લાવ કાગળ તને ગઝલ શીખવાડું,
શબ્દના અર્થની પઝલ શીખવાડું.
શબ્દ પર કોઈનો ઈજારો ન ચાલે,
શબ્દ રચના કરી નકલ શીખવાડું.
રાત-દિવસ સતત કલમને ઘસ્યા કર,
ટાંકણાની ટણક તરલ શીખવાડું.
ખાસ બેઠી નકલ ન કરવી ગઝલમાં
આવડતની કલા સરલ શીખવાડું.
ખુદને બીરબલ ગણાવી શકે છે,
પેન લઈ આવ તો કમલ શીખવાડું.
e.mail : addave68@gmail.com