Opinion Magazine
Number of visits: 9828879
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફરિયાદ

સુરેશ જાની|Opinion - Opinion|5 May 2026

થોડાક દિવસ પહેલાં જિમમાં કસરત કરતો હતો, તે વખતે મારી બાજુમાં એક ભાઈ આવ્યા અને કસરત કરવા લાગ્યા. તરત જ મારી નજર એમના પગ તરફ ખેંચાઈ. બાજુમાં તેમની વ્હીલ-ચેર પણ હતી જ ને.

તેમના ચહેરા પર વિષાદ કે હતાશાની કોઈ લાગણી ન હતી. વિગતે વાત કરતાં ખબર પડી કે, તે  રમતવીર હતા અને થોડાંક વર્ષ પહેલાં ફૂટબોલની રમત રમતાં પગને ઈજા થઈ હતી. એ ઘા રૂઝાવામાં ઘણી વાર થઈ અને ઘુંટણ નીચેનો પગ કપાવી નાંખવો પડ્યો. પણ બેસી રહે તેવો એ જીવ ન હતો. ભલે વ્હીલ ચેર વાપરવી પડે; કસરત શેં છોડાય? દરરોજ જિમમાં આવવાનું જ અને આમ કસરત કરવાની જ.

આ ઝિંદાદિલી અને લગાવ માટે મેં તેમનું અભિવાદન કર્યું. તે ભાઈ પણ બહુ ખુશ થઈ ગયા.

આવી જ પ્રેરણાદાયક વાત વલસાડના પરેશ ભાનુશાળીની છે.

 જન્મથી જ સાવ નબળા અને ટૂંકા હાથ સાથે જન્મેલ પરેશ માટે ‘કોઈ ભવિષ્ય નથી’ – એમ એના માવતરને ખાતરી હતી. કોઈ શાળા તેને દાખલ કરવા તૈયાર ન હતી. પણ તેની માતાએ ધીરજ ગુમાવ્યા વિના તેને શરૂઆતમાં ઘેર જ શિક્ષણ આપ્યું. તે શિક્ષણના પ્રતાપે તેને એક શાળામાં પ્રવેશ મળ્યો અને અનેક મુશ્કેલીઓ છતાં તે ફાર્મસીનો સ્નાતક બની શક્યો. હવે તો તે વલસાડમાં દવાની દુકાન ચલાવે છે. તેનું લગ્ન પણ થઈ શક્યું છે, અને તે એક બાળકીનો પિતા પણ છે. કુટુંબમાંથી તેને મળેલ અભૂતપૂર્વ પ્રોત્સાહનના પ્રતાપે તેણે જિંદગી સફળ બનાવી છે. 

આ વીડિયો જુઓ.                                                     

https://www.youtube.com/watch?v=Z9ASHQax2g0

એના જીવન પરથી એક ફિલ્મ પણ બની છે –  सिफर – शून्यसे शिखर तक. 

આપણને નાની નાની હરકતો માટે ઘણી બધી ફરિયાદો હોય છે. બીજાઓ માટે તો ખાસ! સાવ ક્ષુલ્લક બાબતો માટે જીવ ખાટો થઈ જતો હોય છે. આપણને કુદરતે જે અમૂલ્ય ભેટો આપેલી છે – એ આપણા દિમાગ પર ભાગ્યે જ નજરે ચઢે છે. પણ કાંઈક ન હોય ત્યારે કદાચ આપણને આ બે દાખલાઓ પરથી એનું મૂલ્ય સમજાય.

બીજા લોકોના સબબે એમના ગુણ કે સારી બાબતો તરફ આપણે ભાગ્યે જ નજર કરતા હોઈએ છીએ. એમની હરકતો અને ખામીઓ જ આપણને મોટા પહાડ જેવી લાગતી હોય છે. આપણે એ બધાંનો ઢોલ સતત પીટતા રહીએ છીએ.

જીવન જીવવાની આપણી આવી રીતમાં બદલાવ જરૂરી નથી લાગતો? ચાલો, આમ ઝિંદાદીલીથી જીવવાની શરૂઆત કરીએ.

e.mail : surpad2017@gmail.com

Loading

5 May 2026 Vipool Kalyani
← નોકરી એક ચુડેલ

Search by

Opinion

  • UAE અને OPECના છૂટાછેડાઃ પેટ્રો-ડૉલરનું પતન? UAEનો એક નિર્ણય વૈશ્વિક ઊર્જાની ભૂગોળ બદલશે
  • નદી જોડવાની લાલચમાં આપણે શું-શું ગુમાવી રહ્યા છીએ?
  • ગેસ ટ્રબલ : તોતિંગ ભાવ વધારો તો ખરો જ , તોતિંગ નફો પણ ખરો …
  • ચલ મન મુંબઈ નગરી—339  
  • હવામાનથી દવામાન …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved