જ્યોત ૬ : સાહિત્યસૃષ્ટિ ૩ ઉપખણ્ડ ધરાવે છે :
 એમ મનાયું છે કે પૃથ્વી ૭ ઉપખણ્ડ ધરાવે છે : આફ્રિકા. ઍન્ટાર્કટિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા / ઓસનિયા, યુરપ, નૉર્થ અમેરિકા, અને સાઉથ અમેરિકા.
એમ મનાયું છે કે પૃથ્વી ૭ ઉપખણ્ડ ધરાવે છે : આફ્રિકા. ઍન્ટાર્કટિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા / ઓસનિયા, યુરપ, નૉર્થ અમેરિકા, અને સાઉથ અમેરિકા.
ઘડીભર કલ્પી લો કે સાહિત્યસૃષ્ટિ પૃથ્વી છે. કહેવાયું છે કે સાહિત્યસૃષ્ટિ પણ ઉપખણ્ડ ધરાવે છે; એ ત્રણ છે : ઊર્મિ-કવિતા, કથન-કવિતા, અને નાટ્ય-કવિતા. અંગ્રેજીમાં કહેવું હોય તો, લિરિકલ અથવા લિરિક પોએટ્રી, નૅરેટિવ પોએટ્રી, અને ડ્રામેટિક પોએટ્રી.
અહીં ‘કવિતા’ અને ‘પોએટ્રી’ શબ્દોનો અર્થ ‘સાહિત્ય’ એમ લેવાનો છે.
આપણે માણસો સવારથી રાત સુધીમાં અનેક પ્રકારની ઊર્મિઓ અનુભવતા હોઈએ છીએ. બપોરે કે સાંજે કોઈ કોઈ ઊર્મિની એકબીજા આગળ કથાઓ, ઉપકથાઓ કે અમસ્તાં કથન કરીએ છીએ. અને કોઈ કોઈ ઊર્મિનું આપણી રાતોમાં નાટક ભજવાતું હોય છે – કૉમિક કે ટ્રેજિક.
માણસોનું એથી જુદું કશું જીવન નથી હોતું, અને સાહિત્યકલાના સર્જકો પોતાની આગવી રીતે એની જ વાત કરતા હોય છે.
પહેલા ઉપખણ્ડના સાહિત્યમાં, કેન્દ્રવર્તી હોય છે ઊર્મિ અને તે મનુષ્યના ભાવજગત સુધી વિકસતી હોય. બીજામાં, કથા અને તે વસ્તુજગત લગી વિસ્તરતી હોય. ત્રીજામાં, નાટ્ય અને નાટ્યમાં ભાવજગત અને વસ્તુજગત બરાબ્બર ગૂંચવાયાં હોય.
અલબત્ત, દરેક ઉપખણ્ડના સાહિત્યમાં, અન્યનાં વત્તાઓછાં તત્ત્વ નથી ભળ્યાં હોતાં એમ નથી.
સર્જકો ઊર્મિ, કથા અને નાટ્યકેન્દ્રી કૃતિઓ સરજે છે ત્યારે મનુષ્યના વિભાવાદિ ભાવસમૂહને એવી પ્રક્રિયા વડે સંયોજે છે કે એ સંયોગથી – એ ‘સંયોગાત્’ – ભરત મુનિકથિત રસનિષ્પત્તિ થાય છે. ફૉર્માલિસ્ટ થિન્કરો એ જ પ્રક્રિયાને ફૉર્મ કહે છે. ફૉર્મ વડે પણ રસનિષ્પત્તિ જ થાય છે. સુરેશ જોષી સમેતના સૌ સમજદારોએ વરસો પૂર્વે એ પ્રક્રિયાને ‘રૂપનિર્મિતિની પ્રક્રિયા’ કહી છે. સાર તારવ્યો છે કે ફૉર્મ અથવા આકાર એક પ્રક્રિયા છે, સર્જનની પ્રક્રિયા છે, અને અવર નામે તે રસનિષ્પત્તિની પ્રક્રિયા છે.
