Opinion Magazine
Number of visits: 10121562
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

[સત્ય વિશે] 

યારિના કોનાહઝ [Yaryna Chornohuz]|Poetry|3 December 2022

મૂળ યુક્રૅનિયન કાવ્ય : યારિના કોનાહઝ* [Yaryna Chornohuz]

અંગ્રેજી અનુવાદ : ઑસ્ટૅપ કિન અને કેટ સરકન [translated from the Ukrainian by Ostap Kin and Kate Tsurkan]

ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક

વસંતમાં પીડાની શ્વેત પાંખડીઓથી તમે ઢંકાતા જાવ છો તે દરમ્યાન

ધીરેથી અને સંપૂર્ણપણે

પૃથ્વી ટાઢથી છુટકારો મેળવતી જાય છે

વિજય અંગે શબ્દો વાપરતી વેળાએ

જીવતા રહેવા ફોન કરતી વેળાએ

ખોટ સહન કરવા છતાં ખુશ રહેવાનું

આ દેશમાં વેદના સિવાય બધું જૂઠ છે

આ દેશમાં 

બુદ્ધિના લાઈટ પ્લૉટ માણવા

સાવ જુઠ્ઠાણું છે

સત્ય બોલવા માત્ર પીડા જ સક્ષમ છે

અલેણાભાવ અને સામાન્યીકરણની પ્રતિભા ડામર પર સુકાઈ જાય છે

દુનિયાની ફિલસૂફીઓ જાય તેલ લેવા

ને રાત્રે તમને સ્વપ્નમાં દેખાય છે

ઝાડીઓમાંની કબરો પર મુકવા પત્થર લઈ જતી

મૃતકોની માતાઓ

જે પોતાને વીસરી જશે

પણ કબરમાં દટાયેલાં પોતાના દીકરાઓને નહીં

ને તમે કતલ કરાયેલાં

તમારા પ્રિયજનના સ્વપ્ન જુઓ છો

ને કોઈક વિદાય આલિંગન માગે છે

ને તમે એને આંલિંગો છો

એનું કહેવું છે કે કોઈકે તો

જકડી રાખવું પડશે 

પછી ભલે ને એ તમે હોવ

ને અન્ય એક પૂછે છે તમને લડાઈ વચ્ચે

કે તમે જીવતા છો ને હજુ

અગ્નિમાં પીગળેલી આંખોથી અડસટ્ટે ખેંચાઈ ગયેલા અંતિમ નસીબદાર પત્તાની માફક છેલ્લા હજો

જો કશુંક થાય તો રડશો નહીં મારે માટે

ને તમે એવા કોઈકને ગુમાવ્યાનું સ્વપ્ન જુઓ છો

જે ગોળીથીય ઝડપી તમને ખતમ કરશે

પ્રેમનો એ અંતિમ ગોળીબાર

ને તમે દુશ્મનના કબજામાંના શહેરોનું સ્વપ્ન જુઓ છો

કોઈ પણ મુક્તિ એમના વિનાશને ભૂંસી શકશે નહીં

તે ક્યારેક અખંડ હતા એવું કદી જાણી શકશે નહીં

સત્ય હંમેશથી આ વિનાશમાં જ રહેલું હતું

ને સુખશાતા જુઠ્ઠાણું હતું

સિવર્સકી ડોનેટ્સ તાબા હેઠળ વહે છે

ઍઝૉવનો દરિયો કાળા સમુદ્રની દિશામાં ટકરાય છે

એમની ઉપરના કાળા સત્યમાં શહેરો ડૂબી રહ્યાં છે

કહે છે કે

આખા વિશ્વનાં પાણી અમારા ચિરાયેલાં પોલાણોમાંનાં પાણી છે

ને યુદ્ધમાંથી તમારા પરત ફરવાની અનંત રાહ જોતી

એક દીકરીનું સ્વપ્ન તમે જુઓ છો

પીડા અને રાખનો તમારો રાખોડી પડછાયો

ખોટનાં શ્વેત ફૂલોથી ભરાઈ ગયો છે

ને બધી જ્વાળાઓ પર શ્વસે છે

અમારા શરીર જંગલ અને પૃથ્વીના રંગે રંગાયેલા છે

આત્માઓની માફક

અમારો આક્રોશ, ખડા રહીને કતલ કરવાની અમારી પસંદગી

યુદ્ધ મેદાનના ઘાથી ધીમા મૃત્યુની સંમતિ

જરૂર પડે તો અમારા માવતરને દેહ વિના કે પછી કબર વિના છોડી દેવાની સંમતિ

રાજ્ય અને સૈન્ય સમાંતરે પુષ્ટતા ખોઈ રહ્યાં છે

રાજ્ય અને સૈન્ય સાથોસાથ મરી રહ્યાં છે

રાજ્ય અને સૈન્ય પી રહ્યાં છે પ્રતિક્ષા અને અવમૂલ્યનના મિશ્રિત પ્યાલામાંથી 

*  યારિના યુક્રેન મરિન્ઝમાં ડૉકટર છે અને હાલ રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનની ફ્રન્ટલાઈન પર તહેનાત છે. 

સ્રોત: asymptotejournal.com

e.mail: rupaleeburke@yahoo.co.in

Loading

3 December 2022 Vipool Kalyani
← સવારનો ધબકાર 
Power Abounds →

Search by

Opinion

  • માણસ પણ જંતુ જ છે, તો તે જંતુનાશકને લાયક છે?
  • ચલ મન મુંબઈ નગરી—354
  • મોંઘવારીને મામલે સામાન્ય માણસ અસામાન્ય રીતે ચૂપ છે …
  • કૃત્રિમ બુદ્ધિમતાથી સર્જાઈ શકે છે અસલી જળસંકટ
  • જંતરમંતર અને ઝારખંડથી હઠીને બે શબ્દ રચનાત્મક કૉંગ્રેસને મિષે    

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved