તારે દ્વારે ટકોરા, હતું કરવું કબૂલ,
હું લાવ્યો’તો ફૂલ, કહ્યું કરજે તું મૂલ.
ના બારણું ઉઘાડ્યું, ના લીધું તેં ફૂલ,
હું પાછો ફર્યો, જાણે થઈ ગઈ’તી ભૂલ…
મોહના પતંગાને રૂંધી દર જોરી.
અંતરની દોરને સદંતર સંકોરી.
ઉત્કટ પ્રયાસે તને મનથી ભુલાવી,
તારી ભૂંસીને છબિ નવલી બનાવી …
કાળ કર્મવેલ મને આગળ લઈ જાયે,
હસ્તી મારી ઉર્ધ્વ આભે સોહાય,
સંગિની સાથ રસમ રીતિ સંચવાયે,
યાદની લહેરખી ક્વચિત હૈયું કંપાવે …
તું હોતે સંગાથે, ભિન્ન નકશો અંકાતે!
જીવન-સરિયામ હોત નોખાં વળાંકે!
e.mail : saryuparikh@yahoo.com
![]()


‘દીકરા, આજે પત્રકાર માટે ઓપેરા હાઉસમાં ફિલ્મ આબરુના નિર્દેશકે એક શો રાખ્યો હતો. વેણીકાકાનું આ છેલ્લું વાક્ય પૂરુ થાય તે પહેલા જ મિત્ર સુરેશે વેણી કાકાને પૂછી લીધું કાકા “આબરુ ફિલ્મ કેવી છે?” બસ, સુરેશની વાત પર રસ્તા પરના થાંભલા પર પાનની પિચકારી મારતા, વેણીભાઈ કહે દીકરા, વાત પૂછ મા! ફિલ્મમાં પ્રથમ વાર આવેલ આ નવોદિત દીપક કુમારે તો આબરુના કાંકરા કરી નાખ્યા, અને વાત રહી ફિલ્મની અભિનેત્રી વીમીબાઈની તો વાત જ શું કરું? વીમીબાઈમાં અભિનયનું કોઈ ઠેકાણું નથી. બસ. એક રૂપાળી હોવાને નાતે નિર્દેશકે શોભાના ગાંઠિયા તરીકે લીધી છે.