આ મન્તવ્યવ-જ્યોતમાં સવિશેષે નૉંધપાત્ર મુદ્દો આ છે : સામાન્યપણે એમ કલ્પવામાં આવ્યું છે કે ઊર્મિશીલ સાહિત્ય પદ્યમાં હોય છે. એ જ રીતે, કથા કે નાટ્ય ગદ્યમાં હોય છે એમ કલ્પવામાં આવ્યું છે. આમ તો એ સાચું છે. તેમ છતાં, ઊર્મિશીલ પણ ગદ્યમાં હોઇ શકે છે, કથા અને નાટ્ય પણ પદ્યમાં હોઇ શકે છે. બધું સંમિશ્ર પણ હોઇ શકે છે.
કેમ કે, વિવિધ અને સાત સાત ઉપખણ્ડ ખરા પણ તેમ છતાં જેમ પૃથ્વી અખિલ છે તેમ સાહિત્યસૃષ્ટિ પણ અખિલ છે.
જેમ કે, આ દૃષ્ટાન્તો પરખો :
આટલી મોટી “કાદમ્બરી” બાણે ગદ્યમાં સરજી છે છતાં એમની વર્ણનકલા કવિતામાં હોય એવી છે – એનું દૃષ્ટાન્ત છે, ઘડીએ ને પલકે આવતાં કાવ્યસદૃશ કલ્પનો અને એથી સરજાતો દૃશ્ય શ્રાવ્ય ઘ્રાણ્ય આસ્વાદ્ય કે સ્પર્શ્ય ઇન્દ્રિયપ્રત્યક્ષોનો આલોક. "કાદમ્બરી"-ને 'ગદ્યકાવ્ય' ગણનારાઓએ એ આલોક-દૃષ્ટાન્તને ખાસ આગળ કરવું જોઈએ.
“ધ ગ્રેટ ગૅટ્સ્બી” ફિત્ઝરાલ્ડકૃત કરુણાન્ત નવલકથાનું ગદ્ય ઊર્મિશીલ છે, પણ એમાં મુકાયેલો અન્તસૂચક ભાગ બ્લૅન્ક વર્સમાં છે.
કોઇ પણ બૅલેડમાં કથા હોય છે, પરન્તુ વિલિયમ વર્ડ્ઝવર્થે “લિરિકલ બૅલેડ્સ” લખ્યાં છે. વિનોદ જોશીએ શિખણ્ડીની કથાનું દીર્ઘકાવ્ય રચ્યું છે અને દ્રૌપદી-સૈરન્ધ્રીની કથાનું ચૉપાઇ-દોહરામાં પ્રબન્ધકાવ્ય સરજ્યું છે.
ટી.ઍસ. એલિયટે પાંચ પદ્યનાટકો લખ્યાં છે, એમાંનાં ત્રણ તો પદ્યનાટકનાં ઉત્તમ દૃષ્ટાન્તો છે : “મર્ડર ઇન ધ કૅથેડ્રલ”. “ફૅમિલિ રીયુનિયન”. “ધ કૉકટેઇલ પાર્ટી”. ઉમાશંકર-કૃત “મહાપ્રસ્થાન” જરૂર યાદ આવે. (પદ્યનાટકના આપણા પ્રયાસો વિશે મેં વરસો પર ‘બ્યુટિફુલ આ પદ્યનાટક’ લેખ કરેલો, મારા કયા પુસ્તકમાં સંઘર્યો છે, યાદ નથી આવતું.)
આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રચનાઓ મોટેભાગે પદ્યમાં છે, પણ માણિક્યસુંદર-રચિત “પૃથ્વીચંદ્રચરિત” ગદ્યમાં છે. કહેવાય છે કે મધ્યકાલીન સાહિત્યમાં, એ એકમાત્ર કૃતિ ગદ્યમાં છે.
સમકાલીન ગુજરાતી સાહિત્યમાં, પદો, ગીતો, સૉનેટ્સ, ખણ્ડકાવ્યો, પદ્યનાટકો, એકાંકી કે અનેકાંકી નાટકો, અ-પૂર્વ લાગે એવી નવલકથાઓ, જીવનકથાઓ કે આત્મકથાઓ નથી.
ઊર્મિ, કથા કે નાટ્ય – એ એકેય ઉપખણ્ડ પર સમકાલીનો નાનું ગામડું ય ઊભું કરી શક્યા નથી.
કીડીને શું જ્ઞાન કે પૃથ્વી કેટલી મોટી છે !
પૂછવું જોઈએ કે સમકાલીન ગુજરાતી સાહિત્યકારો ગદ્યના તેમ જ પદ્યના કેટલા અને કયા સાહિત્યપ્રકારોમાં લખે છે -? ગણવા બેસીશું તો એક આંગળીનાં વેઢાં પણ વધારે લાગશે.
= = =
(May 19, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર
 
 ‘રાષ્ટ્રવાદ’ નામનું રવીન્દ્રનાથ ટાગોરનું પુસ્તક હિંદીમાં ડૉ. પરિતોષ માલવીયે કર્યું છે. અને તે પુસ્તકમાં પ્રસ્તાવનામાં જ અનુવાદકે રાષ્ટ્રવાદને મૂલવ્યો છે. તેઓ લખે છે : “’દેશભક્તિ બદમાશોનું અંતિમ શરણસ્થળ છે.’ જાહેર વિમર્શમાં આજકાલ આ કથનનો ઉપયોગ રાષ્ટ્રવાદ રાજનીતિના વિરોધમાં કરવામાં આવે છે. બલકે ખરેખર તો સૂક્ષ્મ રીતે જોઈએ તો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદ મૂળતઃ અલગ-અલગ વિચાર દેખાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સમગ્ર વિશ્વની રાજનીતિમાં વ્યાપક સ્તરે સત્તા પરિવર્તન જોવા મળ્યું છે. અને રાષ્ટ્રવાદને પોતાનો મુખ્ય ધ્યેય માનીને ચાલનારાં પક્ષો અનેક દેશોમાં સત્તા હાંસલ કરી છે. તેનાથી વિપરીત કેટલાંક એવાં પણ રાજનેતા અને વિદ્વાન છે, જે રાષ્ટ્રવાદની ભાવના આધારિત રાજનીતિના પક્ષમાં નથી અને રાષ્ટ્રવાદને સર્વોચ્ચ વિચાર માનવાથી ઇન્કાર કરે છે. પરંતુ એ પણ વક્રોક્તિ છે કે આ દુનિયામાં જ્યાં સુધી રાષ્ટ્રોનું ભૌગોલિક વિભાજન છે, ત્યાં સુધી રાષ્ટ્રવાદનું અસ્તિત્વ રહેશે.”
‘રાષ્ટ્રવાદ’ નામનું રવીન્દ્રનાથ ટાગોરનું પુસ્તક હિંદીમાં ડૉ. પરિતોષ માલવીયે કર્યું છે. અને તે પુસ્તકમાં પ્રસ્તાવનામાં જ અનુવાદકે રાષ્ટ્રવાદને મૂલવ્યો છે. તેઓ લખે છે : “’દેશભક્તિ બદમાશોનું અંતિમ શરણસ્થળ છે.’ જાહેર વિમર્શમાં આજકાલ આ કથનનો ઉપયોગ રાષ્ટ્રવાદ રાજનીતિના વિરોધમાં કરવામાં આવે છે. બલકે ખરેખર તો સૂક્ષ્મ રીતે જોઈએ તો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદ મૂળતઃ અલગ-અલગ વિચાર દેખાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સમગ્ર વિશ્વની રાજનીતિમાં વ્યાપક સ્તરે સત્તા પરિવર્તન જોવા મળ્યું છે. અને રાષ્ટ્રવાદને પોતાનો મુખ્ય ધ્યેય માનીને ચાલનારાં પક્ષો અનેક દેશોમાં સત્તા હાંસલ કરી છે. તેનાથી વિપરીત કેટલાંક એવાં પણ રાજનેતા અને વિદ્વાન છે, જે રાષ્ટ્રવાદની ભાવના આધારિત રાજનીતિના પક્ષમાં નથી અને રાષ્ટ્રવાદને સર્વોચ્ચ વિચાર માનવાથી ઇન્કાર કરે છે. પરંતુ એ પણ વક્રોક્તિ છે કે આ દુનિયામાં જ્યાં સુધી રાષ્ટ્રોનું ભૌગોલિક વિભાજન છે, ત્યાં સુધી રાષ્ટ્રવાદનું અસ્તિત્વ રહેશે.” સ્તરથી નીચે લઈ આવે છે.” પછી તેનું પરિણામ શું આવી શકે તે વિશે ટાગોર જણાવે છે : “આ રીતે મનુષ્યની ત્યાગ કરવાની શક્તિ, નૈતિક શક્તિ અને ઉદ્દેશ્યથી તે ભટકી જાય છે. અને આ સંગઠન યાંત્રિક રીતે તેનાં સારસંભાળમાં શક્તિ ઝોંકી દે છે. તે પછી આ સંગઠનમાં જ નૈતિક ઉત્કર્ષનો અનુભવ કરવા માંડે છે અને માનવતા માટે તે ખૂબ ખતરનાક બની જાય છે. પછી તે પોતાના અંતરાત્માની અવાજ સાંભળી શકતો નથી. તે પોતાની જવાબદારીઓને એક એવી મશીનને સોંપી દે છે જે તેની બુદ્ધિમત્તાની ઉપજ છે. તેમાં કોઈ જ નૈતિકતા હોતી નથી. આ વિચારથી જ સ્વતંત્રતાને પસંદ કરનારાં લોકો પણ ગુલામી પ્રથાને પ્રોત્સાહિત કરવામાં એક ભાગ બની જાય છે.”
