લખું છું ત્યારે બેફામ લખું છું,
કલમ ન થાકે ત્યાં સુધી લખું છું.
વ્યથા લખું છું, કથા લખું છું,
મારી તમારી વાતો લખું છું. – લખું છું ત્યારે …
કોડભરી કન્યાની વાતો લખું છું,
વસમી વિદાયની વ્યથા લખું છું,
વેદનાની કથાને શબ્દોથી મઢું છું,
સિતમના ચિત્કારની કથા લખું છું. – લખું છું ત્યારે …
લખું છું ત્યારે બસ લખ્યા જ કરું છું,
થોકબંધ ઠોસ વાતો લખું છું,
દહેજના ખપ્પરમાં હોમાતી અબળાઓની
કથાને આક્રોશયુક્ત વાણીમાં ઢાળું છું. – લખું છું ત્યારે …
તૂટેલાં ઝૂંપડાની વાતો લખું છું,
તો ક્યારેક લખું છું ખાલીખમ ઠામની વાતો,
ચિત્કારની કથાઓને શબ્દોમાં રચું છું,
પ્રસંગોને પડકારતી વાતો લખું છું. – લખું છું ત્યારે …
જીવતા માણસની લાશો વિશે લખું છું,
તો ક્યારેક લખું છું ખાલી પેટની વાતો,
માણસના ચહેરામાં છુપાયેલા શયતાનની વાતો લખું છું,
ક્યારેક થાકીને આકરી વાતો લખું છું. – લખું છું ત્યારે…
બળબળતા બપોરની વાતો લખું છું,
ખુલ્લે પગે ભટકતા ઇન્સાનની વાતો લખું છું,
ક્યારેક લખું છું દિલોજાન દોસ્તોની વાતો,
તો ક્યારેક લખું છું મહેનતકશ ઇન્સાનની વાતો. – લખું છું ત્યારે …
સવારથી સાંજ સુધી બસ લખ્યા જ કરું છું,
જન્મથી મરણ સુધીની વાતો લખું છું,
લખું છું નક્કર વાતો લખું છું,
ચિનગારી ફૂટે ત્યાં સુધી લખું છું. – લખું છું ત્યારે …
તા. 4-12-2000
e.mail : koza7024@gmail.com
![]()


અય મેરે વતન કે લોગોં જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની જેવી અમર રચનાના સુવિખ્યાત કવિ પ્રદીપજીના નામથી આપણે સૌ પરિચિત છીએ, પરંતુ એમનાં ધર્મપત્ની ભદ્રા પ્રદીપ, જે હંમેશાં એમનો જીવનાધાર અને પ્રેરણાસ્રોત રહ્યાં છે, એમના વિશે આપણને ઓછી જાણકારી છે. પાંચમી નવેમ્બરે એમનું શતાબ્દી વર્ષ શરૂ થયું એ નિમિત્તે પ્રદીપ દંપતીનાં કલાકાર અને કલાશિક્ષક પુત્રી મિતુલ પ્રદીપ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે પ્રદીપજીએ એક સુંદર ગુજરાતી ગીત ગાયું છે. ૧૯૬૩માં રજૂ થયેલી ફિલ્મ ‘જીવણો જુગારી’માં આ ગીત લેવાયું હતું જેના શબ્દો હતા ; તારી જીવન ગાડી ચાલી રે, પ્રાણી કિયે રે મુકામે…! આ ગીતના ગીતકાર-સંગીતકાર હતા નિનુ મઝુમદાર. નિનુભાઈનો જન્મદિવસ નવમી નવેમ્બરે જ ગયો. એમાં પ્રદીપજીએ ગાયેલું આ ગીત મળ્યું એટલે વિચાર આવ્યો કે ‘હૈયાને દરબાર’માં આ ગીતની નોંધ લેવાવી જ જોઈએ. ગૂગલ સર્ચ કરીને ગીત સાંભળ્યું તો પ્રદીપજીનો એ જ મધુર અવાજ સાંભળવા મળ્યો જે આપણે આઓ બચ્ચોં તુમ્હેં દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી, ‘પિંજરે કે પંછી રે, દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ…’ જેવાં અમર ગીતોમાં સાંભળ્યો હતો.