Opinion Magazine
Number of visits: 9666084
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જરાક નજીક તો આવ

જુલી સોલંકી 'સચેત'|Opinion - Opinion|18 January 2024

પ્રેમનાં મોતીને પુષ્પની પ્યાલીથી ભરાવી આવ; 

એ છે પ્રેમનો સવાલ, જરાક નજીક તો આવ.

હૃદય ધબકે છે દૂર રહીને, વાતડી લઈ આવ; 

એ મનની વાતને પ્રીતડી સંગ નિભાવી આવ. 

તારા હોવાના અહેસાસનો સ્પર્શ કરાવી લાવ;

સંગાથે રહી જીવનભર, સાથી બનીને ચાલ. 

હાથમાં રહેલ મહેંદીમાં મારું નામ લખાવી આવ; 

મહીં પ્રીતડીના રંગ, એ સુંદરતાને વધારી લાવ. 

પ્રીતના પાનેતરની લીલી ચૂંદડી લહેરાવી આલ; 

માથે ઓઢી ઘૂંઘટ, લાજને જરા સરકાવી લાવ. 

રાખી હાથ મારા હાથે, વચનને માની હાલ;

પ્રેમના આંગણે સૂર્યના તેજથી ચમકી લાવ. 

પ્રેમનાં મોતીને પુષ્પની પ્યાલીથી ભરાવી આવ; 

એ છે પ્રેમનો સવાલ, જરાક નજીક તો આવ.

ભુજ કચ્છ
e.mail : julisolanki110@gmail.com

Loading

गांधी और बीजेपी-संघ के रामराज्य फर्क

राम पुनियानी|Opinion - Opinion|18 January 2024

राम पुनियानी

1980 के दशक में देश के इतिहास ने एक नया मोड़ लिया था. पहली बार, राममंदिर जैसा भावनात्मक मुद्दा आर्थिक और सामाजिक न्याय जैसे मूलभूत मुद्दों से ज्यादा अहम बन गया. बाबरी मस्जिद के ताले खोले जाने के बाद बीजेपी के लालकृष्ण आडवाणी ने रथयात्रा निकालने की योजना बनाई. तत्कालीन प्रधानमंत्री वीपी सिंह द्वारा मंडल आयोग की रिपोर्ट लागू किए जाने की घोषणा के बाद, इस यात्रा को और तेज किया गया. यह यात्रा स्वतंत्र भारत में सांप्रदायिक आधार पर समाज को ध्रुवीकृत करने वाली सबसे बड़ी परिघटना बन गई. रथयात्रा अपने पीछे खून की एक गहरी और मोटी लकीर छोड़ गई.

इसके बाद बाबरी मस्जिद का ध्वंस हुआ और बीजेपी की ताकत में जबरदस्त इजाफा हुआ. बीजेपी जो उस समय गांधीवादी समाजवाद का लबादा ओढ़े हुए थी, को चुनाव में जबरदस्त मुंह की खानी पड़ी थी. रथयात्रा उसके लिए जीवनदायिनी अमृत साबीत हुई. चुनावों में उसके प्रदर्शन में जबरदस्त सुधार हुआ और 1996 में उसने केंद्र में अल्पमत की सरकार बना ली. इसके बाद, 1998 में वह एनडीए के सबसे बड़े सदस्य दल के रूप में सत्ता में आई और 2014 में उसे स्वयं के बलबूते पर बहुमत हासिल हो गया.

चुनावों में सफलता पाने के इस फार्मूले को बार-बार इस्तेमाल करने में बीजेपी सिद्धहस्त हो गई है. चुनाव आते ही वह राममंदिर जैसे विघटनकारी और भावनात्मक मुद्दे उछालने लगती है. उसके साथ वंदे मातरम्, लव जिहाद, पवित्र गाय आदि जैसे पहचान से जुड़े मुद्दों का मिश्रण तैयार कर, वह सत्ता में आने का कोशिश करती है. चूंकि अगले साल देश में आम चुनाव होने हैं, इसलिए बीजेपी को एक बार फिर भगवान राम की याद सताने लगी है.