સ્તરથી નીચે લઈ આવે છે.” પછી તેનું પરિણામ શું આવી શકે તે વિશે ટાગોર જણાવે છે : “આ રીતે મનુષ્યની ત્યાગ કરવાની શક્તિ, નૈતિક શક્તિ અને ઉદ્દેશ્યથી તે ભટકી જાય છે. અને આ સંગઠન યાંત્રિક રીતે તેનાં સારસંભાળમાં શક્તિ ઝોંકી દે છે. તે પછી આ સંગઠનમાં જ નૈતિક ઉત્કર્ષનો અનુભવ કરવા માંડે છે અને માનવતા માટે તે ખૂબ ખતરનાક બની જાય છે. પછી તે પોતાના અંતરાત્માની અવાજ સાંભળી શકતો નથી. તે પોતાની જવાબદારીઓને એક એવી મશીનને સોંપી દે છે જે તેની બુદ્ધિમત્તાની ઉપજ છે. તેમાં કોઈ જ નૈતિકતા હોતી નથી. આ વિચારથી જ સ્વતંત્રતાને પસંદ કરનારાં લોકો પણ ગુલામી પ્રથાને પ્રોત્સાહિત કરવામાં એક ભાગ બની જાય છે.” જાણીતાં પબ્લિક ઇન્ટેલેક્ચૂઅલ યુવાલ નોઆહ હરારીના પુસ્તક ‘21વી સદી કે લિએ 21 સબક’ના પ્રસ્તાવનાનો આરંભિક ભાગ અહીં ટાંક્યો છે. યુવાલ નોઆહ હરારી વર્તમાન વિચારની દુનિયાને અતિક્રમી ગયા છે. તેમનાં વિચારો દુનિયામાં હવે પછી જે ચક્ર ગોઠવાઈ રહ્યું છે તે મૂકી આપે છે. ટેક્નોલોજી અને ઇન્ફોર્મેશનનો ધોધ આપણાં જીવન પર કેવી અસર કરશે તે ઠીક ઠીક રીતે બતાવી આપે છે. જે રીતે આપણી આસપાસનું વાતાવરણ ધૂંધળું બની ચૂક્યું છે અને તે સમજવા માટે સામાન્ય સમજણ આપણને કામ નથી આવતી ત્યારે યુવાલ નોઆહ હરારીનું આ પુસ્તક ઉપયોગી થાય એવું છે. સૌથી અગત્યની બાબત તો એ છે કે આ સદીથી જે શીખ આપણે લેવાની છે તેના પર જ પુસ્તક ફોકસ કર્યું છે.
