આંબે આવ્યા મૉર … ને વાર્તા કહીશું પૉર …!
દાદીએ વાર્તા પૂરી કરી
ને ચકો ચકી … પૂરી વાળો કાગડો … સૂપડકનો રાજા …. બોબડી રાણી …
બધાં ટીનીની ઘેરાતી આંખના પોપચાં હળવેથી ઉંચકીને
ધીમાં પગલે અંદર પ્રવેશ્યાં,
ટીનીની સ્વપ્ન નગરીને સજાવવા ….એની ઊંઘને મીઠી કરવાં ….
અને ….
ૐ નમઃ શિવાયના મંત્રજાપમાં મન પરોવવા મથતાં
દાદીની આંખમાં પ્રવેશ્યું
નિર્ભયા .. પ્રિયંકા અને એવી અનેક નામી અનામી સ્ત્રીઓનું ટોળું ….
એમની રહી સહી ઊંઘને ય ઉડાડવા…..!!!
સૌજન્ય : રેણુકાબહેન દવેની ફેઇસબૂક દીવાલેથી સાદર