એક તરફ છે લીલી કૂંપળ એક તરફ લોઢાના ખીલા,
કાળી સડકોને ચીરીને ચાલે છે માટીના ચીલા.
હળને કાંધે લઈ દોડતા વૃષભની ખરીઓમાં ખખડી,
ધૂળ થવાનાં બધાં ય ઢેફાં, અને ધૂંસરાં ઢાલાંઢીલાં.
પથરાળી પ્રથમીના જાયા, પરસેવાના પુણ્યે નાહ્યા,
હસતા, ખીલતા મકાઈડોડા રહે નહિ કંઈ મોઢે વીલા.
મણમાંથી મુઠ્ઠીમાં આવે ને મુઠ્ઠીથી મણમાં મ્હાલે,
બીજ સ્વયમ શતરૂપા જેવાં, એનાં તો હર રૂપ રસીલાં.
મેઘાડંબર જોઈ મલપતા મયૂરનો ઘન કલાપ થરકે,
ફેંટામાં અંગડાઈ મરડતાં શ્યામ સલોના ઝુલ્ફ હઠીલાં.
6/2/2021

Picture courtesy : "The Hindu", 04 February 2021
![]()


શકાય છે. પણ દુનિયાએ સંપત્તિના સર્જન તરફ દોટ મૂકી હતી એટલે ભારત તેની વિરુદ્ધ તેનો આગવો રસ્તો કંડારે એ શક્ય નહોતું. આર્થિક બાબતો વિશેના ગાંધીજીના વિચારો અપ્રાસંગિક જ નહીં, અવ્યવહારુ છે, એમ જવાહરલાલ નેહરુ સહિત લગભગ બધા જ કૉનગ્રેસીઓ માનતા હતા.
મઢ આઈલેન્ડના દરિયાની ક્ષિતિજ પર સાંજ ઢળી રહી છે. આકાશના ગુલાબી-જાંબલી રંગો અદ્ભુત છે છતાં જાણે ઉદાસી ઘેરાઈ હોય એવું લાગે છે. આઈપોડમાં ગુજરાતી ગીત શરૂ થાય છે; ‘ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં, પણ આખા આ આયખાનું શું?’ એક અધૂરા પ્રેમસંબંધની વાત કવિ જગદીશ જોશીના આ કાવ્યમાં છલકાઈ ઊઠી છે. મિલનની સાથે વિસ્તરતો વિરહ ગીતમાં સબળ રીતે પ્રગટ થયો છે. મનુષ્યમાત્ર વિરહની મૂંગી વેદના સતત અનુભવે છે અને માંડેલી વારતા અધૂરી રહી જાય એ વિહ્વળતા ભૂપિજીએ ગાયેલા આ ગીતમાં સાંગોપાંગ પ્રગટી છે. કવિ રાવજીનું ગીત ‘આંખે કંકુના સૂરજ આથમ્યા…’ને ભૂપિન્દરજીએ અમર બનાવ્યું છે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. કવિ નર્મદનાં ગીતો ભૂપિજીએ સુંદર ગાયાં છે તેમ જ કવિ કમલેશ સોનાવાલાનું ઉદય મઝુમદારે કમ્પોઝ કરેલું ગીત ‘જીવનનો મધ્યાહ્ન છતાં સાંજ શોધું છું શાને …’ પણ ભૂપિજીનું સુંદર ગીત છે. બંધ આંખે ઉજાગરાને ઓઢવા જેવી કમનીય અભિવ્યક્તિમાં વેદનાનું માધુર્ય છલકાવતું ગીત ‘મને આપો ઉછીનું સુખ થોડું …’માં કવિ જગદીશ જોશી સંસારમાં જે અધૂરપ રહી જાય છે એને પૂરી કરવા સુખની માગણી કરે છે. એ વ્યથા ભૂપિજીએ આબેહૂબ વ્યક્ત કરી છે.