લેખક Sean Scalmerનું પુસ્તક વાંચ્યા પછી મેં જાણ્યું કે, પશ્ચિમમાં જે ઉગ્ર સુધારાવાદી વિરોધની શરૂઆત થઈ હતી તેનું જોડાણ મહાત્મા ગાંધી સાથે છે. જેમાં મેં નોંધ્યું કે, પશ્ચિમનો ખ્યાલ એ બ્રિટન અને અમેરિકા સુધી સીમિત હતો, ત્યારે મેં મહાત્મા ગાંધીનું ઓસ્ટ્રેલિયા સાથેનું જોડાણ વિશે જાણ્યું તો હું આશ્ચર્યચકિત થઈ ગયો. એક ઓસ્ટ્રેલિયન શૈક્ષણિક તરીકે મેં મહાત્મા ગાંધી સંબંધિત ઘણાં વિષયો ભણાવ્યા છે, તેઓ વિશે લગભગ ચાળીસ વર્ષ સુધી લખ્યું હતું, તેમ જ તેઓ વિશે મારા મિત્રો અને સાથીદારો જોડે ઘણીવખત ચર્ચાઓ પણ કરી હતી. હું જાણતો હતો કે મહાત્મા ગાંધી અને પશ્ચિમ, મહાત્મા ગાંધી અને અમેરિકા, મહાત્મા ગાંધી અને જર્મની, મહાત્મા ગાંધી અને કેનેડા જેવા વિષયો પર ઘણાં લાંબા લેખો અને પુસ્તકો લખાયા હતા. ત્યારે મને એ સવાલે વિચારતો કરી દીધો કે મહાત્મા ગાંધીના ઓસ્ટ્રેલિયા સાથેના જોડાણ વિષે મને કેમ કશું નોંધપાત્ર દેખાયું નહીં? એ વાત તો ચોક્કસ છે કે, જો અમેરિકા, બ્રિટન અને કેનેડા તેમના સમાજનું મહાત્મા ગાંધી સાથેના જોડાણનું સાહિત્ય રચી શકતું હોય તો ઓસ્ટ્રેલિયા કેમ નહીં? કારણ કે ઘણી રીતે તેઓ વચ્ચે સામ્ય રહેલું છે. ત્યારે એ વાત જાણવામાં વધુ સમય લાગ્યો નહીં કે આ સાહિત્ય ઓસ્ટ્રેલિયાનાં પુસ્તકોના કબાટ અને સામાયિકોમાં ખૂટતું હતું અથવા તેને અવગણવામાં આવ્યું હતું. ત્યારે એ સવાલ પણ ઊભો થયો હતો કે શું કામ આ વિષય? જેથી વર્ષ 2017માં મેં આ વિશેની તપાસ શરૂ કરી. જ્યારે મેં આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે એ વાતની જાણ નહોતી કે મારા વિશે પણ લખવું પડશે. ત્યારે મને થોડો ઘણો અંદાજો આવી ગયો હતો કે મેં કદાચ ગાંધીજી વિશે સારું એવું લખ્યું છે. મેં મહાત્મા ગાંધી વિષય સંબંધિત ઘણું ભણાવ્યું પણ છે, કે જેટલું આ દેશમાં ગાંધીજી વિશે કોઈએ નહીં ભણાવ્યું હોય.
સવાલ – જો મહાત્મા ગાંધી અને ઓસ્ટ્રેલિયા વિશે વાત કરીએ તો, હું તે સવાલથી શરૂઆત કરીશ કે, ઓસ્ટ્રેલિયા સાથે ગાંધીજીનો શું સંબંધ હતો? તેઓ ઓસ્ટ્રેલિયા વિશે શું જાણતા હતા? અને આપણે તેઓ વિશે શું જાણીએ છીએ?
