પરસેવે રેબઝેબ છે,
આંતરરાજ્ય હિજરતી છે,
લ્હાય લ્હાય ગરમી વરસે છે,
ડામરના રોડ ઉકળ્યા છે,
ને
ચાલતાં જવાનું છે.
ખભા પર બેસાડ્યાં છે બાળકોને,
હાથમાં ને પીઠ પર લાદ્યો છે સામાન,
ચાલવાનું અવિરત ચાલુ છે
એક જ ધ્યેય છે
બાળક પૂછે છે, 'બાપા'
આપણે શું કરવા ચાલીને જઈએ છીએ?
હાંફતો જવાબ મળે છે,
"અહીં દાણાંપાણી ખૂટી ગયાં છે,
કામ બંધ છે, લૉક ડાઉન છે'.
પૈસા નથી, ઘરમાં રહેવાનું છે.
આપણે બસ ઘરે જવાનું છે.
આપણાં માઈબાપ મરી ગયાં છે"
બાળક કહે,'ના, એ તો જીવે છે ને ગામડે',
“ના, ના, બેટા,
તને નોં સમજાય ..
આપણા માઇ બાપ એટલે
સરકાર …
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020