વહે છે ગરમ બહુ હવા આજ રાતે
નહીં ફૂટપાથ પર ઊંઘ આવે આજ રાતે.
ઊઠો સૌ, હું પણ ઊઠું, તમે પણ ઊઠો, ઊઠો તમે પણ
આ જ દિવાલમાં ખુલશે કોઈ બારી.
આ જમીન ત્યારે પણ ગળવા હતી તત્પર
તૂટેલી ડાળીથી પગ ઉતાર્યા’તા અમે જ્યારે.
આ મકાનોને ખબર નથી ના અહીંના રહીશે
એ દિવસોની ગુફાઓમાં જે ગુજાર્યા’તા અમે.
હાથ ગોઠવાતા ગયા ફરમામાં તો થાક શેનો લાગે
નકશી પછી નવી નકશીનો શણગાર કર્યો અમે.
બનાવી આ દીવાલને બુલંદ, વધુ બુલંદ, વધુ બુલંદ
છત અને દરવાજાને જરા, હજુ વધુ સજાવ્યા અમે.
આંધીઓ બુઝાવી દેતી હતી સાંજની જ્યોત
ગોડી દીધા એટલે વીજળીના સિતારા અમે.
બની ગયો બંગલો તો ચોકી પર આવી બેઠું કોઈ
સૂઈ રહ્યા ધૂળ પર શોરબકોર વચ્ચે અમે.
નસ નસમાં મહેનતનો સતત થાક લઈ
બંધ આંખોમાં એ જ બંગલાની તસ્વીર લઈ.
દિવસ ઓગળે આમ જ આજ સુધી બધા પર
રાત આંખોમાં ખૂંચે છે કાળું તીર લઈને.
e.mail : rupaleeburke@yahoo.co.in