इस बार भगवान राम की सहायता से चुनाव में विजय प्राप्त करने के अभियान की शुरूआत, आरएसएस प्रमुख मोहन भागवत ने उडिपी में नवंबर 2017 में आयोजित विहिप की धर्मसंसद से की. विहिप ने भागवत के संकेत को समझा और मुस्लिम राष्ट्रीय मंच के संयुक्त तत्वाधान में उत्तर प्रदेश के अयोध्या से तमिलनाडु के रामेश्वरम तक रामराज्य रथयात्रा की शुरुआत की. महाराष्ट्र की जो संस्था इस यात्रा का समन्वय कर रही है, उसका नाम है श्री रामदास मिशन यूनिवर्सल सोसायटी. इस यात्रा के रथ का आकार, अयोध्या में प्रस्तावित राममंदिर की तर्ज पर है. यह साफ है कि इस यात्रा का मुख्य एजेंडा राजनैतिक है और उसके लक्ष्य वही हैं, जो हिंदू राष्ट्रवादियों के हैं. जिन मांगों को लेकर यह यात्रा निकाली जा रही है, उनमें रामराज्य की स्थापना, अयोध्या में भव्य राममंदिर का निर्माण, रामायण को स्कूली पाठ्यक्रमों में शामिल करना और रविवार के स्थान पर गुरूवार को साप्ताहिक अवकाश घोषित करना शामिल हैं.

मुस्लिम राष्ट्रीय मंच, आरएसएस के हाथों का खिलौना है, जिसका इस्तेमाल वह समय-समय पर यह दिखाने के लिए करता रहता है कि मुसलमान भी उसके साथ हैं. सच यह है कि अधिकांश मुसलमानों को अब यह अच्छी तरह से समझ में आ गया है कि देश में लव जिहाद, बीफ, तिरंगा आदि मुद्दों पर हिंसा भड़का कर मुसलमानों को दूसरे दर्जे का नागरिक बनाने का षड़यंत्र रचा जा रहा है. देश में 16 करोड़ मुसलमान हैं और उनमें से जफर सरेशवाला जैसे मुसलमान खोज निकालना मुश्किल नहीं है, जो सत्ता से लाभ पाने के लोभ में बीजेपी का बिगुल बजाने में तनिक भी संकोच न करें.

आईए, देखें कि यात्रा निकालने वालों की मांगों के पीछे का सच क्या है. जहां तक रामराज्य की स्थापना का सवाल है, रामराज्य को देखने के कई तरीके हो सकते हैं. गांधीजी का रामराज्य समावेशी था. वे राम और रहीम, इश्वर और अल्लाह को एक ही मानते थे. दूसरी ओर, आंबेडकर और पेरियार, भगवान राम द्वारा धोखे से बाली को मारने और दलित शम्बूक की हत्या मात्र इसलिए कर दिए जाने से अत्यंत विचलित थे, क्योंकि वह जातिगत मर्यादाओं को तोड़कर तपस्या कर रहा था. आडवाणी-बीजेपी-आरएसएस के राम अल्पसंख्यकों को डराने वाले राम हैं.

कई मुस्लिम-बहुल देशों में साप्ताहिक अवकाश शुक्रवार को होता है और इसी आधार पर यह मांग की जा रही है कि भारत में गुरूवार को साप्ताहिक अवकाश होना चाहिए. हम एक ओर दुनिया की आर्थिक महाशक्ति बनने की महत्वाकांक्षा रखते हैं तो दूसरी ओर हम पूरे विश्व से निराली राह पर चलने की बात भी कर रहे हैं. जब सारी दुनिया में रविवार को साप्ताहिक अवकाश रहता है तब भारत में किसी और दिन अवकाश रखने से क्या हमारा अंतर्राष्ट्रीय व्यापार और वैश्विक बाजार में हमारी उपस्थिती पर विपरीत प्रभाव नहीं पड़ेगा?

