પહેલાંના મારા જૂના મિત્ર છે. સ્વાભાવિક રીતે મંત્રીએ પોતાના દીકરાના લગ્નમાં હજારો લોકોને આમંત્રણ આપ્યું હતું. મારા મિત્ર હોવાને કારણે તેઓ મને પણ આમંત્રણ આપવા માગતા હતા, પરંતુ મને મંત્રીની ઓફિસમાંથી ફોન આવ્યો કે સાહેબની વિનંતી છે કે તમને લગ્નમાં આમંત્રણ આપવામાં આવે તો પણ તમે લગ્નમાં હાજરી આપતા નહીં. કારણ કે તમારી હાજરી સાહેબની મુશ્કેલી વધારી નાખશે. આમ એક શાસકને પોતાની જ પાર્ટીના નેતાઓનો ડર લાગે. કારણ કે શાસક વિરુદ્ધ લખનાર પત્રકારને તેની પાર્ટી પસંદ કરતી નથી. તો આ પણ આપણું ગુજરાત મૉડેલ છે.
આવી જ સ્થિતિ શિક્ષણ અને આરોગ્યમાં પણ છે. સરકારી ગ્રાન્ટ મેળવતી શાળાઓ બંધ થતી જાય અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની સંખ્યા વધતી જાય. આજે જે વાલીઓ પોતાના સંતાનની એક વર્ષની ફી ભરે છે, તેના કરતાં અડધી રકમમાં તેમનું સમગ્ર શિક્ષણ પૂરુ થઈ ગયું હતું. તેવી જ રીતે સરકારી હોસ્પિટલ જે સામાન્ય માણસ માટે જ છે પણ તે હોસ્પિટલમાં જતાં સામાન્ય માણસને ડર લાગે છે. જ્યાં જીવન મળવાનું છે ત્યાંથી મોત મળશે તેવી આશંકા આપણને થાય. છતાં તેને આપણે ગુજરાત મૉડેલ કહીએ છીએ.
ગુજરાતના નેતાઓ રસ્તા ઉપર કોરોનાકાળમાં પણ રાજકીય રેલી કાઢી શકે પણ બેરોજગાર વ્યક્તિ નોકરી માટે અને ખેડૂત પોતાના પાકવીમા માટે જો રસ્તા ઉપર ઊતરે તો તેમની 144 કલમ અંતર્ગત અટકાયત કરવામાં આવે. આ પણ આપણું ગુજરાત મૉડેલ છે. આમ ઉત્તમમાંથી અતિઉત્તમ થવા માટે આપણે હજી ઘણું બધું કરવાનું બાકી છે, અને આપણી નબળાઈઓ તથા નિષ્ફળતાનો સ્વીકાર જ આપણને એક નવી સવાર તરફ લઈ જશે, પરંતુ આપણે બીજાં રાજ્યોની સરખામણીમાં ઉત્તમ છીએ તેવો સંતોષ લેવા લાગીશું, તો તે દાઉદ કરતાં લતીફ સારો છે તેવું કાંઈક કહેવા જેવું થશે.
e.mail : prashantdayal.26@gmail,com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 21 સપ્ટેમ્બર 2020; પૃ. 11
![]()


હવે દોઢેક માસ પછી, બીજી નવેમ્બરે, ભારત સહિત આખી દુનિયાને પ્રભાવિત કરનારી અમેરિકી પ્રમુખની ચૂંટણીના પરિણામ આવશે. તેની પ્રતીક્ષા કરવાની આપણે પણ શરૂઆત કરી દેવી જોઈએ. સાથે એ વાતનું દુ:ખ થવું જોઈએ કે મીડિયાએ બહુ મહત્ત્વના સમયે લોકોનું ધ્યાન જાણીબૂઝીને બિનજરૂરી વિષયોમાં રોકી રાખ્યું છે. મહામારી વચ્ચે યુદ્ધની જેમ યોજાનારી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રવાહો સાથે આપણા ભવિષ્યને પણ સંબંધ છે.
છોટા પત્ર લિખ રહા હું. મેં આપકે આંદોલનસે પ્રભાવિત નહીં હું. આપમેં જનતા હોનેકા બૌદ્ધિક સંઘર્ષ શુરુ નહીં હુઆ હૈ. આપકી રાજનીતિક સમજ ચાર ખાનોં તક હી સીમિત હૈ. ઈસ લિયે આપ લોગોંસે કોઈ ઉમ્મીદ નહીં રખતા. જો યુવા મીડિયા ઔર મીમસે ભીડમેં બદલે જા સકતે હૈ, વે આગે ભી બદલે જાયેંગે. આપ મુઝે સહી સાબિત કરેંગે. જનતા બનનેકી લડાઈ સબસે મુશ્કિલ લડાઈ હોતી હૈ. આપ જનતા નહીં બન સકતે. અપની લડાઈ લડ રહે હૈં ઔર વો ભી છોટી લડાઈ. આપ અસફલતા કે લિયે અભિશપ્ત હૈં.