ને, પાળ તૂટી ! !
જંગલ ખેડ્યાં,
નદી, નાળા, ને પહાડ તોડ્યાં
પાણી રોક્યાં, ને બંધ બાંધ્યાં.
દરિયામાં સબમરીનથી, કર્યા ડોકિયાં !
સ્પેસમાં ઉડ્યા, ને આભે અડ્યાં !
પંખીને પણ ઉડતાં, રોક્યા ટોક્યાં !
અરે, ઓ માનવ ! તેં કોઈને ન છોડ્યાં
બોલતી નથી, કુદરત.
ગુસ્સો કરી તમાચો મારે,
પહાડ નદી ને જંગલ ટેકરી,
ને વળી આકાશે, કરી દોસ્તી !
સાથે મા ધરતી, આક્રોશ કરી
મૂંગે મોઢે સાથ આપે !
ગરજી, ઢસળી નભેથી વરસી,
ઘર આંગણેથી, ઘરમાં ઘૂસી
ક્યારેક માનવીનો સંહાર કરતી !
હાથ લાગ્યું તે વીંખીપીંખી,
કહી રહી છે, કુદરત આ જગતને !
ખમૈય્યા કરો ઓ, માનવીઓ !
તમારો વિકાસ, અમારાં ગળાની ફાંસ
અમને અમારી દુનિયા રહેવા દો !
તમને તમારી દુનિયા મુબારક!
સાચવીએ અમે અમારી મર્યાદા !
તમે લક્ષ્મણ રેખામાં રહો !
જય જય કુદરત !
જય જય માનવી !
સડબરી, બોસ્ટન
e.mail : inamdarvasudha@gmail.com
![]()

