પ્રિય લિઝર્લ૧,
જ્યારે મેં થિયરી ઑફ રિલેટીવિટી લોકો સમક્ષ મૂકી હતી, ત્યારે બહુ ઓછાં એને સમજી શક્યા હતા, શું હવે હું દુનિયાની સામે લોકોની ગેરસમજ અને પૂર્વગ્રહો દૂર કરવા કંઈ કહીશ ત્યારે લોકો સમજશે મને?
આપણો સમાજ વર્ષો અને દાયકાઓ સુધી ઉન્નત થતો રહેશે કદાચ ત્યાં સુધી તો હવે હું જે કંઈ નીચે લખવાનો છું એ લોકો સમજી જશે, એટલે તું આ પત્ર સચવાય ત્યાં સુધી સાચવજે.
કોઈ એક એવી શક્તિશાળી તાકત છે, જેની વિજ્ઞાન સુધ્ધા હજુ જોઈતી વ્યાખ્યા નથી આપી શક્યું. એ તાકત છે જે લોકોને ચલાવે છે અને જેનાથી બ્રહ્માંડ સુધ્ધા ચાલે છે, પરંતુ એ જે છે એને આપણે શોધી નથી શક્યા! આ સાર્વત્રિક બળનું નામ છે – પ્રેમ!
જ્યારે વૈજ્ઞાનિકો યુનિફાઈડ થિયરી ઑફ યુનિવર્શની શોધ કરતાં હતા ત્યારે તેઓ સૌથી શક્તિશાળી અને અદૃશ્ય બળને જ ભૂલી ગયાં. જે છે – પ્રેમ! પ્રેમ પ્રકાશ જેવો છે; એ એવી જ વ્યક્તિ પાસે પહોંચે છે જે કંઈ આપી શકે અને લઈ પણ શકે! પ્રેમ એક જાતનું ગુરુત્વાકર્ષણબળ છે. કદાચ એટલે જ કેટલાક લોકો બીજા કેટલાક લોકો તરફ આકર્ષાય છે. પ્રેમ એક એવી શક્તિ છે; જે આપણી પાસે છે ફક્ત એને જ ઉપયોગમાં લે છે. પ્રેમ તેની હાજરીમાં થયેલા આંધળા વિશ્વાસને ખાતર માનવતાને મરવા નથી દેતો. પ્રેમ ઘણું બધું ઉઘાડે અને સમજાવે છે. પ્રેમ માટે જ આપણે જીવતા અને મરતા હોઈએ છીએ. પ્રેમ એ ઈશ્વર છે અને ઈશ્વર એ પ્રેમ!
આ પ્રેમ રૂપી બળમાં ય સમજણ છુપાયેલી છે અને આ બળ જ જીવનને અર્થપૂર્ણ બનાવે છે. પ્રેમ એક એવું પરિવર્તન છે જેની આપણે વર્ષોથી અવગણના કરી છે. કદાચ આપણે સૌ પ્રેમથી ડરતા હોઈશું! કારણ કે પ્રેમ જ એક એવી બ્રહ્માંડની ઉર્જાશક્તિ છે જેને માણસ પોતે ચાહે ત્યારે નથી શીખી શકતો!
પ્રેમને દૃશ્યમાન કરવા મેં મારા જાણીતા સમીકરણમાં થોડો ફેરફાર કર્યો છે. જો E=MC2માં આપણે ઘારી લઈએ કે દુનિયાને હૂંફ આપવા વપરાતી ઉર્જા પ્રેમમાંથી મળતી હોય તો એ પ્રકાશની ઝડપથી બે ગણી હોવી જ જોઈએ. તો આપણે એ નિષ્કર્ષ પર આવીશું કે પ્રેમ જ એક શક્તિશાળી બળ છે. કારણ કે એની કોઈ સીમા નથી! માનવતાની વાતમાં આપણે જ્યારે હવે હારી ગયા છે અને બીજી બધી શક્તિઓ વધી રહી છે. એવા સમયે આપણે કોઈ બીજી શક્તિ દ્વારા આપણી જાતને જ પંપાળવી રહી. જો આપણે ચાહીયે છે કે આપણી જાતિ ટકી રહે; જો આપણે શોધી રહ્યાં છે જીવનનું ગૂઢ રહસ્ય ને એ મળી જાય; જો આપણે બચાવા માગ્યે છે દુનિયાને અને જો સંવેદનાથી પોતાનામાં લેવા ચાહ્યે છે કશું તો એનો જવાબ છે ખાલી – પ્રેમ; ફક્ત પ્રેમ!
