આ શરીર મારું નથી.
આ શરીરથી હું બંધાયેલો નથી,
હું સીમાવિહીન જિંદગી છું.
હું કદી જન્મ્યો નથી,
કે નથી પામ્યો મૃત્યુ.
સમુદ્ર અને તારાથી ચમકતા ગગન તરફ જુઓ,
મારા અદ્ભૂત સાચા મનની એ અભિવ્યક્તિ છે.
સમયના આરંભ પહેલાંથી જ હું મુક્ત રહ્યો છું.
જન્મ અને મરણ એ તો ફક્ત દરવાજા છે,
જેની વચ્ચેથી આપણે પસાર થઈએ છીએ,
આપણી મુસાફરીના એ પવિત્ર ઉંબરા છે.
જન્મ અને મરણ એ તો સંતાકૂકડીની રમત માત્ર છે.
એટલે મારી સાથે હસો,
મારો હાથ પકડો,
ચાલો, આપણે એકબીજાંને ‘આવજો’ કહીએ,
ફરી જલદી ‘મળવા આવજો’ના ભાવ સહિત.
આજે આપણે મળ્યાં છીએ.
કાલે ફરી આપણે મળશું.
આપણે દરેક ક્ષણે સ્રોત પર મળશું.
જૂજવાં રૂપે આપણે ફરી એકબીજાંને મળશું.
12/03/2025
e.mail :bv0245@googlemail.com