જવાબ – તેમ હોવા છતાં, એક વિષય તરીકે ગાંધીજીના લખાણમાં ઓસ્ટ્રેલિયાની ખૂબ જ નાની ભૂમિકા રહી છે. જેમાં મોટા ભાગે ઓસ્ટ્રલિયન સરકારની જાતિવાદી નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે ઓસ્ટ્રેલિયામાં ગોરી ઓસ્ટ્રેલિયા નીતિ તરીકે ઓળખાતી હતી. એશિયાઈ લોકોને બહાર રાખવા માટે આ નીતિ ઘડવામાં આવી હતી. તેમણે આ નીતિ બાબતે ફરિયાદ કરી હતી અને ગેરવાજબી જણાવતા લાંબાગાળે ઓસ્ટ્રેલિયાને કેવી રીતે નુકસાન કરશે તે મુદ્દો મૂક્યો હતો. ગાંધીજીનું ઓસ્ટ્રેલિયા અંગેનું જ્ઞાન અને ઓસ્ટ્રેલિયાનું ગાંધીજી બાબતેનું જ્ઞાનના મહત્ત્વના સ્રોત ઓસ્ટ્રેલિયન પત્રકારો છે. તે પૈકી ઘણાં લોકોએ ઓસ્ટ્રેલિયન પ્રેસમાં લેખો લખ્યા હતા જે મોટા ભાગે ગાંધીજીની સકારાત્મક આકારણી કરતા હતા. આ પુસ્તકમાં એ વાત પણ વિગતે રજૂ કરાઈ છે કે અમેરિકા અને ઇંગ્લેન્ડમાં ગાંધીજીને કેવી રીતે દર્શાવાયા છે જ્યારે તેથી એકદમ અલગ ઓસ્ટ્રેલિયામાં કેવી રીતે રજૂ કરાયા છે. તેઓ ઓસ્ટ્રેલિયા વિશે શું જાણતા-વિચારતા હતા, તેમ જ તે ઓસ્ટ્રેલિયન કે જેમણે તેમની મુલાકાત લીધી અને તેઓ વિશે લખ્યું હતું. (જેમાં લોર્ડ કેસીનો પણ સમાવેશ થાય છે), અને આપણે તેમના વિશે શું જાણીએ-વિચારીએ છીએ તેમ જ આપણે કેવી રીતે આ જ્ઞાન મેળવ્યું? જેથી મેં અખબારોમાં તેઓ વિશે વાંચ્યું, યુનિવર્સિટીના કોર્સ વિશે જાણ્યું કે જેમાં તેમની વિગતે નોંધ લીધી છે, ઓસ્ટ્રેલિયનું તેઓ બાબતે લખાણ, શાંતિ, પર્યાવરણ, ધર્મ અને મદદ કરતી સંસ્થાઓ કે જેમણે તેમના તત્ત્વજ્ઞાન અને એક્ટિવિઝમને માર્ગદર્શકરૂપે જોયા. વિદેશી ગાંધીજનો કે જેઓ ગાંધીજી વિશે પ્રોત્સાહન આપવા માટે ઓસ્ટ્રેલિયા આવ્યા હતા, તહેવારો અને ભાષણો કે જેમાં તેમનો ઉલ્લેખ કરાયો, ઓસ્ટ્રેલિયન સંસ્થાઓ કે જેમણે તેઓને વિજેતા જણાવ્યા, મહત્ત્વના શહેરોમાં ઊભી કરાયેલી તેમની પ્રતિમાઓ તેમ જ સૌથી મહત્ત્વનું કે સ્થાનિક ભારતીય સમુદાય ગાંધીજીને કેવી રીતે જુએ છે.
સવાલ – ઓસ્ટ્રેલિયાના તમામ રાજ્યોમાં ભારતીય સંસ્થાઓ છે, જે એકમેક સાથે જોડાયેલી છે. તેઓ તહેવારોનું આયોજન કરે છે (ઉદાહરણ તરીકે દક્ષિણ ઓસ્ટ્રેલિયાની ભારતીય સંસ્થા વાર્ષિક ગાંધી જયંતીનું આયોજન કરે છે, જે એડેલેઈડ યુનિવર્સિટી ખાતે કરવામાં આવે છે), ભારતીય ભાષાનાં પ્રકાશનોનું સંપાદન કરે છે, રેડિયો પરથી ભારતીય ભાષાના કેટલાંક પ્રોગ્રામ્સનું પ્રસારણ કરે છે, જેઓ ભારતીય ભાષા અથવા ભારતીય ડાન્સ શીખવા માગે છે તેઓને તક પૂરી પાડે છે. જે પૈકી ઘણાં ભારતીયો ખૂબ મહેનત કરે છે કે જેથી યુવા પેઢી મહાત્મા ગાંધી વિશે ઘણું જાણી શકે, ઘણાં લોકો મહાત્મા ગાંધી વિષય સંબંધિત શિક્ષણ(જેમ કે દાંડી કૂચ)ને પ્રોત્સાહન પૂરું પાડે છે અને જે લોકો ગાંધી વિષય ભણાવતા હોય તેઓમાં જાગૃતિ ફેલાવવાનું પણ કામ કરે છે.