जहां तक रामायण को स्कूली पाठ्यक्रमों का हिस्सा बनाने का सवाल है, इसमें भी आरएसएस की सोच संकीर्ण है. क्या हम यह भूल सकते हैं कि संघ की विद्यार्थी शाखा एबीवीपी ने एके रामानुजन के प्रसिद्ध लेख ‘थ्री हंड्रेड रामायणास’ को पाठ्यक्रम में शामिल करने का विरोध किया था और उसे पाठ्यक्रम से हटवा कर ही दम लिया था. यह लेख बताता है कि भगवान राम की कथा के कई संस्करण हैं और उनमें एक-दूसरे से अलग और विरोधाभासी बातें कही गई हैं. उदाहरण के लिए, थाईलैंड में प्रचलित रामकथा ‘रामकिन’ में हनुमान बाल ब्रह्मचारी नहीं बल्कि गृहस्थ हैं. इसी तरह, आंध्रप्रदेश में प्रचलित ‘रामकथा’ महिलाओं के दृष्टिकोण से लिखी गई है. वाल्मीकि की रामायण और तुलसीदास की रामचरितमानस में भी कई अंतर हैं. संघ परिवार, रामायण के एक विशिष्ट संस्करण का हामी है. ऐसे में, पाठ्यक्रमों में कौन सी रामायण शामिल की जाएगी?

सच्चाई ये है कि स्वयं को हिंदुओं का हित रक्षक बताने वाला संघ परिवार, जो मांगें उठा रहा है, उनका हिंदुओं की जरूरतों से कोई लेना-देना नहीं है. वे हिंदुओं के लिए कतई प्रासंगिक नहीं हैं. आखिर रामराज्य रथयात्रा या राममंदिर से कौन से सामाजिक-आर्थिक लक्ष्य हासिल होंगें? क्या इससे हिंदू किसानों की समस्याएं सुलझेंगी? क्या इससे हिंदू बेरोजगारों को काम मिलेगा? क्या इससे हिंदू महिलाओं और बच्चों के स्वास्थ्य या पोषण का स्तर बेहतर होगा? क्या इससे दलितों पर होने वाले अत्याचार कम होंगे? क्या इससे महिलाओं के विरुद्ध हिंसा की घटनाओं में कमी आएगी?

यह यात्रा ऐसे समय निकाली जा रही है, जब सुप्रीम कोर्ट बाबरी मस्जिद की जमीन के मालिकाना हक से संबंधित मामलों की सुनवाई कर रहा है. क्या इस समय यह यात्रा निकालना एक प्रकार से अदालत को चुनौती देना नहीं है? हिंदू राष्ट्रवादी, समाज का ध्यान और उसके संसाधनों को गलत दिशा में मोड़ रहे हैं. वे सिर्फ समाज के वर्चस्वशाली तबके की भावनाओं को संतुष्ट करना चाहते हैं. योगी आदित्यनाथ ने उत्तर प्रदेश सरकार के वार्षिक बजट में अयोध्या में राम की प्रतिमा के निर्माण और दीपावली और होली मनाने के लिए राशि का आवंटन किया है. क्या जिस प्रदेश में नन्हे बच्चे आक्सीजन की कमी के कारण मर रहे हों, वहां ऐसा करना स्तब्ध कर देने वाला और क्रूर नहीं है? रामराज्य रथयात्रा के लक्ष्य शुद्ध राजनैतिक हैं. अगर गांधी के राम से यह पूछा जाता कि अयोध्या की विवादित भूमि पर क्या बनना चाहिए, तो शायद वे भी अपना मंदिर बनवाने की बजाए उस पर किसी अस्पताल या विश्वविद्यालय के निर्माण की बात करते.

