અછાંદસ રચનાઃ
એકમેકની સાથે
સંગીત-ખુરશીની રમત રમતી ક્ષણો
અચાનક બંધ થતા
શ્વાસનાં સંગીતથી
બેસી પડે છે.
એક ક્ષણની રમત પૂરી થઈ જાય છે.
ને બીજી ક્ષણ
જીવન-ખેલમાંથી ખસી જાય છે.
બસ એમ જ નવું વર્ષ ખેલાતું જાય છે;
ને જૂનું વ ર્ષ..
ક્ષણાર્ધમાં તો બાદ ..
યુગયુગોથી ચાલતી આ રમત
વિસ્મય છે અને રહસ્યમય પણ.
કેટલાંયે જોડાય છે, જીતે છે
ને કેટલાંયે વહેલાં
હારી જાય છે.
સ-રસ ચાલતા આ ખેલમાં
૨૦૨૦ની ખુરશી તો પોતે જ બેસી પડી!
ના કોઈ સંગીત,
ના કોઈ સંગત
કે ના કોઈ રમત.
બસ .. એક જ ખેલ ..
વિશ્વભરમાં, સમગ્ર પૃથ્વીના પૂરા ગોળામાં,
એક જ ખેલ.
માત્ર માનવ સામે મહામારીનો.
એક ઐતિહાસિક ખેલ.
વાહ, કુદરત.
સ્વચ્છ અને સ્પષ્ટ ૨૦૨૦.
ડિસેમ્બર ૨૪, ૨૦૨૦
e.mail : ddhruva1948@yahoo.com