Opinion Magazine
Number of visits: 10,278,564
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આનંદના અવસરોને આપણે ઘોંઘાટિયા બનાવી દીધા છે!

ચંદુ મહેરિયા|Opinion - Opinion|15 October 2026

દિવાળી હોય કે દશેરા, મોહરમ હોય કે ચેટીચાંદ, ક્રિસમસ હોય કે ઉત્તરાયણ, ઈવેન્ટસ હોય કે સેલિબ્રેશન, રાજકીય જુલૂસ હોય કે ધાર્મિક મેળાવડા, સામાજિક સંમેલન હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ- આનંદના આ સઘળા અવસરોને આપણે ઘોંઘાટિયા બનાવી દીધા છે. જેટલો વધુ ઘોંઘાટ એટલો અવસર ભવ્ય. અવાજ કે ધ્વનિનું પ્રદૂષણ નહીં, શોરબકોર કે કોલાહલ નહીં. કાન ફાડી નાંખે અને મગજની નસો ઢીલી કરી નાંખે એવો ઘોંઘાટ, ઘોંઘાટ અને નકરો ઘોંઘાટ હોય તો જ વધુ આનંદ આવે, વધુ મજા આવે, વધુ મનોરંજન મળે એવું ગણિત આપણા મગજમાં ઠસાવી દેવામાં આવ્યું છે. 

બંધારણના અનુચ્છેદ ૨૧, જીવન જીવવાના અધિકારમાં, શાંતિપૂર્ણ અને કોઈ પણ ખલેલ વગર જીવન જીવવાના અધિકારનો સમાવેશ કર્યો છે. ભારતીય નાગરિકને ગેરકાયદે ઘોંઘાટથી રક્ષણ મેળવવાનો હક આપવામાં આવ્યો છે. વધારે પડતો અવાજ કે જે માનવીની શ્રવણશક્તિ પર જ નહીં સમગ્ર શરીર પર વિપરીત અસર કરે છે તેને અવાજ કે ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે. આ એક ગંભીર સમસ્યા છે, ન્યૂસન્સ છે. તે જીવન જીવવાના મૂળભૂત અધિકારનું હનન છે. પરંતુ તે સામે પૂરતી જાગ્રતિ જોવા મળતી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ૫૩ ડેસિબલ અવાજને માનવ શરીર માટે યોગ્ય માન્યો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નિવાસી વિસ્તારોમાં દિવસે ૪૫ અને રાત્રે ૫૫ ડેસિબલ અવાજની માત્રા કરતાં વધુ માત્રાને પ્રદૂષણ ગણી છે. પરંતુ તેના કરતાં ક્યાં ય વધારે અવાજ આપણે રોજે રોજ સહન કરી રહ્યા છીએ. હવે લાઉડસ્પીકર નહીં ડી.જે.નો અવાજ આપણે સાંભળવો પડે છે. ક્યારેક કામચલાઉ તો ક્યારેક કાયમી. 

ઔધોગિક વિસ્તારોમાં યંત્રોનો અવાજ આવે તે સમજાય છે, પરંતુ વિના કારણે માનવવસ્તીમાં ઘોંઘાટ જ ઘોંઘાટ હોય અને તેના પર કોઈનું નિયંત્રણ ન હોય તે અસહ્ય છે. અવાજના પ્રદૂષણની માનવ શરીર પર ખરાબ અસરો જોવા મળે છે. સતત ઘૉંઘાટભર્યા વાતાવરણમાં જીવતા લોકોમાં ચીડિયાપણું, માનસિક ચિંતા, તણાવ, અનિદ્રા, થાક, શ્રવણશક્તિમાં ઘટાડો, લોહીનું દબાણ અને હ્રદયને લગતા રોગોની સંભાવના વધે છે. માત્ર માનવ પ્રાણી જ નહીં પશુ-પંખીઓ પણ તેની ખરાબ અસરો અનુભવે છે. ઘોંઘાટને લીધે તણાવ સર્જતા હોર્મોનનું પ્રમાણ વધે છે. બીમાર વ્યક્તિઓ, વૃદ્ધો અને બાળકો પર અવાજના પ્રદૂષણની સૌથી વધુ અસર થાય છે. બાળકોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની અને શિખવાની ક્ષમતા તેમ જ સ્મરણશક્તિ પર ઘોંઘાટની અસર થાય છે. આ શક્તિ અને ક્ષમતા ઘટવાનું કારણ ધ્વનિ પ્રદૂષણ છે. 