જવાબ – કેનબરામાં ભારતીય હાઈ કમિશનની વેબસાઈટમાં ઓસ્ટ્રેલિયામાં સ્થિત ભારતીય સંગઠનોની યાદી આપવામાં આવી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વેબસાઈટ કેટલી વખત અપડેટ કરવામાં આવી છે. વર્ષ 2019ના એપ્રિલ મહિનામાં જે માહિતી ઉપલબ્ધ હતી તે મુજબ 251 જેટલા સંગઠનોનો ઉલ્લેખ છે કે જેમાં ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરીમાં 32, ન્યૂ સાઉથ વેલ્સમાં 74, વિક્ટોરિયામાં 46, ક્વીન્સલેન્ડમાં 31, પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં 48, દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં 9, તાસ્માનિયામાં 1 અને ઉત્તર તરફ 10 સંગઠનોનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાના વિવિધ ભાગોમાં ભારતીયો વસે છે, જેઓ મોટી સંખ્યામાં છે. ઓસ્ટ્રેલિયામાં સ્થિત ભારતીય સંગઠનો જે વિવિધ ભાષાના સમૂહોનું નેતૃત્વ કરે છે (જેમ કે ઓસ્ટ્રેલિયામાં રહેતા તમિલ, બંગાળીઓ, મલયાલી, ગુજરાતીઓ) અને તેઓ ભારતના વિવિધ પ્રદેશોમાંથી આવીને ઓસ્ટ્રેલિયામાં વસે છે. જ્યાં તેઓના ધાર્મિક સમૂહો, રમતગમત તેમ જ વ્યવસાયના સંગઠનો, તે સિવાય કે જેઓ વૃદ્ધોની મદદ કરે છે, તેમ જ કળા અથવા શિક્ષણમાં રુચિ ધરાવતા લોકો, અને ભારતીય રહેવાસીઓના તે સમૂહ કે જેઓ સ્થાનિક શહેરોના એક ચોક્કસ વિસ્તારોમાંથી આવીને અહીં વસે છે. ઓસ્ટ્રેલિયામાં ઘણાં ભારતીય સંગઠનો આજે પણ નિયમિતરીતે કેટલાંક મહત્ત્વના દિવસોએ ઉજવણીનું આયોજન કરે છે કે જેમાં ભારતીય સ્વતંત્રતા દિવસ અને ગાંધીજી સાથે જોડાયેલા ખાસ દિવસોનો સમાવેશ થાય છે. જો તેઓ આ ખાસ દિવસોની મકાનની અંદરના ભાગે ઉજવણી કરે ત્યારે તેમાં ભાષણનો સમાવેશ થાય છે. જ્યાં મહેમાન તરીકે ઉપસ્થિત શિક્ષણવિદ્ અથવા સામુદાયિક નેતા ભાષણ આપે છે તેમ જ ત્યાં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તેઓ ક્યારેક મહાત્મા ગાંધીના સન્માનના ભાગરૂપે પ્રદર્શન પણ રાખે છે કે જેમાં તેમના ફોટોગ્રાફ્સ પણ હોય છે. તેમ જ મહાત્મા ગાંધીના જીવનમાંથી પ્રેરિત સુવિચારોનો પણ ઉલ્લેખ કરાય છે. આ સિવાય જ્યાં ગાંધીજીનું પૂતળું છે ત્યાં ખુલ્લી જગ્યામાં પણ ફંક્શનનું આયોજન કરાય છે, આ સિવાય યુનિવર્સિટીઓમાં આયોજિત ગાંધી વિષય સંબંધિત ફંક્શનમાં ભારતીય સમુદાયના નેતાઓને હાજર રહેવા માટેનું આમંત્રણ આપવામાં આવે છે જેમ કે યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સમાં આયોજિત ફંક્શન. સામાન્ય ભારતીયોની ત્યાં ખાસ હાજરી જોવા મળતી નથી. બીજી બાજુ, મહાત્મા ગાંધીની પ્રતિમાના અનાવરણના પ્રસંગે સ્થાનિક ભારતીયો મોટી સંખ્યામાં હાજર જોવા મળે છે. તેમાં પણ જો કોઈ મહત્ત્વના ભારતીય આ ઉજવણીમાં હાજર રહેવાના હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. જેમ કે મહાત્મા ગાંધી સંબંધિત કોઈ ફંક્શનનું આયોજન એલચીની કચેરી અથવા ભારતીય સંગઠનોના સ્થાનિક સંઘ દ્વારા કરાયું છે, જેમાં થોડી માત્રામાં બિન-ભારતીયો પણ હાજરી આપતા હોય છે. મહાત્મા ગાંધી સંબંધિત ફંક્શનમાં લોકો હાજર રહે છે, તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપતા હોય છે. પણ, તેઓ કોઈ પ્રસિદ્ધ ભારતીય વક્તાનું ગાંધી વિષયક જાહેર સંબોધન આ રીતે એકત્રિત થઈને સાંભળતા નથી.
ઓસ્ટ્રેલિયા પાસે કોઈ જાણીતા ગાંધી સહાયક નહોતા, માત્ર કેટલાંક આંતરરાષ્ટ્રીય ખ્યાત રિપોર્ટર્સ અથવા લેખકોએ લીધેલા ગાંધીજીના ઈન્ટરવ્યુ અને રિપોર્ટિંગના અનુભવ પર આધારિત લખેલા લેખો તેમ જ પુસ્તકોનો સમાવેશ થાય છે. મહાત્મા ગાંધી વિષયક ઓસ્ટ્રેલિયાના જ્ઞાનનો મુખ્ય સ્રોત સમાચારો છે અને ગાંધીજીની ઝુંબેશ બાબતે અંગ્રેજોના અર્થઘટન તેમાં પ્રતિબિંબિત થાય છે. તે ઓસ્ટ્રેલિયન કે જેમણે ભારતમાં ગાંધીજીની મુલાકાત લીધી હતી તેઓ તેમનું જે રીતે સંબોધન કરતા હતાં તે આશ્ચર્યચકિત કરનારું છે. જેમાં તેમણે ઉત્કૃષ્ટ, આકર્ષક, બુદ્ધિશાળી, સ્વચ્છ, પ્રમાણિક, જબરદસ્ત પ્રતિષ્ઠાવાન, ઉર્જાવાન, મહાન માણસ કે જેમની આસપાસ શાંતિ પ્રસરેલી રહે છે તેમ જણાવ્યું હતું. તેઓ મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઈ ગયા હતા, જાણે કે તેમણે કશું અચરજ પામે એવું જાણ્યું છે. કોઈએ એવી ટિપ્પણી કરી કે ઓસ્ટ્રેલિયાના પ્રેસ દ્વારા ગાંધીજીની ખોટી છાપ ઊભી થઈ!
મહાત્મા ગાંધીના સમયથી ઓસ્ટ્રેલિયા ઘણો સહનશીલ અને બહુસાંસ્કૃતિક સમાજ બન્યો છે. ગોરી ઓસ્ટ્રેલિયા નીતિને પણ હવે ઘણો સમય થઈ ગયો છે અને હવે તેનું કોઈ અસ્તિત્વ નથી. ચોક્કસ પણે, આ બદલાવ જે ગાંધીજીના ઓસ્ટ્રેલિયામાં આવ્યો તેમાં મહાત્મા સાથે કોઈ ખાસ લેવાદેવા નહોતી, પરિણામે સહનશીલ અને આવકારીય સમાજ સંબંધિત તેમના વિચારોને જાળવી રાખવા તે આ દેશમાં ઘણું છે. ઓસ્ટ્રેલિયાના ગાંધી એ એક અલગ વાત છે. મહાત્મા ગાંધી પ્રત્યેની સાર્વજનિક રુચિ ઓછી જણાતી હોવા છતાં વર્ષ 1969માં ઓસ્ટ્રેલિયામાં મહાત્મા ગાંધીની જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી. જે રીતે દુનિયાના વિવિધ સ્થળોએ આ ઉજવણી કરાઈ હતી. જેથી રે અને રોસેંથલ(Ray’s and Rosenthal’s)ના ગાંધીજી વિશેના પુસ્તકો, જયપ્રકાશ નારાયણની મુલાકાત, ઘણાં પ્રદર્શનો, મુખ્ય અખબારોમાં લેખો અને ઈન્ટરવ્યુ જોવા મળ્યા હતા. હવે આ વારસો ભારતીય સમુદાયોએ જાળવી રાખ્યો છે કે જેઓ મહાત્મા ગાંધીના જન્મદિવસે ઉજવણી કરે છે કે જેમાં ભાષણો અને સામુદાયિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
પુસ્તક – Gandhi’s Australia: Australia’s Gandhi, લેખક – Thomas Weber, પ્રકાશક – Orient Black Swanની પરવાનગી સાથે અવતરણો.
(લેખની મૂળ લિંક)
e.mail : nbhavsarsafri@gmail.com