હા, મેં જોયા છે,
હિન્દુ-મુસ્લિમ કરતાં દલાલોને.
વાત શું હતી
એ કોન જાણે છે!
અહીં કોઈને
હિન્દુરાષ્ટ્ર જોઈએ છે,
કોઈને મુસ્લિમ.
રાષ્ટ્ર સૌને
પોતપોતાને નામ જોઈએ છે.
હા, આ ધર્મ છે,
ધર્મનાં નામે દંગાઓ થાય છે, ફેલાય છે,
કોઈ એક શહેરના ખૂણેથી દેશ આખામાં.
પછી અસંખ્ય નિદોર્ષોની કત્લેઆમ થાય છે,
હિન્દુ હો કે મુસ્લિમ,
મર્યા પછી કોણ ક્યો ધર્મ પાળશે!
e.mail : shiyalmanish1996@gmail.com