જ્યાં ચળકતી લાગણીમાં ભેરવાયા,
ત્યાં પછી તો એકબીજામાં સમાયા.
આ જ માટીમાં દટાઈને નીકળ્યા,
તોય મિત્રોને અમે લાગ્યા પરાયા.
ભેટમાં અમને મળી બસ બાદબાકી,
જેની પાછળ અંત લગ કદમો ઘસાયા.
એક અપરાધી ગઝલના થઈ ગયા શું!
નામથી હર એક છાપામાં છપાયા.
એમ તો અપડેટ, અપટુડેટ હતા પણ,
આરસી દેખાડતા ખોટા જણાયા.
આપની નગરીમાં “સિદ્દીક” પ્રેમ આપી,
ખૂબ મોંઘી જ્યાં ગયા નફરત કમાયા.
અમદાવાદ
E.mail : siddiq948212@gmail.com
![]()



નરેન્દ્ર મોદીને તમે આમાંથી કઈ શ્રેણીમાં મૂકશો? જો તમારો જવાબ ચોથી શ્રેણીનો હોય તો તમે ભૂલ કરો છો. તેમણે પાંચમી શ્રેણી પેદા કરી છે અને કદાચ તેમાં તેઓ એકલા છે અથવા એકાદ-બે પાત્ર ઇતિહાસમાં થઈ ગયા હોય અને મને જાણ ન હોય એવું બને. તેઓ અસામાન્ય હોવાનો દેખાવ માત્ર નથી કરતા, એનો ધરાર સ્વીકાર કરાવવાનો પ્રયાસ કરે છે. જીદપૂર્વક પ્રયાસ કરે છે, આકાશપાતાળ એક કરે છે, થાક્યા વિના દિવસ