દેશની  ભૌમિતિક આઝાદી,
ભોગવે  છે  પથિક આઝાદી.
કોઈ  માટે  જરીક આઝાદી,
કોઈને  છે  અધિક આઝાદી.
હોય દેશી  પ્રજા અને રાજા,
આ થઈ વાસ્તવિક આઝાદી.
જેમને છે અહીં કલામાં રસ,
માણવાના   રસિક  આઝાદી.
દેશમાં  કેદ  થઈ  જતી લાગે,
એવી  છે  આંતરિક આઝાદી.
રાતના ઊંઘ આવી જાય અને
જેને  સમજે  શ્રમિક આઝાદી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 13
 


 ‘પૃથ્વીનો છેડો ઘર’ એમ કહેવાયું છે, એ શું જેમને કાયમી ઘર હોય એના માટે જ? શહેરોમાં થોકબંધ લોકો બ્રિજ નીચે, ફૂટપાથ પર, રેલવે પ્લેટફોર્મ પર, રૅનબસેરામાં રહે છે એ જ એમનો પૃથ્વીનો છેડો ને? અરે, પિયર છોડીને સાસરે જતી યુવતીને મન ઘર કયું હોતું હશે? સમાજ ઠેરવે કે પરણ્યા પછી પતિનું ઘર એ જ ઘર પરંતુ દીકરીના હૃદયમાં પતિ અને પિતા બન્નેનાં ઘર વસેલા હોય છે. સંસાર ત્યાગ કરનારા સાધુ-સાધ્વીઓ માટે પૃથ્વીનો છેડો કયો? અનાથ આશ્રમ અને તરછોડાયેલી નારીઓ માટેની સંસ્થાઓમાં રહેતા, જેલમાં જન્મટીપની સજા કાપતા કેદીઓ, યુદ્ધ કે હવામાન પરિવર્તન કે કુદરતી હોનારતો, વગેરેને કારણે બનેલા વિસ્થાપિતો અને શરણાર્થીઓ — આ બધાં માટે ઘર એ કયું હશે? અમુક વ્યક્તિઓ ‘બૅક-પૅકર્ઝ’ બનીને વિશ્વ ખૂંદી વળે છે. એમને અનંત મુસાફર બનીને જ જીવવું પસંદ છે. વળી, ડાયસ્પૉરા સમાજો સંદર્ભે ‘ઘર’ની સમજમાં અનેક પાસાઓ ઉમેરાય છે. એટલે એમ કહી શકાય કે ઘરનો અર્થ સાપેક્ષ છે.
‘પૃથ્વીનો છેડો ઘર’ એમ કહેવાયું છે, એ શું જેમને કાયમી ઘર હોય એના માટે જ? શહેરોમાં થોકબંધ લોકો બ્રિજ નીચે, ફૂટપાથ પર, રેલવે પ્લેટફોર્મ પર, રૅનબસેરામાં રહે છે એ જ એમનો પૃથ્વીનો છેડો ને? અરે, પિયર છોડીને સાસરે જતી યુવતીને મન ઘર કયું હોતું હશે? સમાજ ઠેરવે કે પરણ્યા પછી પતિનું ઘર એ જ ઘર પરંતુ દીકરીના હૃદયમાં પતિ અને પિતા બન્નેનાં ઘર વસેલા હોય છે. સંસાર ત્યાગ કરનારા સાધુ-સાધ્વીઓ માટે પૃથ્વીનો છેડો કયો? અનાથ આશ્રમ અને તરછોડાયેલી નારીઓ માટેની સંસ્થાઓમાં રહેતા, જેલમાં જન્મટીપની સજા કાપતા કેદીઓ, યુદ્ધ કે હવામાન પરિવર્તન કે કુદરતી હોનારતો, વગેરેને કારણે બનેલા વિસ્થાપિતો અને શરણાર્થીઓ — આ બધાં માટે ઘર એ કયું હશે? અમુક વ્યક્તિઓ ‘બૅક-પૅકર્ઝ’ બનીને વિશ્વ ખૂંદી વળે છે. એમને અનંત મુસાફર બનીને જ જીવવું પસંદ છે. વળી, ડાયસ્પૉરા સમાજો સંદર્ભે ‘ઘર’ની સમજમાં અનેક પાસાઓ ઉમેરાય છે. એટલે એમ કહી શકાય કે ઘરનો અર્થ સાપેક્ષ છે. એટલે નકશા પરથી એનું અસ્તિત્ત્વ જ ખતમ થઈ જાય છે. ऐसा भी हो सकता है, ऐसा भी होता है?! પળવારમાં સ્થળ હતું ના હતું થઈ જાય છે. તો પછી વ્યક્તિ સ્થાયી (sedantary) મટી વિચરતું (non-sedantary) બની જાય એમાં શી નવાઈ.
એટલે નકશા પરથી એનું અસ્તિત્ત્વ જ ખતમ થઈ જાય છે. ऐसा भी हो सकता है, ऐसा भी होता है?! પળવારમાં સ્થળ હતું ના હતું થઈ જાય છે. તો પછી વ્યક્તિ સ્થાયી (sedantary) મટી વિચરતું (non-sedantary) બની જાય એમાં શી નવાઈ.