લંડનના 'ધ ટાઈમ્સ' સમાચારપત્રમાં એક કિસ્સો છપાયો છે. જૂન ૨૦૦૫માં, અમેરિકાનું એક બિઝનેસ પ્રતિનિધિમંડળ સેન્ટ પીટર્સબર્ગ ગયું હતું. ત્યાં તેમની મુલાકાત પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે હતી. એ મંડળમાં ન્યૂ ઈંગ્લેંડ પેટ્રિયોટ્સ ફૂટબોલ ટીમનો માલિક રોબર્ટ ક્રાફટ હતો. પુતિને તેની આંગળી પર ડાયમન્ડની બનેલી સુંદર વીંટી જોઈ. એ  વર્ષે સુપર બાઉલ સ્પર્ધામાં ફિલાડેલ્ફીઆ ઈગલ્સને હરાવવા બદલ એ વીંટી મળી હતી. પુતિનને એ જોતા વેંત ગમી ગઈ. તેમણે એ વીંટી ટ્રાય કરવા માગી, પછી બોલ્યા, “આના વડે તો હું કોઈકનું ખૂન કરી શકું,” અને વીંટીને ખિસ્સામાં મૂકીને રૂમની બહાર નીકળી ગયા.
વર્ષે સુપર બાઉલ સ્પર્ધામાં ફિલાડેલ્ફીઆ ઈગલ્સને હરાવવા બદલ એ વીંટી મળી હતી. પુતિનને એ જોતા વેંત ગમી ગઈ. તેમણે એ વીંટી ટ્રાય કરવા માગી, પછી બોલ્યા, “આના વડે તો હું કોઈકનું ખૂન કરી શકું,” અને વીંટીને ખિસ્સામાં મૂકીને રૂમની બહાર નીકળી ગયા.
ત્રણ મહિના પછી, પુતિન ન્યૂયોર્કમાં મોડર્ન આર્ટના ગુગનહાઈમ મ્યુઝિયમમાં હતા. ત્યાંનો ક્યુરેટર પ્રેસિડેન્ટને ચીજવસ્તુઓ સમજાવતો હતો. એમાં એક કલાકૃતિ કાચની બનાવટની રશિયન કલાશનિકોવ બંદૂક હતી, જેમાં રશિયન વોડકા ભરેલો હતો. પુતિને તેમના એક સુરક્ષા જવાન તરફ જોઇને ડોકું હલાવ્યું. પેલો આગળ આવ્યો અને કલાકૃતિને પોતાની પાસે લઇ લીધી.
યુક્રેનની લોકતાંત્રિક ઢબે ચુંટાયેલી સરકારને ઉથલાવીને તેના સ્થાને કઠપૂતળી સરકારને બેસાડવા માટે લાવલશ્કર સાથે એ ટચુકડા દેશ પર પર ચઢાઈ કરવાની સરખામણીમાં પુતિનની આ ચોરી-ચપાટી તો ફિક્કી લાગે, પરંતુ બંને કિસ્સા પુતિનની માનસિકતાને સમજવા માટે ઉપયોગી છે. પુતિન લુચ્ચા અને લોંઠ છે. તેમણે તેમની યુવાનીમાં કરેલી અનેક બાથંબાથ અને ગાળાગાળીના કિસ્સાઓ કહેવામાં મજા આવે છે.
પુતિનમાં એક તાનાશાહનાં પૂરતાં લક્ષણો છે. યુક્રેન પર આક્રમણ કરતા પહેલાં, ૨૧મી ફેબ્રુઆરીના રોજ, ક્રેમલિનમાં મળેલી સુરક્ષા પરિષદની બેઠકમાં પુતિને કેવી રીતે તેમની ગુપ્તચર એજન્સીના વડાનું અપમાન કર્યું હતું તેનો એક વીડિયો ઘણો વાઈરલ થયો હતો. યુક્રેનના બે બળવાખોર પ્રાંતને સ્વતંત્ર ઘોષિત કરવા માટેના પુતિનના વડપણ હેઠળના આ બ્રિફિંગમાં, ફોરેન ઇન્ટેલિજન્સના વડા સર્ગેઈ નાર્યશ્કીને કહ્યું કે યુક્રેનના અલગતાવાદી પ્રાંતોને માન્યતા આપવાની ભલામણનું તેઓ “સમર્થન કરશે” (“વિલ સપોર્ટ”). પુતિને સ્કૂલ ટીચરની જેમ તેના કાન આમળ્યા, “સમર્થન કરશો કે સમર્થન કરો છો? મને સીધી ભાષામાં કહો” (“વિલ સપોર્ટ ઓર ડુ સપોર્ટ?).
દુનિયાભરમાં જેમણે પણ આ વીડિયો જોયો હતો તેમને એમાં કોઈ શંકા રહી ન હતી કે પુતિન મતભેદ કે અસહમતીની વાત તો બાજુએ રહી, ચર્ચા-વિચારણામાં પણ માનતા નથી. “હું કહું એમ જ કરવાનું, મારો શબ્દ જ આખરી ગણાશે” એવી માનસિકતા કોઈ વિવેકશીલ, ઉદાર, અને લોકતાંત્રિક નેતાની નહીં, તાનાશાહની જ હોય.
