 અફઘાનિસ્તાનની એક માત્ર દરવેશ વતનમાં સૌથી લાંબા પ્રવાસ પર નીકળવાની તૈયારી કરી રહી હતી કે તાલિબાને દેશ પર કાબૂ મેળવી લીધો. સૂફી દરવેશોને તાલીબાન ઈસ્લામના કાનૂનની વિરુદ્ધ માને છે.  ફાહીમા મિરઝાઈ સામે નાસી છૂટવા સિવાય કોઈ રસ્તો ન હતો. એની કહાણી પર દસ્તાવેજી ફિલ્મ ૧૮ સપ્ટેમ્બરે BBC World News પર પ્રસારિત કરવામાં આવી.
અફઘાનિસ્તાનની એક માત્ર દરવેશ વતનમાં સૌથી લાંબા પ્રવાસ પર નીકળવાની તૈયારી કરી રહી હતી કે તાલિબાને દેશ પર કાબૂ મેળવી લીધો. સૂફી દરવેશોને તાલીબાન ઈસ્લામના કાનૂનની વિરુદ્ધ માને છે.  ફાહીમા મિરઝાઈ સામે નાસી છૂટવા સિવાય કોઈ રસ્તો ન હતો. એની કહાણી પર દસ્તાવેજી ફિલ્મ ૧૮ સપ્ટેમ્બરે BBC World News પર પ્રસારિત કરવામાં આવી.
૨૪ વર્ષીય ફાહીમાએ ગયા વર્ષે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એ આશાએ સ્ત્રીઓ માટે 'શોહોદ આરેફાન' નામની ડાન્સ સ્કૂલ ખોલી હતી કે યુદ્ધથી ખરડાયેલા દેશમાં જ્યાં નૃત્યને લાંછન માનવામાં આવે છે તેની વિદ્યાર્થીનીઓને હતાશાનો સામનો કરવામાં મદદ મળે અને આંતરિક શાંતિ મેળવી શકે.
આજના અફઘાનિસ્તાનમાં ૧૩મી સદીમાં જન્મેલા કવિ જલાઉદ્દીન મોહમ્મદ રૂમી જેના પ્રણેતા હતા એવા "સેમા" નૃત્ય શીખવા ૨૦ જેટલી યુવાન સ્ત્રીઓ જોડાઈ હતી. પુરુષો પણ જોડાયા હતા. ઘુમરાતી મુદ્રા ધરાવતું આ નૃત્ય મુસ્લિમ દેશોમાં પ્રસરેલું છે અને દરવેશો સાથે સંકળાયેલું હોઈ લોકપ્રિય બન્યું છે.
અમેરિકાના જ્યોર્જ ફ્લોઈડના અંતિમ ઉદ્ગારો કાવ્ય જેવા છે એમ જ વતન છોડ્યાની પીડા વ્યક્ત કરતી ફાહિમાના શબ્દો પણ કાવ્ય જેવા જ લાગે છે :
જેવું મિલિટરી ઍરપ્લેન ઍરપોર્ટથી ઉપડ્યું અને મેં ઍન્જીનનો અવાજ સાંભળ્યો,
મને સમજાયું કે મારાં સઘળાં સ્વપ્ન ત્યાં દફનાવેલાં છે;
મારી સખી મારી પડખે હતી ને મેં એને પૂછ્યું,
કોના હાથમાં વતન સોંપીને જઈ રહ્યાં છીએ આપણે?
જે વતનમાં આપણે ભણ્યાં ને સ્વપ્ન સેવ્યાં,
કોના હસ્તક છોડી રહ્યાં છીએ?
ઘણાં કપરા દિવસો જોયા છે આપણે
પરંતુ આ દિવસ સૌથી કપરો છે
ખેર, આપણે હંમેશાં આગળ ધપતા રહ્યા છીએ
જેથી માથું ઊંચું રાખી શકાય.
તે જ કરી રહ્યા છીએ આ ક્ષણે આપણે.
આપણા આંસુ લૂછી, આપણી ભાંગેલી લાગણીઓ
અને ઘાયલ હૃદયને ભૂલીને ધપીએ છીએ આગળ ….
