વર્ષો પછી ભીંતો પણ બોલી હવે બંધ કરો આ રમત,
કાંઈ મળ્યું નથી, ને મળવાનું પણ નથી છોડો મમત.
આડોશી પાડોશી સાથે મક્કમ રીતે જોડાયેલ ભલે છું,
જેટલું સાંભળ્યું સમજ્યું છે એટલું આચરવું ગમત.
દુનિયા છે બેધારી તલવાર જેવી એટલે ખામોશ છું,
અહીં તો સ્વયં સાથે જ છે રાતદિન કશ્મકશ લડતઃ
જિંદગીના રંગ રૂપની એ ધૂપછાંવનો અહેસાસ છે,
એટલે તરોતાજા ઝિંદા – નહિતર હોત જડભરત.
અહેસાસને મહેસૂસ એ રીતે કર્યો છે મેં જીવનમાં,
જેમ રામે રાખી હતી માઁ સમાન મંથરા માટે નફરત.
જીવન છે સુખ દુઃખનું મેદાન એમાં જ જીવવું પડે,
દુનિયા ભલેને ફરે આપણી સામે લઈને કરવત.
e.mail : ronakjoshi226@gmail.com