અમદાવાદમાં દિવસે ૭૯.૮૮ ડેસિબલ અવાજ હોય છે. જ્યારે ચેન્નઈમાં ૮૯, કોલકાતામાં ૮૭, મુંબઈમાં ૮૫ અને દિલ્હીમાં ૮૦ ડેસિબલ છે. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશન(WHO)ની માર્ગદર્શિકા ભલે દિવસે ૫૩ અને રાત્રે ૪૫ ડેસિબલની અવાજની માત્રાને સામાન્ય ગણે અને તેથી વધુ માત્રામાં આવાજ થતો હોય તો તે હાનિકારક માને પણ ભારતના મહાનગરોમાં ‘હુ’ની માત્રા કરતાં ઘણો વધારે અવાજ રોજ થાય છે. એક અભ્યાસનું તારણ છે કે અમદાવાદના ૭૭ ટકા વિસ્તારોમાં એટલે લગભગ પોણા ભાગના શહેરમાં દિવસે ૭૦ ડેસિબલ અને સમગ્ર શહેરમાં લગભગ ૮૦  ડેસિબલ અવાજ જોવા મળ્યો છે. 

અવાજના પ્રદૂષણને ડામવા માટેની પૂરતી કાયદાકીય જોગવાઈઓ છે અને નિયમો ઘડાયા છે. ખાટલે મોટી ખોડ તેના અમલની છે.અવાજના પદૂષણને નિયંત્રણમાં રાખવાની જેની મુખ્ય જવાબદારી છે તે પોલીસતંત્ર પાસે અવાજનું પ્રદૂષણ માપવાનું યંત્ર (સ્ટાન્ડર્ડ ડેસિબલ મીટર) જ હોતું નથી. એટલે તે રામભરોસે જ લાઉડસ્પીકરની કે ડી.જે.ની મંજૂરી આપે છે. પોલીસ ત્યારે જ સક્રિય થાય છે જ્યારે નાગરિકો વધારે પડતા અવાજની ફરિયાદ કરે છે. 

એક અહેવાલ પ્રમાણે એકલા અમદાવાદમાં ઈમરજન્સી હેલ્પલાઈન સર્વિસ પર રોજના ૫૫ કોલ અવાજના પ્રદૂષણની ફરિયાદના આવે છે. નવેમ્બર ૨૦૨૫થી ઓગસ્ટ ૨૦૨૬ના દસ મહિનામાં અવાજના પ્રદૂષણની ૧૭,૦૫૦ ફરિયાદો થઈ હતી. પોલીસ જાતે ભાગ્યે જ ઘોંઘાટ અંગે કશું કરે છે, પરંતુ નાગરિકોની ફરિયાદો પછી તે જાગે છે અને કાર્યવાહી કરે છે. અવાજના પદૂષણના નિયમન અને નિયંત્રણ માટેના નિયમો ૨૦૦૦માં જોગવાઈ છે કે રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી લાઉડસ્પીકર કે ડી.જે. પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. પરંતુ આ પ્રતિબંધનો ભાગ્યે જ અમલ થાય છે.

