દિલ પર તારું રાજ બાઅદબ દાખલ થઈ જા,
પ્રેમના રાજમાર્ગ વચ્ચે આડમાર્ગો ઘણા ય આવે છે
કોઈની લાંબી આશ માંહી જીવન લંબાવી રહ્યો,
જિંદગી કદીક શ્વાસો આપના ચીર વિદાય આવે છે
ઝખ્મોને રાખું દિલમાં કે અશ્રુઓને દિલમાં રાખું ?
રડું છું લોહીનાં આંસુ જ્યારે તમારી યાદ આવે છે
મરણ આવી ખુશીથી જીવનની જાન લઈ જા !
એક યાદ તમારી મ્હારા શ્વાસો શ્વાસમાં આવે છે
નયનમાં કાવ્ય છે વ્હેતા ઉર ઉમંગ મહી જીવનનું,
પ્રણય-સરોદ છેડો તમે કલ્પિત રાગ રુદન આવે છે
અમારે મન મહોબત એ ઈબાદતની ઈબાદત છે,
પ્યારના હાથે ફનાનો ઘૂંટ જ્યાં પીવાનો આવે છે !
એક જ હતું રજવાડું પ્રેમ મારો વફા-વિશારદ ,
દેહની વ્યાધિ ટાળી બીજું સુદ વદ કોઈ આવે છે ?
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com