(અમોલ પાલેકરને વક્તવ્ય આપતા રોક્યા હતા એ સંબંધમાં એમને સમર્પિત)
ચૂંટણીની મોસમ છે! ચાલ્યા કરે, ભાઈ, ચાલ્યા કરે,
આ ધમાસાણમાં કૂંપળ ફૂટવાંનું ચાલ્યા કરે.
હોય બાદશાહને એક જ વાત સાંભળવાનો શોખ,
પણ જનતા જનાર્દન છે તો વિરોધ ચાલ્યા કરે!
જી હજૂર! જી હજૂર!-ની ભવાઇ શરૂ છે રાજ દરબારમાં,
પણ કોઈ બાઅદબ સાવધાન! કરે તો ચાલ્યા કરે!
એક બાગ, એક રંગ, એક ફૂલને પંપાળ્યું છે માળીએ,
પણ સુગંધ? કોઈ તમારા નાક પર મારે તો ચાલ્યા કરે!