Loading

ભારતનું બંધારણ ધર્મ અને ધાર્મિકતાની બાબતે તટસ્થ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|18 January 2024

રમેશ ઓઝા

આયોજન હતું કે અકસ્માત એ તો કહેવું અઘરું છે પણ હકીકત એ છે કે ભારતની બંધારણસભાએ ૨૬મી નવેમ્બર ૧૯૪૯નાં રોજ ભવિષ્યનાં ભારતનું સ્વરૂપ ઘડતર કરનારા ભારતનાં બંધારણના અંતિમ મુસદ્દાને મંજૂર રાખ્યો તેનાં મહિના પછી અને ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણને લાગુ કરવામાં આવ્યું અને ભારત વિધિવત્ પ્રજાસત્તાક બન્યું એનાં મહિના પહેલા ૧૯૪૯ની ૨૨ અને ૨૩ ડિસેમ્બરની રાતે અયોધ્યામાં બાબરી મસ્જિદમાં કોઈકે રામ લલ્લાની એક છબી ઘૂસાડી દીધી અને પછી બીજા દિવસે ભગવાન રામ પ્રગટ થયા હોવાનો પ્રચાર શરૂ થયો. આમ પ્રજાસત્તાક ભારતની અને તેનાં બંધારણની કસોટી તેની સ્થાપના સાથે જ શરૂ થઈ. બંધારણમાં કલ્પવામાં આવેલા ભારત સામે તેનાં જન્મની સાથે જ આઘાત કરાવામાં આવ્યો હતો. ઘણું કરીને એ ગણતરીપૂર્વકની ઘટના હોવી જોઈએ.

જ્યારે બાબરી મસ્જીદમાં રામની તસ્વીર ઘૂસાડવામાં આવી ત્યારે ફૈઝાબાદ જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ કે.કે. નાયર હતા અને તેઓ ગોરખપુરમાં આવેલી ગોરખનાથની પીઠના પીઠાધીશ મહંત દિગ્વિજયનાથના ઘનિષ્ઠ મિત્ર અને સહયોગી હતા. મહંત દિગ્વિજય નાથ હિંદુ મહાસભામાં સક્રિય હતા. ૨૭મી જાન્યુઆરી ૧૯૪૮(માર્ક ધ ડેટ)ના રોજ તેમણે ગાંધીજીની હત્યા કરવા માટે હિંદુઓને ઉશ્કેરતું ભાષણ કર્યું હતું અને એ માટે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. યોગી દિગ્વિજય નાથ ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના દાદાગુરુ થાય. આ બાજુ જ્યારે અયોધ્યામાં તસ્વીર ઘૂસાડવાની ઘટના બની ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન ગોવિંદ વલ્લભ પંત હતા અને સરદાર વલ્લભભાઇ પટેલ કેન્દ્રમાં ગૃહ પ્રધાન હતા. સરદાર પટેલે બાબરી મસ્જીદમાંથી રામની તસ્વીર હટાવવાનો આદેશ આપ્યો હતો. ગોવિંદ વલ્લભ પંતને પત્ર લખીને તાત્કાલિક પગલાં લેવાની તાકીદ કરી હતી. બાબરી મસ્જીદમાં તસ્વીર ઘૂસાડવાની ઘટના વિષે સરદાર અને પંતજી વચ્ચે થયેલા પત્રવ્યવહાર ઉપલબ્ધ છે.