અદાલતોએ અવાજના પ્રદૂષણના નિયંત્રણની દિશામાં નોંધપાત્ર કાર્ય કર્યું છે. પટણા હાઈકોર્ટે ધ્વનિ પ્રદૂષણ વિરુદ્ધની ફરિયાદો આવે તેની રાહ જોવાને બદલે તેના નિયમિત અમલ માટે તંત્ર જાગે તે બાબત પર ભાર મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે દર વરસે દિવાળીના દિવસોમાં ફટાકડા પરના પ્રતિબંધ અંગે કોઈ ઉતાવળો નિર્ણય લેવાનો થાય છે તેને બદલે અત્યારથી જ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ફટાકડાની મર્યાદા નક્કી કરવા અને જરૂર જણાય તો કેટલાક ફટાકડાને પ્રતિબંધમાંથી આંશિક છૂટ આપવા વિચારવા જણાવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે સર્વોચ્ચ અદાલતે દેશની રાજધાની દિલ્હીમાં ફટાકડા ફોડવા પર છેલ્લાં કેટલાંક વરસોથી પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ તેની પરવા કર્યા વિના દર દિવાળીએ ધૂમ ફટાકડા ફૂટે છે અને અદાલતો કશું જ કરી શકતી નથી. 

વાહનોના ભોંપુઓ કહેતાં હોર્નનો અવાજ પણ પ્રદૂષણ ફેલાવે છે. એક અભ્યાસમાં નોંધાયું છે કે અમદાવાદ શહેરમાં આશરે ૨૦ ટકા વાહનચાલકો ૧૦ની ગતિએ વાહન ચલાવતા હોય ત્યારે પંણ હોર્ન વગાડે છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાંસપોર્ટની બસોના ડ્રાઈવરો તો સૌથી વધુ હોર્ન વગાડે છે. જાણીને નવાઈ લાગશે પણ એ.એમ.ટી.એસ. બસનો ડ્રાઈવર રોજ ૭૦૦ વખત હોર્નનો ઉપયોગ(?) કરે છે. સતત રસ્તા પર ઊભા રહીને ટ્રાફિક નિયંત્રણ કરતાં ૯૮ ટકા ટ્રાફિક પોલીસોની સાંભળવાની શક્તિ હોર્નના અવાજથી નબળી પડી ગઈ છે. 

આમ તો અમદાવાદીઓ ઘોંઘાટમુક્ત શહેરના હકદાર છે, પરંતુ તે તો તેમના નસીબે નથી. હવે જ્યારે શહેરના આંગણે કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે ત્યારે શહેરને ટુરિઝમ યોગ્ય બનાવવા મહાનગરપાલિકાના ૩૦૦ વાહનોમાં વાયહોન્ક ટેકનોલોજી આધારિત ડિવાઈસ લગાવીને ડ્રાઈવરોના હોર્ન વગાડવાને ચકાસવામાં આવશે અને નિયંત્રિત કરવામાં આવશે. અગાઉ પોલીસના વાહનો પર આ ડિવાઈસથી ૪૦ ટકા વાહનોના હોર્ન પર ઘ્ટાડો થયો છે. શહેરના લાખો વાહનોમાં ૩૦૦ સરકારી વાહનો બહુ નાની સંખ્યા છે છતાં આ એક સ્તુત્ય પગલું છે.

ઘણા જ્ઞાતિ સમાજોએ લગ્નોના વરઘોડામાં ડી.જે. વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે તે એક સારી શરૂઆત છે. અવાજનું પ્રદૂષણ આપણા સમાજમાં દંભ, દેખાડા કે ખોટા ભપકા દર્શાવવાના માનવ સ્વભાવનું પણ પરિણામ છે. કાયદાકીય જોગવાઈઓ સાથે જો સમાજ પોતે આ દિશામાં વિચારતો અને અમલ કરતો થાય તો સમસ્યાનો ઉકેલ શક્ય છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

15 October 2026 Vipool Kalyani
← કેલેન્ડર 
મનમુરાદશાહી કે મેથડ ઈન મેડનેસ ? નાગરિક બનામ કે. નહીં, જિ. લાલ →

Search by

Opinion

  • મનમુરાદશાહી કે મેથડ ઈન મેડનેસ ? નાગરિક બનામ કે. નહીં, જિ. લાલ
  • કેલેન્ડર 
  • નેહરુનું ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ હવે પૂર્ણ સ્વરૂપે
  • – એ શબ પરના શણગાર જેવું જ છે…
  • યથાશક્તિ રસપાન કરાવ્યું 

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved