આંખમાં હું કેમ આવું છું તને,
શું સમસ્યા જેમ લાગું છું તને?
તું હ્રદયના ગ્રંથને વાંચી તો જો,
કેટલું ડૂબીને ચાહું છું તને!
છે મહોબ્બતનો અમારો રાજપાટ,
જા આ મિલ્કત ભેટ આપું છું તને.
દિલ નથી તો જગની કિંમત કૈ’ નથી,
હે હ્રદય, દે હાથ માંગુ છુ તને.
કોઈ પણ મારગમાં નિર્ભય હોઉં છું,
હે ખુદા, સાથે હું રાખું છું તને.
અજનબી હું શહેરને જ્યારે મળ્યો,
તો કહે, વર્ષોથી જાણું છું તને.
અમદાવાદ.
e.mail : siddiq948212@gmail.com
![]()