કદાચ આપણે હજુ સક્ષમ નથી પ્રેમનો બૉમ્બ બનાવા માટે, એક એવું ઉપકરણ બનાવા જે નફરતને ખતમ કરી શકે અને સ્વાર્થીપણા સાથે લોભ કે પૂર્વગ્રહનો નાશ કરી શકે. જો કે, દરેક વ્યક્તિ તેમની અંદર વહન કરી શકે છે પ્રેમનું એક નાનું પણ શક્તિશાળી જનરેટર જે પ્રેમરૂપી ઉર્જા છોડવા માટે રાહ જોઈ રહ્યું છે. આપણે ક્યારે શીખીશું આવી સાર્વત્રિક ઉર્જાની આપ-લે કરતાં! પ્રિય લિઝર્લ, આપણે કોઈ એવો પુનરુદ્ધાર કરીશું કે પ્રેમ બધાં જીતી શકે એની માટે સક્ષમ બની શકે. કારણ કે પ્રેમ એ જીવનની જિજ્ઞાસા છે.
માફ કરજે! મારા હૃદયમાં શું ચાલી રહ્યું છે એ કહેવા હું અસક્ષમ છું, જે તારી જિંદગી માટે નાસીપાસ થવા જેવી બાબત ખરી. કદાચ માફી માગવા માટે આ મોડું કહેવાય, પરંતુ સમય એ સાપેક્ષ છે; માટે મારે તને કહેવું જોઈએ કે, I LOVE YOU! આભાર તો મારે તારો માનવાનો છે; કારણ કે તે મને મારા અંતિમ જવાબ સુધી પહોંચાડી દીધો!
લિ.
તારો પિતા આલ્બર્ટ આઈન્સ્ટાઈન૨.
v
૧લિઝર્લ આઈન્સ્ટાઈન (૨૭ જાન્યુઆરી ૧૯૦૨ – સપ્ટેમ્બર ૧૯૦૩) મિલેવા મેરીક અને આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું પ્રથમ સંતાન હતું. તેના માતા-પિતા વચ્ચેના પત્રવ્યવહાર મુજબ, લિઝર્લનો જન્મ ૨૭ જાન્યુઆરી, ૧૯૦૨ના રોજ, તેના માતા-પિતાના લગ્નના એક વર્ષ પહેલા, નોવી સેડ/ઉજવિદેક, ઑસ્ટ્રિયા-હંગેરી, હાલના સર્બિયામાં થયો હતો. આઈન્સ્ટાઈને સ્વિટ્ઝર્લૅન્ડમાં કામ કર્યું તે વખતે તેની માતા દ્વારા થોડા સમય માટે તેની સંભાળ રાખવામાં આવી હતી. બાદમાં મેરિક લિઝર્લ વિના આઈન્સ્ટાઈન સાથે જોડાયા. લિઝર્લનું અસ્તિત્વ ઈ.સ.૧૯૮૬ સુધી જીવનચરિત્રકારો માટે અજાણ હતું, જ્યાં સુધી હંસ આલ્બર્ટ આઈન્સ્ટાઈનની પુત્રી એવલિન દ્વારા આલ્બર્ટ અને મિલેવા મેરિક વચ્ચેના પત્રોનો સમૂહ શોધાયો ન હતો. પોતાના પત્રોમાં દંપતી અજાત બાળકને “લિઝર્લ” કહે છે – જ્યારે છોકરીનો ઉલ્લેખ કરે છે. અથવા “હેન્સરલ” – જો છોકરાનો ઉલ્લેખ કરે છે. “લિઝર્લ” અને “હેન્સરલ” બંને સામાન્ય જર્મન નામો લિઝ અને હેન્સ એલિઝાબેથ માટે વપરાતા ટૂંકા નામ છે. (References: Albert Einstein/Mileva Maric: The Love Letters, Publisher: Princeton University Press (October 31, 2000), p. 54, p. 63, p. 66, p. 67, p. 73, p. 78, the english translation of the german “Doxerl”, one of the names Einstein used for Marić, Lieserl Einstein’s biography, Milan Popović: In Alberts Shadow. The life and letters of Mileva Marić, Einstein’s first wife, Johns Hopkins University Press, London 2003, p.11, ISBN 978-0-8018-7856-5, The Truth Behind Einstein’s Letter on the ‘Universal Force’ of Love, “A Universal Force”. Snopes.com. Retrieved 19 April 2020.)
૨અહીં દર્શાવેલ પત્ર આલ્બર્ટ આઈન્સ્ટાઈને પોતાની દીકરીને સાચે લખ્યો હતો કે નહીં એ વાત પર પ્રશ્નાર્થ સાથે વિશ્વના સંશોધનકારોમાં સંશોધન ચાલી રહ્યું છે.
(સૌજન્ય : “તથાપિ”. વર્ષ ૧૮ અંક ૬૧ થી ૭૦ સપ્ટેમ્બર – નવેમ્બર ૨૦૨૦ થી ડિસેમ્બર- ફેબ્રુઆરી ૨૦૨૩; પૃ. ૧૧૫ થી ૧૧૬.)
સંપર્કઃ ઈ–મેઈલ – panchalbrijesh02@gmail.com
ફોટોગ્રાફર : આર્થર સાસે