નેતામાં જ્યારે સત્તાનો નશો મગજ પર ચઢી જાય, ત્યારે પોતાની તાકાત અને માન્યતાઓની સચ્ચાઈ પ્રત્યે અતિ આત્મવિશ્વાસ આવી જાય. એમાં વાસ્તવિકતાનો સ્વીકાર નહીં કરવાની વૃત્તિ પણ આવી જાય. આ સત્તાના નશા કે અહંકાર કરતાં પણ આગળની માનસિકતા છે. તે માટે મનોવિજ્ઞાનમાં હ્યુબ્રિસ સિન્ડ્રોમ શબ્દ છે. એ એક એવી માનસિક અવસ્થા છે જેમાં રાજકારણ, બિઝનેસ કે અન્ય ક્ષેત્રોમાં કોઈ અવરોધ કે નિષ્ફળતા વગર લાંબો સમય સુધી માણસની સત્તા અને પ્રભાવ બરકરાર રહે તો તેના આચાર-વિચારમાં દુષ્ટતા વધતી જાય.
હ્યુબ્રિસ ગ્રીક શબ્દ છે. અર્થ છે, માનવતાનો અભાવ અને વધુ પડતી આત્મશ્રદ્ધા. પ્રાચીન એથેન્સમાં, કોઈ વ્યક્તિનું અપમાન કરવા માટે અથવા તેને નીચો પાડવા માટે હેતુપૂર્વક હિંસાનો ઉપયોગ થાય તો તેને હ્યુબ્રિસ વૃત્તિ કહેતા હતા. આધુનિક સમયમાં માણસને પોતાની શક્તિમાં અતાર્કિક વિશ્વાસ અને ઘમંડ હોય તેને હ્યુબ્રિસ કહે છે.
બ્રિટનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ન્યૂરોસાયન્ટિસ્ટ ડેવિડ ઓવેને ૨૦૦૯માં બ્રિટિશ મેડીકલ જર્નલ 'બ્રેઈન'માં તેમના એક લેખમાં હ્યુબ્રિસ સિન્ડ્રોમ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. એ લેખમાં તેમણે ૧૯૦૮થી ૨૦૦૯ સુધીના અમેરિકન અને બ્રિટિશ લીડરોના વ્યવહાર અને તેમના મેડીકલ રેકોર્ડનો અભ્યાસ કર્યો હતો. ઇતિહાસમાં સફળતમ ગણાતા આ લીડરોમાં એક વૃત્તિ સરખી નીકળી હતી : તેમને ટીકાઓની સહેજે ય પડી ન હતી, અને ખુદની સફળતામાં અંધવિશ્વાસ હતો.
પાવરમાં હોવાથી આ વ્યક્તિઓની પર્સનાલિટી અને નિર્ણય-શક્તિ 'વાંકી' થઇ ગઈ હતી, તેઓ તેમની સત્તા અને તેનાં (કુ)પરિણામોનો વિકૃત આનંદ લેતા હતા, અને બીજા લોકો પ્રત્યે હમદર્દી ઓછી થવાથી તેઓ વિચારે અહંકારી નિર્ણયો લેતા હતા.
બ્રિટિશ ફિલોસોફર બર્ટ્રાન્ડ રુસેલે કહેલું કે, "પાવર મીઠો હોય. એ એવું ડ્રગ છે કે એની જેમ જેમ આદત પડે, તેમ તેમ એમ ચસકો વધતો જાય." સફળ નેતાઓ સાથે કરિશ્મા, લોકોને પ્રેરણા આપે તેવું વ્યક્તિત્વ, સાહસિક મહત્ત્વાકાંક્ષા, જોખમ વહોરવાની હિમ્મત અને આત્મ-વિશ્વાસ જેવા ગુણ જોડાયેલા છે, પરંતુ આ જ ગુણો એક નેતાને અતાર્કિક અને વિવેકશૂન્ય બનાવી દે છે. જર્મન તાનાશાહ હિટલર પર લખાયેલા એક જીવનચરિત્ર્યનું શીર્ષક છે, “હિટલર : ૧૮૮૯થી ૧૯૩૬ સુધીનું હ્યુબ્રિસ.”
આ માણસના ઈશારે નાઝીઓએ યુરોપના ૬૦ લાખ યહૂદીઓ અને બીજા ૫૦ લાખ યુદ્ધકેદીઓનો સંહાર કર્યો હતો. હિટલર જ્યારે યુદ્ધ હારી ગયો, ત્યારે જીવતા ન પકડાઈ જવાય તે માટે પત્ની સાથે આત્મહત્યા કરી હતી. મરતાં પહેલાં તેણે તેનું એક ‘રાજકીય સ્ટેટમેન્ટ’ લખાવ્યું હતું. તેમાં એક છેલ્લું વિધાન હતું : “આ બધા ઉપરાંત, હું રાષ્ટ્રની સરકાર અને જનતાને સૂચના આપું છું કે આંતરરાષ્ટ્રીય યહૂદીઓઓનો નિર્દયી રીતે સામનો કરવા માટે અને તેમને રોકવા માટે વંશીય કાનૂનોનું રક્ષણ કરે.”
