નજરની ધારે બેઠા હતા,
જાણે કિનારે બેઠા હતા,
ઘુસી આવી યુવાની ઘરમાં
અમે તો બારે બેઠા હતા,
એ જરૂર આવશે હમણાં
એ જ વિચારે બેઠા હતા,
ફોગટ પરપોટાને પામવા
પાણી સહારે બેઠા હતા,
આજે દોસ્તો ને દુ:શ્મનો
‘ભાવુક’ હારે બેઠા હતા.
અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com