૧.
પુશ્તુનમાં નિસાસો નંખાય
એમને ગુજરાતીમાં સંભળાય છે.
દારીમાં મચેલી અરેરાટી
મારી કાઠિયાવાડીમાં ઝિલાય છે.
કાબુલની શેરીઓને અણિયાળા ખીલાઓથી કચડતા બૂટ
આ છાતીમાં ચંપાય છે.
૨.
નસોમાં વહેતું હોય
ત્યાં સુધી જ લોહી લાલ.
જમીન પર પડ્યે
મેલા કાળા ફોદાઓ
એક ઝંડો
હવામાં સળગી રહ્યો છે.
એક ઝંડો
ધીરે-ધીરે ઊંચે ચઢી રહ્યો છે.
મેલા કાળા ફોદાઓના ઓઘરાળાથી
ખરડાઈ રહી છે શેરીઓ-શેરીઓ.
ધમકીની જેમ સંભળાય છે એલાન :
તમામ આલમે-મુલ્ક
અમે તમને માફ કરી રહ્યા છીએ!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 16
![]()


ગુજરાતના અને ભા.જ.પ.ના દુર્ભાગ્યે વિજય રૂપાણી ધાર્યા હતા એનાથી વધારે આવડત વિનાના સાબિત થયા. થોડી વીણવામાં ભૂલ થઈ. ખાસ કરીને કોવીડના બીજાં મોજાં વખતે તેમણે જે ભૂંહડિયો વાળ્યો એની તો ગુજરાતની વડી અદાલતે નોંધ લેવી પડી અને સરકારને ખખડાવવી પડી હતી. ગુજરાતમાં વિજય રૂપાણી ચાને ગલ્લે બે ઘડી મોજ અને ઠેકડીનો વિષય હતા. હવે તેમની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ નામના કોઈ ધારાસભ્યને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે વીણીને પસંદ કરવામાં આવ્યા છે. તેઓ પટેલ છે એ તેમની લાયકાત છે, બીજી લાયકાતો વિષે કોઈ કશું જાણતા નથી, કદાચ પસંદ કરનારાઓએ પણ આશરે આશરે તેમની પસંદગી કરી હશે. તેઓ પહેલી વખતના ધારાસભ્ય છે.