હિટલર જીવતે જીવ ઉપરાંત મૃત્યુમાં પણ હ્યુબ્રિસ સિન્ડ્રોમથી પીડાતો હતો.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 13 માર્ચ 2022
 


 યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો ત્યારથી માંડીને આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં ૧.૫ મિલિયન લોકોએ દેશની સરહદ પાર કરી છે. જીવ બચાવવા માટે બીજા રાષ્ટ્રની શરણે જનારાઓની આ સંખ્યા એક નવી કટોકટી છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન શરણાર્થીઓનો પ્રશ્ન બહુ મોટો હતો અને બીજા વિશ્વ યુદ્ધના સમય પછી પહેલીવાર શરણાર્થીઓનો પ્રશ્ન યુરોપ માટે અણધારી ગતિએ ઝડપી બની રહ્યો છે. યુક્રેનના રહેવાસીઓ કિવના પરામાંથી છટકીને સરહદ પાર કરવાના પ્રયત્નમાં હતા અને તેમાં રશિયાના બોમ્બિંગને કારણે જીવવા માટે જહેમત કરી રહેલો પરિવાર મોતને ઘાટ ઉતરી ગયો. રેફ્યુજી ક્રાઇસિસ – શરણાર્થીઓનો પ્રશ્ન વૈશ્વિક છે.  પહેલાં સિરિયા, અફઘાનિસ્તાન અને હવે યુક્રેનમાં ખડી થયેલી કટોકટીને પગલે આ પ્રશ્ન વધારે ઘેરો બન્યો છે. રેફ્યુજીની સમસ્યા માત્ર એ બીજા રાષ્ટ્રો માટે નથી હોતી, જ્યાં પહોંચવા માટે આ લોકો પ્રયત્ન કરી રહ્યાં છે, પણ જે લોકો જીવ બચાવવા સરહદ પાર કરી રહ્યાં હોય છે તેમને હેમખેમ લાવવા લઇ જવા-વાળા સ્મગલર્સ – દાણચોરોનું તંત્ર પણ આ આખી ગોઠવણનો ભાગ હોય છે.
યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો ત્યારથી માંડીને આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં ૧.૫ મિલિયન લોકોએ દેશની સરહદ પાર કરી છે. જીવ બચાવવા માટે બીજા રાષ્ટ્રની શરણે જનારાઓની આ સંખ્યા એક નવી કટોકટી છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન શરણાર્થીઓનો પ્રશ્ન બહુ મોટો હતો અને બીજા વિશ્વ યુદ્ધના સમય પછી પહેલીવાર શરણાર્થીઓનો પ્રશ્ન યુરોપ માટે અણધારી ગતિએ ઝડપી બની રહ્યો છે. યુક્રેનના રહેવાસીઓ કિવના પરામાંથી છટકીને સરહદ પાર કરવાના પ્રયત્નમાં હતા અને તેમાં રશિયાના બોમ્બિંગને કારણે જીવવા માટે જહેમત કરી રહેલો પરિવાર મોતને ઘાટ ઉતરી ગયો. રેફ્યુજી ક્રાઇસિસ – શરણાર્થીઓનો પ્રશ્ન વૈશ્વિક છે.  પહેલાં સિરિયા, અફઘાનિસ્તાન અને હવે યુક્રેનમાં ખડી થયેલી કટોકટીને પગલે આ પ્રશ્ન વધારે ઘેરો બન્યો છે. રેફ્યુજીની સમસ્યા માત્ર એ બીજા રાષ્ટ્રો માટે નથી હોતી, જ્યાં પહોંચવા માટે આ લોકો પ્રયત્ન કરી રહ્યાં છે, પણ જે લોકો જીવ બચાવવા સરહદ પાર કરી રહ્યાં હોય છે તેમને હેમખેમ લાવવા લઇ જવા-વાળા સ્મગલર્સ – દાણચોરોનું તંત્ર પણ આ આખી ગોઠવણનો ભાગ હોય છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો ઉપર નજર કરીએ તો બે નિષ્કર્ષ કાઢી શકાય. ખરું પૂછો તો અત્યારે આને અનુમાન કહેવું જોઈએ, નિષ્કર્ષ પર આવવાને હજુ વાર છે.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો ઉપર નજર કરીએ તો બે નિષ્કર્ષ કાઢી શકાય. ખરું પૂછો તો અત્યારે આને અનુમાન કહેવું જોઈએ, નિષ્કર્ષ પર આવવાને હજુ વાર છે.