સ્રોત: www.bbc.com
e.mail: rupaleeburke@yahoo.co.in
 


 આ જગતમાં એવો એક પણ ધર્મ નથી જેણે પોતાની અનુયાયી પ્રજાને એક તાંતણે બાંધી રાખી હોય. ધર્મનો સ્વભાવ જ એવો છે જેમાં ફણગા ફૂટે અને ફાંટા પડે. ઇસ્લામમાં મુસલમાનોને એક સૂત્રે બાંધી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં ય વરવી વાસ્તવિકતા એ છે કે આજે મુસલમાન મુસલમાનને મારી રહ્યો છે. ધર્મના નામે સૌથી વધુ હિંસા મુસલમાનોમાં અંદરોઅંદર થાય છે.
આ જગતમાં એવો એક પણ ધર્મ નથી જેણે પોતાની અનુયાયી પ્રજાને એક તાંતણે બાંધી રાખી હોય. ધર્મનો સ્વભાવ જ એવો છે જેમાં ફણગા ફૂટે અને ફાંટા પડે. ઇસ્લામમાં મુસલમાનોને એક સૂત્રે બાંધી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં ય વરવી વાસ્તવિકતા એ છે કે આજે મુસલમાન મુસલમાનને મારી રહ્યો છે. ધર્મના નામે સૌથી વધુ હિંસા મુસલમાનોમાં અંદરોઅંદર થાય છે. ગરજવાન પોતાનો સ્વાર્થ સાધવા કોઇ પણ સ્તરે જઇ શકે અને તેનું મોટામાં મોટું ઉદાહરણ છે અમેરિકા. યુનાઇટે સ્ટેટ્સ ઑફ અમેરિકા, વિશ્વની મહાસત્તા, લોકશાહી રાષ્ટ્રના ઇન્ટેલિજન્સ અધિકારીઓએ દિલ્હીના આંટા ફેરા શરૂ કરી દીધા છે. અફઘાનિસ્તાનમાંથી બિસ્તરાં પોટલાં ઉપાડીને નિકળી ગયેલા યુ.એસ.એ.એ અત્યાર સુધી પોતાના સ્વાર્થ ખાતર મિડલ ઇસ્ટર્ન દેશોનો કચ્ચરઘાણ વાળ્યો. હવે અફઘાનિસ્તાન સાથે બદલેલા સમીકરણમાં તેમને ભારતની સોબત કરવી છે. યુ.એસ.એ.એ બહુ સિફતથી, હળવાશથી એવા સંકેત આપ્યા છે કે તેમને ભારતના એર ફિલ્ડ્ઝની જરૂર છે જેથી તે અફઘાનિસ્તાન અને તેની આસપાસના પ્રદેશોમાં આતંકીઓ પર એરિયલ સર્વેઇલન્સ રાખી શકે અને જરૂર પડે તો હુમલા પણ કરી શકે. વિશ્વની મહાસત્તા ગણાતા આ રાષ્ટ્રને જાતની રક્ષા કરવી છે અને એ માટે તે કોઇ પણ હદે કોઇનો પણ ઉપયોગ કરી શકે છે.
ગરજવાન પોતાનો સ્વાર્થ સાધવા કોઇ પણ સ્તરે જઇ શકે અને તેનું મોટામાં મોટું ઉદાહરણ છે અમેરિકા. યુનાઇટે સ્ટેટ્સ ઑફ અમેરિકા, વિશ્વની મહાસત્તા, લોકશાહી રાષ્ટ્રના ઇન્ટેલિજન્સ અધિકારીઓએ દિલ્હીના આંટા ફેરા શરૂ કરી દીધા છે. અફઘાનિસ્તાનમાંથી બિસ્તરાં પોટલાં ઉપાડીને નિકળી ગયેલા યુ.એસ.એ.એ અત્યાર સુધી પોતાના સ્વાર્થ ખાતર મિડલ ઇસ્ટર્ન દેશોનો કચ્ચરઘાણ વાળ્યો. હવે અફઘાનિસ્તાન સાથે બદલેલા સમીકરણમાં તેમને ભારતની સોબત કરવી છે. યુ.એસ.એ.એ બહુ સિફતથી, હળવાશથી એવા સંકેત આપ્યા છે કે તેમને ભારતના એર ફિલ્ડ્ઝની જરૂર છે જેથી તે અફઘાનિસ્તાન અને તેની આસપાસના પ્રદેશોમાં આતંકીઓ પર એરિયલ સર્વેઇલન્સ રાખી શકે અને જરૂર પડે તો હુમલા પણ કરી શકે. વિશ્વની મહાસત્તા ગણાતા આ રાષ્ટ્રને જાતની રક્ષા કરવી છે અને એ માટે તે કોઇ પણ હદે કોઇનો પણ ઉપયોગ કરી શકે છે.