દરવાજે દરવાજો બેઠો છે
પૂછે છે દરવાજાને
“મૂઆ, શીદનો મારી પેઠે
ખૂલતો નથી?”
કૂવો આવ્યો છે દરિયે
પૂછે છે ખારા પાણીને
“મૂઆ, તરસ્યો હોઈશ,
પી લેને બે ત્રણ ઘૂંટ મારા.”
મૂંગા ફૂલ નાટકમાં ખીલ્યાં છે
ભમરો પૂછે છે
“મૂઆ, ચૂપ છે તોયે
શીદને નથી સાંભળતા ગૂનગૂન?”
હાથમાં લઈને બેઠો છું
વળતી ટપાલ:
પૂછે છે, “શીદને મારી પેઠે
બંધ છે?”
e.mail : skylarkpublications@gmail.com
![]()