સરદારના આગ્રહ અને આદેશ પછી પણ તસ્વીર હટાવવામાં નહોતી આવી. હિંદુઓ ઉશ્કેરાશે અને કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થશે એવાં બહાનાં આગળ કરવામાં આવતાં હતાં. દરમ્યાન સરદાર પટેલના આદેશ છતાં મસ્જીદમાંથી તસ્વીર નહીં હટાવનારા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.કે. નાયર હિંદુ મહાસભામાં જોડાયા હતા અને ૧૯૬૭માં ભારતીય જનસંઘના ઉમેદવાર તરીકે ઉત્તર પ્રદેશના બેહરાઈચથી ચૂંટણી લડી હતી અને જન સંઘના લોકસભામાં સભ્ય બન્યા હતા. કે.કે. નાયરની જિદ તેમની પોતાની અંગત હોત તો તેઓ સફળ ન નીવડ્યા હોત. તેમને અને એકંદરે અયોધ્યા આંદોલનને કેટલાક કાઁગ્રેસીઓનો છૂપો ટેકો મળતો હતો. બાકી નાયરની શી  વિસાત?

ભારતનું બંધારણ ધર્મ અને ધાર્મિકતાની બાબતે તટસ્થ છે. ભારતનો પ્રત્યેક નાગરિક પોતાનો ધર્મ અનુસરવાનો, ધર્મનો પ્રચાર કરવાનો, ધાર્મિક રીતિરીવાજ પાળવાનો અને પોતાનાં અંતરાત્માને અનુસરીને ધર્માંતરણ કરવાનો કે પછી સમૂળગો કોઈ પણ ધર્મને નહીં માનવાનો અધિકાર ધરાવે છે. પણ આ મૂળભૂત અધિકાર અબાધિત નથી. જો કોઈની ધાર્મિક શ્રદ્ધા, ધાર્મિક માન્યતા, કોઈનાં ધાર્મિક રીતિરિવાજ, ધાર્મિક પ્રવૃત્તિ અમાનવીય હોય, બીજાને નુકસાન પહોંચાડનારી હોય, મૂળભૂત માનવીય ગરીમાની વિરુદ્ધ હોય તો એ સંજોગોમાં ભારતનું બંધારણ રાજ્યને તેમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર આપે છે. આ અર્થમાં ભારતીય સંઘરાજ્ય સેક્યુલર હોવા છતાં હસ્તક્ષેપીય છે. ભારતનાં બંધારણની આ વિશેષતા છે.

હવે બન્યું એવું કે બંધારણને મંજૂર રાખવામાં આવ્યું એના એક મહિના પછી અને બંધારણ લાગુ થયું એના મહિના પહેલા અયોધ્યામાં એવી ઘટના બની જેમાં રાજ્યે હસ્તક્ષેપ કરવો જોઈતો હતો, પણ તેની જગ્યાએ તેમાં તે સરિયામ નિષ્ફળ નીવડ્યું. કોઈનાં ધાર્મિક સ્થળમાં ચોરીછૂપીથી પ્રવેશ કરવો, તેમાં તેમની શ્રદ્ધાની વિરુદ્ધની પ્રવૃત્તિ કરવી અને એ પછી એ સ્થળ પર ધર્મશ્રદ્ધાને નામે કબજો કરવો એ બંધારણ મુજબ હસ્તક્ષેપીય ઘટના હતી. માનવીય ગરિમા, બીજાની શ્રદ્ધાનો આદર અને કાયદાનું રાજ સર્વોપરી છે, નહીં કે કોઈની ધાર્મિક જોહુકમી. પણ ભારતના સેક્યુલર શાસકો એમાં નિષ્ફળ નીવડ્યા. સેક્યુલર ભારતીય સંઘરાજ્યને પ્રથમગ્રાસે મક્ષિકાપાતનો અનુભવ થયો. રહી વાત ટાઈમિંગની તો ટાઈમિંગ વિચારતા કરી મૂકે છે.

કાઁગ્રેસને કવિન્યાય મળી રહ્યો છે. કાઁગ્રેસી શાસકોના સમર્થન વિના કે.કે. નાયરની કોઈ તાકાત નહોતી કે તે મસ્જીદમાંથી તસ્વીર ન હટાવે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 18 જાન્યુઆરી 2024

Loading

...102030...825826827828...840850860...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved