ફૂલોની ડાળ
સૂરજને કહો,
જરા સબર કરે.
આ કપાસનું ખેતર છે,
હમણાં અહીં
તડકાની નહીં
જરૂરત છે ઝાકળની !
•
પુષ્પપ્યાલીમાં
પાણી નહીં,
શબનમ શોભે !
•
અગણિત આગિયા નહીં
એક કોડિયું સારું.
એ પ્રકાશિત કરી શકે છે
તમારા ઘરને !
•
બાજ તો
આકાશનો રાજા
કદાચિત એટલે
તળેટીમાં નહીં
વસવાટ કરે છે પહાડોમાં
•
મનમાંડવે
શ્રદ્ધાવેલી વિકસાવો.
પુષ્પવર્ષા થશે
તમારા જીવનપથે !
•
ભાગ્યશાળી છે
રજની રાણી કે
એના દર્શને
ચંદ્રમાં પધારે છે,
નવલખ તારલા આવે છે !
•
ઉછેરવો છે તો
હોસલો ઉછેરો.
એ બુલડોઝ કરી શકે છે
મુશ્કેલીના પહાડોને !
•
પથ્થર વાગે છે.
પથ્થરને ય વાગતું તો હસે ને ?!
પણ કોને કહે
તે પોતાની પીડા !
11, Croston Terrace, Ayres Road, Old Trafford, MANCHESTER M16 7FD