જળવંચા, છળસંશા, બન્ને વાઘા પ્હેરી આવે,
ઊબી ડૂબી પળ વીંધી, આવે સરપટ સીધા.
ગોખે ગોખે દીવા બાળે (ઓછાયાની ઉંમરનાં),
જૂનાં ઝાંખા કળતર પોપડાતાં વાંચે ભીંતે.
જ્યાં સૂરજના તોખાર, ઊંઘ વેડી હણહણે,
ઠારની પછેડી ઓઢી પોઢ્યાં ફૂલોને જગાડે.
આભનો ગાભો ફાડે ને વસૂક્યું વાદળ આવે,
ભાથી રેલાતાં રેલાતાં કૈ ઉંમર લગ પહોંચે?
તા.10.8.26.
વૃન્દાવન બંગલોઝ,15) શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા. જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()

