ચરણોમાં જેના ધ્વજ અંકુશ કુલિશ શોભી રહ્યા,
ચિદાનંદ ચકોરના ચરણોમાં ગંગાજી વહેતાં થયાં.
રામ રોહણ કાજે ચાર વેદ ચારણ રૂપ ધરી આવે,
ચૈતરસુદ નોમ દિવસે દશરથ ઘેર અવતરણ થયા
રામ લખે પથરા તરે ખોબે ખોબે કિરતાર જડે,
કોશલધીશના ચરણોમાં ભવસાગર તરતા થયા.
ફિકર ફાંફાં મારતી પાળે ઈ પોષે પળ પળ વળી,
અંતર્યામી રઘુવીર સમરતા દુઃખો ભાગતા થયા.
કૈક ભક્ત ઊગારિયા ચત્રભુજ ચિતમાં જઈ વસી,
ભૂધર કરુણાકર દુઃખભંજન ચૌદલોકના નાથ થયા
રામ હૃદયમાં રોપી લીલીછમ લાગણી તે શબરી,
બોર જેટલાં આંસુડાં સારી વનવાસ પૂરા થયા.
ભ્રાતા લખન, મીત સુગ્રીવ, મંજુલગત મતિધીર,
જાનકીનાથ તુજમાં ભળી સગુણ સમરસ થયા.
રંજન રામા રટણ અંતર અજવાળા અખંડદીપ,
પ્રજાળી લંકા પૂછડે ઉડિયો હનુ રણ ડુંગરા દીપ,
અંતર અરિસે ચિરી દેખાડ્યા રદીએ સીતા રામ,
સુધ બુધ લાવે; સાન ભાન રામ નામ અખંડદીપ.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()





તમે જો ઉપર નોંધ્યું હોય, તો અબ્બાસની ફિલ્મોમાં આપણે ‘સાત હિન્દુસ્તાની’(1969)નો ઉલ્લખ ટાળ્યો હતો. એટલા માટે કે આપણો આ આખો લેખ પણ તે ફિલ્મ પર જ છે. એ.કે. અબ્બાસને ‘સાત હિન્દુસ્તાની’ માટે જ સૌથી વધુ યાદ કરવામાં આવે છે, કારણ કે તે અમિતાભ બચ્ચનની સૌ પહેલી ફિલ્મ છે. ગોવા મુક્તિ સંઘર્ષ પર બનેલી આ ફિલ્મ વિશે સૌ જાણે છે તેમ, અમિતાભ ત્યારે કલકત્તાની એક ખાણ કંપનીમાં કામ કરતા હતા, પરંતુ એક્ટિંગનું ભૂત સવાર થયું હતું એટલે મુંબઈમાં નસીબ અજમાવાની કોશિશ કરતાં હતા.