જાણીતાં પબ્લિક ઇન્ટેલેક્ચૂઅલ યુવાલ નોઆહ હરારીના પુસ્તક ‘21વી સદી કે લિએ 21 સબક’ના પ્રસ્તાવનાનો આરંભિક ભાગ અહીં ટાંક્યો છે. યુવાલ નોઆહ હરારી વર્તમાન વિચારની દુનિયાને અતિક્રમી ગયા છે. તેમનાં વિચારો દુનિયામાં હવે પછી જે ચક્ર ગોઠવાઈ રહ્યું છે તે મૂકી આપે છે. ટેક્નોલોજી અને ઇન્ફોર્મેશનનો ધોધ આપણાં જીવન પર કેવી અસર કરશે તે ઠીક ઠીક રીતે બતાવી આપે છે. જે રીતે આપણી આસપાસનું વાતાવરણ ધૂંધળું બની ચૂક્યું છે અને તે સમજવા માટે સામાન્ય સમજણ આપણને કામ નથી આવતી ત્યારે યુવાલ નોઆહ હરારીનું આ પુસ્તક ઉપયોગી થાય એવું છે. સૌથી અગત્યની બાબત તો એ છે કે આ સદીથી જે શીખ આપણે લેવાની છે તેના પર જ પુસ્તક ફોકસ કર્યું છે.
 આવી રહેલાં પરિવર્તનોથી માત્ર આપણી અર્થવ્યવસ્થા કે સમાજ જ નહીં બદલાય, બલકે તેની અસર આપણી શરીર અને મસ્તિષ્કની સંરચના પર પણ થશે. આ અંગે યુવાલ કહે છે : “ભૂતકાળમાં આપણે મનુષ્યો પોતાની બહારની દુનિયાને નિયંત્રિત કરવાનું શીખી ચૂક્યા હતા. પરંતુ આપણી અંદરની દુનિયા પર નિયંત્રણ ઓછું રહેતું. આપણને એવું તો આવડે છે કે ડેમ કેવી રીતે નિર્માણ કરી શકાય અથવા તો નદીના વહેણને કેવી રીતે રોકી શકાય. પરંતુ આપણે શરીરને વૃદ્ધ થવાથી અટકાવી શકતા નથી. આપણી કાનની આસપાસ જ્યારે કોઈ મચ્છર ગણગણે અને આપણી ઊંઘમાં ખલેલ પહોંચાડે ત્યારે તેને કેવી રીતે મારવો જોઈએ તે આપણને ખબર છે. પરંતુ કોઈ વિચાર આપણા દિમાગને ખલેલ પહોંચાડતો હોય તો તે આપણી રાતની ઉંઘ હરામ કરી દે છે. તો આપણામાંથી મોટા ભાગના લોકો એ નથી જાણતા કે તે વિચારને કેવી રીતે મારી શકાય.” આવી તો અસંખ્ય આંખ ઉઘાડનારી બાબતો યુવાલે આપણી સમક્ષ મૂકે છે. તેણે આ બધી બાબતો પર ખૂબ વિચાર કર્યો છે અને તેની સાથેનો વર્તમાન સંદર્ભ તેણે જોડ્યો છે જેથી તેના વિચારોને સહેલાઈથી સમજી શકાય છે. અને એટલે જ યુવાલ એક ઠેકાણે ટાંકે છે : “પરિવર્તન હંમેશાં તનાવપૂર્ણ હોય છે, અને એકવીસમી સદીની આરંભે ભાગમભાગ ભરી દુનિયામાં તનાવની વિશ્વસ્તરીય મહામારીને જન્મ આપ્યો છે.” આ બધું જ તેઓ રોજગાર સંદર્ભે ચર્ચામાં જણાવે છે. આ રોજગારી કેવી રીતે મશીન આધારિત થઈ રહી છે તે વિશે પોતાનો અનુભવ જ યુવાલ લખે છે કે, “જ્યારે હું પુસ્તક પ્રકાશિત કરું છું ત્યાર પ્રકાશકો તેનો સંક્ષિપ્ત વિવરણ લખવાનો આગ્રહ કરે છે અને તેમાં એ પ્રકારના શબ્દોનો આગ્રહ રાખે છે જે શબ્દોને ગૂગલ અલ્ગોરિથમમાં વધુ મહત્ત્વ મળતું હોય. આ પ્રકારનું એલ્ગોરિથમથી આપણે મનુષ્યોની પરવા કરવાનું છોડી શકીએ છીએ.” આમ અનેક આશ્ચર્યકારક લાગે તેવી ઘટનાઓ, વિચારો અને માહિતીથી યુવાલ હરારીએ વર્તમાન દુનિયાનું એક ચિત્ર આલેખી આપ્યું છે. તેના પર ચાલીએ તો આપણે થોડા હળવા રહીએ અને દુનિયાને પણ હળવાશથી લઈ શકીએ.