હાશીમપુરાનો ભયાનક કસ્ટોડિયલ હત્યાકાંડ ભૂલી જવા જેવો નથી.
૧૯૮૭માં ઉત્તરપ્રદેશ (યુ.પી.) પ્રોવિન્સિલ આર્મ્ડ કૉન્સ્ટાબ્યુલરી (પી.એ.સી.) દ્વારા હાશીરામપુરામાં ૩૮ મુસ્લિમ પુરુષોની હત્યાના સંદર્ભમાં ભૂલી જઈને આગળ વધવું એ ડાહપણભર્યો વિચાર નથી. જો કે તે હત્યાકાંડ પછી ૩૧ વર્ષે દિલ્હી હાઈકોર્ટનો તાજેતરનો ચુકાદો આવ્યો તેણે ચર્ચા જગાવી છે. તે ધ્રૂજાવી દેતી ઘટનાની યાદોમાંથી ભારતીય સમાજ અને રાજકારણે પાઠ લેવા જેવો છે. હત્યામાં ભૂમિકા બદલ પી.એ.સી.ના ૧૬ નિવૃત્ત કર્મચારીઓને આજીવન કારાવાસની સજા થઈ. અન્ય ત્રણ ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ ઘટના ‘કાયદાકીય અમલીકરણના એજન્ટોમાં સંસ્થાકીય પૂર્વગ્રહને જાહેર કરી છે.’ કસ્ટોડિયલ અને સંસ્થાકીય હિંસાના સમાચાર એક રાષ્ટ્ર માટે ક્રૂરતા અને મુસ્લિમ વિરોધી ખુન્નસભરેલા હતા.
વાસ્તવમાં, છેલ્લા ત્રણ દાયકાથી રાજ્ય, યુ.પી. પોલીસ અને અનુગામી રાજ્ય સરકારો સામે ટ્રાયલ ચાલી રહી હતી. પ્રથમ નીચલી અદાલતમાં અને પછી ઉચ્ચ અદાલતમાં ટ્રાયલમાંથી એ અવલોકન નીકળ્યું કે કસ્ટોડિયલ હિંસા અને મૃત્યુ બંનેની વાત આવે, ત્યારે પોલીસ- અધિકારીઓને બરતરફ કરીને પોલીસતપાસ કેવી રીતે હાથ ધરવામાં આવે છે. ભયજનક હદે ‘કસ્ટોડિયલ ડેથ’ને ધ્યાનમાં રાખીને પ્રશ્ન ઊઠે છે કે પોલીસનું પોલીસ કોણ?
હાઈકોર્ટે પણ નોંધ્યું હતું કે આ કસ્ટોડિયલ હત્યાનો કેસ હતો, જ્યાં ‘કાયદાની વ્યવસ્થા માનવ-અધિકારના દુરુપયોગને અટકાવવા માટે અસરકારક રીતે કાર્યવાહી કરવામાં અસમર્થ રહી છે.’ નિરાશાવાદી ભલે લાગે, પરંતુ તે હકીકત છે કે આપણે એ જોવું જોઈએ કે હાશીમપુરાના કેસમાંથી બોધપાઠ ન લઈને તેના પર કાર્ય ન થાય તો આવા કેસ બનતા અટકશે નહીં. લાંબી લડાઈમાં સંકળાયેલા માનવાધિકાર કાર્યકરો અને વકીલોએ નોંધ્યું છે કે આ પ્રકારનું કાર્ય PACના નીચલા સ્તરના કર્મચારીઓ દ્વારા તેમની પોતાની મુનસફી પ્રમાણે થાય એ શક્ય નથી. એક જૂની વક્રોક્તિ છે કે કસ્ટોડિયલ હિંસા માટેની પ્રતીતિ સલામત હોય તો પણ સજા પામેલા લોકો વાસ્તવિક ગુનેગારો નથી.
જે સંસ્થાઓ પાસે નાગરિકોના માનવ-અધિકારોનું રક્ષણ કરવા માટે બંધારણીય અપેક્ષાઓ રાખવામાં આવે છે તે જ સૌ પહેલાં તેને કોરાણે મૂકી દે છે. કમનસીબે, આ કંઈ ભૂતકાળની વાત નથી. આ સંસ્થાઓમાં કોઈ વિકૃતિ લક્ષિત સમાજ અને સમૂહ સામે અવિરત ક્રૂરતા અને હિંસાનાં વિવિધ કૃત્યોમાં ચાલુ રહે છે અને તેને સજા નથી મળતી, ત્યારે હાશીમપુરાના પાઠોને યાદ રાખીને તેની ચર્ચા કરવી તે આ સમયની જરૂરિયાત છે.
જો કે, બચી ગયેલા પરિવારના સભ્યો અને હત્યાકાંડમાં માર્યા ગયેલાના ટેકેદારો અને કોમવાદી હુલ્લડની હિંસામાંથી બચી ગયેલા લોકોની ન્યાયીક વ્યવસ્થામાં શ્રદ્ધા અને નૈતિક વિશ્વાસને પણ ધ્યાને લેવા પડશે. મીડિયા – અહેવાલોમાં અને વડીલોએ ધ્યાન દોર્યું છે કે જ્યાંથી પી.એ.સી.ના કર્મચારીઓ દ્વારા આ પુરુષોને ઉપાડવામાં આવ્યા હતા, તેના બધા જ પડોશીઓ ઉપર ખતરનાક અને રાષ્ટ્રવિરોધી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં આ માણસોને પકડવામાં આવ્યા, ત્યારે કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આવી ન હતી. પુરાવામાં કોઈ હથિયારો મળ્યાં નહોતાં અને તેમને ખરાબ ચીતરવા માટે જુઠ્ઠાણાં ચલાવવામાં આવ્યાં હતાં. બચી ગયેલાઓને નીચલી અદાલતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, તેમની આજીવિકા અને તેમનાં બાળકોનાં શિક્ષણને અસર થઈ હતી, છતાં લાગણી અને માનસને લાગેલા આઘાતનો ઉલ્લેખ કર્યા વગર તેમણે કેસ લડ્યે રાખ્યો હતો.
મહિલાઓએ પણ જતું ન કર્યું અને નિષ્ઠાવાન વડીલોએ તેમનો કેસ લડ્યો. હકીકતમાં, માત્ર આ દૃઢતાના જોરે જ આખરે આરોપી પી.એ.સી.ના કર્મચારીઓને વાસ્તવિક હત્યાકાંડ સાથે જોડતા પુરાવાઓ ‘શોધવામાં’ સફળતા મળી. જે કંઈ પણ શ્રેય જાય છે, તે બચી ગયેલા લોકો, વકીલો અને માધ્યમોના એક નાનકડા ભાગને જાય છે, જેમણે ન્યાયની આશા જગાવી રાખી અને અઘરી જીત શક્ય બનાવી.
આ કેસને સ્મૃતિનાશ કરીને કોરણે મૂકવા જેવો નથી. હિંસા અને હત્યાઓથી પ્રભાવિત પરિવારો દ્વારા કરવામાં આવતી સંખ્યાબંધ રજૂઆતો ધ્યાને લેવા જેવી છે. આ માત્ર ત્યારે જ થઈ શકે, જ્યારે મીડિયા અને દેશની દિશા વિશે ચિંતિત નાગરિકોનો ટેકો મળે, તો આ કેસમાં તપાસ કરનાર પોલીસ-અધિકારી દ્વારા વર્ણવ્યા મુજબ ‘સ્વતંત્ર ભારતની સૌથી ખરાબ કસ્ટોડિયલ હત્યા’ને દૂર રાખી શકાશે.
હાશીમપુરાના મુસ્લિમ-સમુદાય માટે, આ તેમના સામૂહિક ઇતિહાસનો એક અવિસ્મરણીય હિસ્સો છે, જેની વિગતો સમાજની સ્મૃતિમાં કાયમ રહેશે. મહત્ત્વનું એ છે કે આ એપિસોડને જનસામાન્યને પણ યાદ અને પુનઃ યાદ કરાવવામાં આવે. કેમ કે જે લોકો ઇતિહાસ ભૂલી જાય છે, ત્યારે તે પાઠનું પુનરાવર્તન થાય છે અને તે પાઠ સંભવતઃ સૌથી સામાન્ય અને સૌથી ઉપેક્ષિત હોય છે.
(સંપાદકીય, “ઇકોનૉમિક ઍન્ડ પોલિટિકલ વીકલી”, ૧૭ નવેમ્બર, ૨૦૧૮
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 09