શરીર રહી ગયું છે
ને નામ પણ છે હજી
શરીર ભઠ્ઠીમાં જશે
એ સાથે નામ પણ જશે
પણ એનો ભડકો નહીં થાય
એ બહાર આવશે તપીને
અને રહી જશે હવામાં
ફૂલ ખરે છે
ને સુવાસ રહે છે
એમ રહી જવાશે ક્યાંક
કોઈ પંક્તિમાં
કોઈ શબ્દમાં
કોઈ સમરણમાં …
કેવું છે આ?
જીવન પૂરું થઈ ગયું
પણ જીવવાનું પૂરું …
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


એક સમયે એવું મનાતું કે પાપની સજા મળે છે કે પુણ્ય તપે ત્યાં સુધી માનવનું કુદરત રક્ષણ કરે છે કે કર્મનું ફળ મળે જ છે, પણ કોઈ પાપ ન કર્યું હોય તો ય પાપીને મળે તેથી ભયંકર સજા પુણ્યાત્માઓને મળે છે. કર્મ કરવાની તક ઊભી જ ન થઈ હોય તો ય ફળ મળી જાય છે. પાપ-પુણ્ય, સારા-નરસાની ખબર પડવાની બાકી હોય ત્યાં મૃત્યુ શિકાર કરી નાખે છે. આપણો કોઈ વાંક હોય ને તેની સજા મળે તે તો સમજાય, પણ કોઈ વાંક જ ન હોય ને કોઈ એમ જ ઉડાવી દે એની હવે નવાઈ રહી નથી. વારુ, આપણે ભરપૂર જીવ્યા હોઇએ ને પછી મરવાનું થાય, તો એટલું આશ્વાસન તો રહે કે જીવ્યા વગર જ મરી ગયાં નથી, પણ હજી આંખ ખૂલી ન હોય, પાંખ ફફડી ન હોય, આકાશ ઊઘડ્યું ન હોય ને કૈં ખબર પડે, તે પહેલાં આંખ મીંચી દેવી પડે કે આંખો કોઈ પરાણે મીંચાવી દે, ત્યારે રહી રહીને સવાલ થાય કે એ પતંગિયાઓનો વાંક શું હતો કે તેમને કોઈએ એમ જ મસળી નાંખ્યાં? આમ ન થવું જોઈએ, પણ આમ થાય છે ને હવે તો આમ જ થાય છે.

એક સમય હતો જ્યારે ગુજરાતમાં ‘જય જય ગરવી ગુજરાત’ સરકારી કે અન્ય કાર્યક્રમોમાં શરૂઆતમાં ગવાતું. હવે એ ગવાય જ નહીં એવા સંજોગો છે. જો ગાવું જ પડે તો એનો અંગ્રેજી અનુવાદ વેસ્ટર્ન મ્યુઝિકમાં સરકાર ગવડાવે એમ બને, કારણ થોડાં વર્ષ પછી ગુજરાતી બોલવાના જ ફાંફાં હોય ત્યાં ‘જય જય ગરવી ગુજરાત’ ન ગાઈ શકાય એટલી વરવી ગુજરાત કરવા સરકાર ખૂબ મહેનત કરી રહી છે. ગુજરાતી બોલનારા જ ન રહે એ રીતે સરકાર જ માતૃભાષાનો એકડો કાઢી નાખવા બેઠી છે ને પ્રયત્ન એ ચાલે છે કે ગુજરાતની માતૃભાષા અંગ્રેજી બને. ગુજરાતમાં ગુજરાતી મરવા પડે તો તેનો બધો યશ કેસરિયાં કરતી સરકારને આપવો પડે એ હદે તે ગુજરાતી ભાષા પરત્વે ઉદાસીન છે. આ કેળવેલી ઉદાસીમાં શરમ ને સમજ વગરની, મતલબી ને સ્વાર્થી પ્રજાનો પણ એટલો જ ફાળો છે. કોઈ પ્રજા આટલી સ્વમાન વિહોણી પણ હોઈ શકે એનું ઉત્તમ દૃષ્ટાંત ગુજરાતે પૂરું પાડ્યું છે. જે પ્રજાને પોતાની ભાષા માટે માન નથી એનું દુનિયા અપમાન કરે તો આશ્ચર્ય ન થવું જોઈએ.